ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઈઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભારત પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશોમાં સામેલ હોવા છતાં મોદી સરકારે પેલેસ્ટાઇનના લોકોના હિતોની અવગણના કરી રહ્યા છે.

Modi govt has abandoned Palestinians: Congress slams PM's upcoming Israel  visit

કોંગ્રેસના નેતા અને કમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વડાપ્રધાનની આ મુલાકાતની આકરી ટીકા કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વેસ્ટ બૅંકના કબજા હેઠળના વિસ્તારમાં પેલેસ્ટાઇનના લોકોને હાંકી કાઢવા અને વિસ્થાપિત કરવા માટે ઈઝરાયલ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે, જેની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે. ગાઝામાં ઈઝરાયલ નિર્દયતાથી હુમલા કરી રહ્યું છે અને ઈઝરાયલ તથા અમેરિકા ઈરાન પર પણ હુમલાની યોજના બનાવી રહ્યા છે.’

Jairam Ramesh
@Jairam_Ramesh
कब्जे वाले वेस्ट बैंक में हजारों फ़िलिस्तीनियों को बेदखल और विस्थापित करने की इजरायल की कार्रवाइयाँ तेज़ हो गई हैं और इसकी दुनिया भर में कड़ी निंदा हो रही है। ग़ज़ा में नागरिकों पर इजरायल के हमले बेरहमी से जारी हैं। इजरायल और अमेरिका, ईरान पर हवाई हमलों की योजना बना रहे हैं। इसके बावजूद प्रधानमंत्री कल इजरायल जा रहे हैं (जहाँ एक मोदानी संबंध भी बताया जा रहा है) और अपने अच्छे मित्र प्रधानमंत्री नेतन्याहू से गरमजोशी से मिलने वाले हैं-जो स्वयं गंभीर भ्रष्टाचार के आरोपों का सामना कर रहे हैं। इजरायल के विपक्ष ने प्रधानमंत्री मोदी के इजरायली संसद को संबोधित करने का यह कहते हुए बहिष्कार करने की धमकी दी है कि पीएम नेतन्याहू देश में न्यायपालिका की स्वतंत्रता को नष्ट कर रहे हैं। मोदी सरकार फ़िलिस्तीनियों के मुद्दे पर अपनी प्रतिबद्धता को लेकर खोखले और दिखावटी बयान देती है। सच्चाई यह है कि मोदी सरकार ने उन्हें छोड़ दिया है, यह भुलाकर कि भारत 18 नवंबर 1988 को फ़िलिस्तीन राज्य को मान्यता देने वाले शुरुआती देशों में शामिल था।

જયરામ રમેશે વધુમાં લખ્યું છે કે, ‘આ બધું હોવા છતાં વડાપ્રધાન આવતીકાલે ઈઝરાયલ જઈ રહ્યા છે અને પોતાના ખાસ મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂની ઉષ્માભરી મુલાકાત કરવામાં છે, જેઓ પોતે ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટાઇનના મુદ્દે મોદી સરકારના દાવા પોકળ છે. તેમના શબ્દોમાં, ‘સચ્ચાઈ એ છે કે મોદી સરકારે તેમને(પેલેસ્ટાઇનીઓને) છોડી દીધા છે, એ ભૂલીને કે ભારત ૧૮ નવેમ્બર, ૧૯૮૮ના રોજ પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપનારા શરુઆતના દેશોમાં સામેલ હતું.’

Congress Slams Modi's Israel Visit, Flags Shift in India's Palestine Policy  - The Morning Voice

વડાપ્રધાન મોદી વડાપ્રધાન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સુરક્ષા કરારના રિન્યુઅલ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત વર્તમાન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *