અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા!

જેને પોતાનું બાળક સમજી ઉછેર્યું, વર્ષો પછી ખબર પડે કે તે તો બીજા કોઈનું બાળક હતું! અગાઉ ફક્ત ટીવી સિરિયલમાં જોવા મળતા આવા કિસ્સા હવે આપણી આસપાસ પણ બનવા માંડ્યા છે. બાળક ખરેખર કોનું છે? તેવી શંકા ઉદભવતા અમદાવાદમાં દર વર્ષે ૫૫૦ જેટલા બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે. આજકાલ લોકો વચ્ચે અવિશ્વાસ વધતા પહેલાં એકબીજાના સમ ખવડાવીને લેવાતી સંબંધોની પરીક્ષા હવે વૈજ્ઞાનિક પુરાવા માંગી રહી છે.

DNA Paternity Test Demand Rises Amid Growing Distrust in Ahmedabad

અત્યાર સુધી મોટા ભાગે ડીએનએ(ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ) ટેસ્ટ માત્ર તબીબી દ્રષ્ટિકોણથી કરાવાતા હતા. પરંતુ આજકાલ દંપતીઓ વચ્ચે ‘પીસ ઓફ માઈન્ડ’ ડીએનએ ટેસ્ટનો નવો ચિલો શરૂ થયો છે. પત્ની પર શંકા જતા પતિ દ્વારા બાળકના અસલી પિતા કોણ છે? તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવાય છે.

Alliance 2020 Now Offering DNA Testing Services - Alliance 2020

ખાસ કરીને બાળકને થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ, વગેરે બીમારી તથા ખોડખાપણ હોય તો પણ પિતાને બાળક પોતાનું નથી તેવી શંકા જતા ડીએનએ ટેસ્ટ કરાવે છે. તેમજ છૂટાછેડા સમયે ભરણપોષણ મુદ્દે પણ આ ટેસ્ટ કરાવાય છે. આવા કિસ્સા મુખ્યત્વે ૩૦ થી ૪૦ વર્ષના દંપતીઓમાં જોવા મળે છે. તેમના બાળક ૪ થી ૧૦ વર્ષ સુધીના હોય છે. પિતૃત્વની તપાસ માટે અમદાવાદની ખાનગી જિનેટિક્સ લેબોરેટરીમાં દર વર્ષે આવા ૩૫૦ બાળકોના ડીએનએ ટેસ્ટ કરાય છે. લેબ નિષ્ણાંતો મુજબ, ૬૦ થી ૭૦ % કેસમાં શંકા કરનાર જ બાળકના અસલી પિતા હોય છે. જ્યારે ૩૦ થી ૪૦ % કેસમાં પિતા બીજા કોઈ હોવાનું સામે આવે છે.

Explainer: DNA hunters

ખાનગી લેબમાં એક વ્યક્તિના ડીએનએ ટેસ્ટનો ખર્ચ ₹ ૧૨ થી ૧૫ હજાર છે. એટલે પિતા અને બાળક બંનેના ટેસ્ટનો ખર્ચ ₹ ૨૫ થી ૩૦ હજારે પહોંચી જાય છે. સરોગસી તથા આઈવીએફ જેવા કિસ્સામાં માતા-પિતા બંનેના ડીએનએ બાળક સાથે મેચ કરાવવા હિતાવહ હોય ત્યારે ત્રણેયના ટેસ્ટ માટે ₹ ૪૫ થી ૫૦ હજાર ખર્ચ કરવા પડે છે. જેથી મોટાભાગના લોકો ડીએનએ ટેસ્ટ કરાવી શકતા નથી. નહિતર આવા ટેસ્ટ કરાવનારાની સંખ્યા અનેકગણી વધારે થાય તેમ છે.

Parents' Fights Impact Child's Childhood: Learn How To Heal Trauma From Child Psychologist

સરકારી લેબમાં પણ વર્ષે ૨૦૦ જેટલા આવા વિવાદસ્પદ કેસ નોંધાય છે. માત્ર શહેરી અને શિક્ષિત લોકો જ નહીં, ગામડા તથા શ્રમિક વર્ગના લોકો તેમજ અન્ય રાજ્યમાંથી પણ દંપતીઓ આ ટેસ્ટ માટે અમદાવાદ આવે છે. દંપતીઓના ઝઘડા વચ્ચે ક્યારેક બાળક પીસાતો રહે છે.

Assisted Reproductive Technology | American Pregnancy Association

આઈવીએફ(ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયાથી બાળકનો જન્મ થયો હોય તેવા કિસ્સામાં કેટલીક વખત દંપતીને હોસ્પિટલ પર શંકા જાય છે. અમુક દવાખાના દ્વારા આઈવીએફની સફળતા બતાવવા જે-તે દંપતીના બદલે કોઈ ત્રીજી વ્યક્તિના ઈંડા કે શુક્રાણુ લઈને ગર્ભ વિકસિત કરાતો હોવાની શંકાના આધારે પણ બાળકના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે. સરોગસીમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન ઉભો થાય છે. જોકે ૯૦ % કિસ્સામાં દંપતી જ બાળકના માતા-પિતા હોવાનું સામે આવે છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *