રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નણંદ ભોજાઈ સામ સામે આવી ગયા છે. ભાભી રિવાબાને નણંદ નયનાબાએ વળતો જવાબ આપ્યો છે. તેમજ કોંગ્રેસની જીતનો વિશ્વસ વ્યક્ત કર્યો છે.

૧૮ એપ્રિલના રોજ રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઈ શક્યું તે માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યા છે. આજે ૨૦ એપ્રિલે રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

રિવાબાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટે મોટો અવસર હતો. તા. ૧૭ એપ્રિલના રોજ ઈતિહાસમાં નારી શક્તિના સનમાન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત. પરંતું કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો હતો. દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાન છે.
રીવાબાએ ભાજપની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
![]()
નણંદ ભોજાઈ સામ સામે
રિવાબા જાડેજા vs નયનાબા જાડેજા
રાજકોટમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી. તેમજ રીવાબાએ કહ્યું કે ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. તેમજ જીત ભાજપની થશે મને પૂરો વિશ્વાસ છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂરે પૂરો વિશ્વાસ છે. તેમજ 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે તેમજ કોંગ્રેસને જવાબ આપશે.
ભાજપના પૂર્વ નગર સેવકોએ ભ્રષ્ટ્રાચાર જ કર્યો છેઃ નયનાબા

રાજકોટ શહેરના વોર્ડ નં. ૨ ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભાર, મારા સમાજના લોકો તેમજ મારા મત વિસ્તારના લોકોનો હું ખૂબ ખૂભ આભાર માનું છે. તેમજ જીત કોની થસે તે તો આવનારા સમય જ બતાવશે. તેમજ ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ કર્યા નથી માત્ર ભ્રષ્ટ્રાચર કર્યો છે. તે વાચ હવે જનતા પણ જાણી ગઈ છે. ભાજપની હાર થશે કે જીત તે તો આવનાર સમય જ બતાવશે.
રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો
)
રાજ્યકક્ષાના મંત્રી રિવાબાએ 17 એપ્રિલના ઘટનાક્રમને લઈને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ દિવસ મહિલાઓના સન્માન માટે ઐતિહાસિક બની શક્યો હોત, પરંતુ વિપક્ષના વિરોધને કારણે તે કાળા દિવસમાં પરિવર્તિત થયો. સંસદમાં જે બન્યું તે માત્ર એક બિલની હાર નહીં, પરંતુ દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપનાઓ પર ગંભીર આઘાત સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો સતત અવરોધ ઊભા કરી રહ્યા છે. બિલ પસાર ન થતાં વિપક્ષ દ્વારા વ્યક્ત કરાયેલ આનંદને તેમણે મહિલાઓના અપમાન સમાન ગણાવ્યો.

