ઈરાને અમેરિકા સામે મૂકી બે મોટી શરતો

ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પહેલા બે મુખ્ય શરતો જાહેર કરી છે. પ્રથમ, લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે, અને બીજું, વિવિધ દેશોમાં બ્લોક કરવામાં આવેલ ઈરાનનું અબજો ડોલરનું ફંડ મુક્ત કરવામાં આવે.

US Claims Red Lines Unmet | Iran Nuclear Talks Progress

ઈરાને ઈસ્લામાબાદમાં યોજાનારી અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પહેલા બે મુખ્ય શરતો જાહેર કરી છે. પ્રથમ, લેબનાનમાં તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે, અને બીજું, વિવિધ દેશોમાં બ્લોક કરવામાં આવેલ ઈરાનનું અબજો ડોલરનું ફંડ મુક્ત કરવામાં આવે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ મંત્રણા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના આ કડક વલણને કારણે મડાગાંઠ સર્જાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ૨૪ કલાકમાં કોઈ ઉકેલ નહીં આવે, તો અમેરિકા લશ્કરી કાર્યવાહી તેજ કરવા માટે તૈયાર છે.

Iran parliament speaker Mohammad Bagher Ghalibaf announces presidential bid  | News | Al Jazeera

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબાફે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેહરાનનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરવા માટે બે પાયાના મુદ્દાઓ પર સહમતી હોવી અનિવાર્ય છે. ઈરાનની પ્રથમ માંગ લેબનાન અંગેની છે, જ્યાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતા છે. ઈરાન ઈચ્છે છે કે લેબનાનમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે જેથી જમીની સ્તરે શાંતિ સ્થપાય. આ માંગ સીધી રીતે પ્રાદેશિક સંતુલન સાથે જોડાયેલી છે અને ઈરાન આ મુદ્દે હવે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં જણાતું નથી.

Iran delegation led by Mohammad Bagher Ghalibaf arrives in Pakistan for US  talks

બીજી શરત આર્થિક છે, જે ઈરાન માટે અત્યંત મહત્વની છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે અનેક દેશોમાં ઈરાનનું અબજો ડોલરનું ફંડ ફ્રીઝ કરવામાં આવ્યું છે. ગાલિબાફે ભારપૂર્વક કહ્યું છે કે આ ફંડને મુક્ત કરવું એ વાતચીત આગળ વધારવા માટેની પૂર્વશરત છે. તેહરાન આ મુદ્દાને માત્ર આર્થિક નહીં પણ સન્માનના પ્રશ્ન તરીકે જોઈ રહ્યું છે. આ શરતો એવા સમયે આવી છે જ્યારે અમેરિકી પ્રતિનિધિમંડળના વડા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈસ્લામાબાદ પહોંચવાના છે. વેન્સે રવાના થતા પહેલા સંકેત આપ્યો હતો કે અમેરિકા પ્રામાણિક વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો ઈરાન રમત રમવાની કોશિશ કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

One month into Iran war, only hard choices for Trump - The Economic Times

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના આ વલણ સામે આક્રમક રણશિંગુ ફૂંક્યું છે. ‘દ પોસ્ટ’ ને આપેલા એક ટેલિફોનિક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો પાકિસ્તાનમાં યોજાનારી મંત્રણા નિષ્ફળ જશે, તો અમેરિકા ફરીથી હુમલા શરૂ કરશે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકી યુદ્ધજહાજોમાં અત્યાર સુધીના સૌથી શક્તિશાળી અને આધુનિક હથિયારો ભરવામાં આવી રહ્યા છે, જે અગાઉના હથિયારો કરતા પણ વધુ વિનાશક છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાકમાં સત્ય સામે આવી જશે કે ઈરાન શાંતિ ઈચ્છે છે કે વિનાશ.

Israel Strike Fears? Iran Peace Talks & Pakistans Role

આ રાજદ્વારી ગતિરોધને કારણે સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈસ્લામાબાદ પર ટકેલી છે. એક તરફ ઈરાન પોતાની શરતો પર અડગ છે અને બીજી તરફ અમેરિકા લશ્કરી તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે. જો આ શાંતિ મંત્રણા સફળ થાય છે, તો મધ્ય પૂર્વમાં વર્ષોથી ચાલી રહેલા તણાવમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ જો શરતોને કારણે મડાગાંઠ યથાવત રહેશે, તો આ ક્ષેત્ર ફરી એકવાર ભીષણ યુદ્ધની ઝપેટમાં આવી શકે છે. પાકિસ્તાનમાં યોજાનારી આ બેઠક માત્ર બે દેશો માટે જ નહીં, પણ વૈશ્વિક શાંતિ અને ઉર્જા સુરક્ષા માટે પણ અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *