ડોક્ટરોએ આપી ચેતવણી

માઇક્રોપ્લાસ્ટિકથી વધી રહ્યો છે વંધ્યત્વનો ખતરો?

આજના સમયમાં પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. પાણીની બોટલથી લઈને ખાદ્ય પદાર્થોની પેકેજિંગ અને ઘરઆંગણાની ધૂળથી લઈને હવામાં પણ પ્લાસ્ટિકના અત્યંત સૂક્ષ્મ કણો જોવા મળે છે. આ નાના કણોને માઇક્રોપ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે.

Mechanisms Underlying Male Reproductive Toxicity Induced by Sublethal  β-Cypermethrin Exposure in Antheraea pernyi (Guérin-Méneville, 1855)  (Saturniidae)

અગાઉ માઇક્રોપ્લાસ્ટિકને માત્ર પર્યાવરણ માટેનો ખતરો માનવામાં આવતો હતો, પરંતુ હવે વૈજ્ઞાનિકો અને તબીબોમાં ચિંતા વધી રહી છે કે આ કણો માનવ શરીરમાં પણ પ્રવેશી રહ્યા છે અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.

Microplastics and human health | Science

માનવ શરીરમાં પહોંચી ચૂક્યા છે માઇક્રોપ્લાસ્ટિક

માઇક્રોપ્લાસ્ટિક એવા પ્લાસ્ટિક કણો છે જેનો કદ પાંચ મિલીમીટરથી પણ નાનો હોય છે. મોટા પ્લાસ્ટિક ઉત્પાદનો સમય જતાં તૂટી જઈને આ સૂક્ષ્મ કણોમાં ફેરવાઈ જાય છે.

How do microplastics impact our gut health? - EHN

તાજેતરના અભ્યાસોમાં વૈજ્ઞાનિકોએ માનવ લોહી, ફેફસા, પ્લેસેંટા, સ્પર્મ અને મહિલાઓના ઓવરીમાં રહેલા ફોલિક્યુલર ફ્લુઈડમાં પણ માઇક્રોપ્લાસ્ટિકની હાજરી નોંધાવી છે. જેના કારણે હવે તેના ફર્ટિલિટી પરના પ્રભાવને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

Microplastics Testing Kit | How To Screen For Microplastics in Humans –  MicroplastX

વંધ્યત્વનું કારણ બની શકે?

2024માં યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકોના સંશોધનમાં માનવ ટેસ્ટિક્યુલર ટિશ્યૂમાં માઇક્રોપ્લાસ્ટિક કણો જોવા મળ્યા હતા. અન્ય કેટલાક અભ્યાસોમાં મહિલાઓના ફોલિક્યુલર ફ્લુઈડમાં પણ આ કણોની હાજરી નોંધાઈ છે.

Microplastics and our health: What the science says

જોકે વૈજ્ઞાનિકો હજુ સીધું એવું કહી રહ્યા નથી કે માઇક્રોપ્લાસ્ટિક જ વંધ્યત્વનું મુખ્ય કારણ છે, પરંતુ તેના સંભવિત જોખમોને લઈને ચિંતા વધી રહી છે.

Tiny plastic bits are now found hiding deep inside the human body -  Earth.com

શરીર પર કેવી અસર થઈ શકે?

ફર્ટિલિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારી શકે છે. જેના કારણે હાનિકારક અણુઓ ઝડપથી વધી સેલ્સને નુકસાન પહોંચાડી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે લાંબા સમય સુધી માઇક્રોપ્લાસ્ટિકના સંપર્કમાં રહેવાથી પુરુષોમાં સ્પર્મની ગુણવત્તા અને ગતિશીલતા પર અસર પડી શકે છે. સાથે જ DNAને નુકસાન થવાની શક્યતા પણ વધી શકે છે.

મહિલાઓમાં ઓવરીની ક્ષમતા, એગ ક્વોલિટી અને ફર્ટિલાઇઝેશન પ્રક્રિયા પર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

The Plastic Inside Us | UCSF Magazine

અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ખતરો

ફર્ટિલિટી સિવાય માઇક્રોપ્લાસ્ટિક ઇમ્યુન સિસ્ટમ, હાર્ટ હેલ્થ, મેટાબોલિઝમ અને હોર્મોનલ સિસ્ટમ માટે પણ જોખમી માનવામાં આવે છે. જોકે આ મુદ્દે હજુ વધુ સંશોધન ચાલી રહ્યું છે.

Microplastics and Your Health: What You Need to Know About These Hidden  Toxins | Integrative Medicine of Arizona

માઇક્રોપ્લાસ્ટિકથી બચવા શું કરવું?

નિષ્ણાતો અનુસાર, પ્લાસ્ટિકની બોટલના બદલે કાચ અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકના ડબ્બામાં ખોરાક ગરમ કરવાનું ટાળવું, ઓછા પેકેજ્ડ ફૂડ્સ ખાવા, ફિલ્ટર કરેલું પાણી પીવું અને ફળ-શાકભાજીથી ભરપૂર આહાર લેવો લાભદાયક બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *