પદ્મનાભસ્વામી મંદિર એ સમયે ચર્ચામાં આવ્યું જ્યારે મંદિરની તિજોરમાં સોના, હીરા, કિંમતી રત્નો અને ઐતિહાસિક ઝવેરાતનો જંગી ખજાનો મળ્યો હતો. ચાલો જાણીએ પદ્મનાભસ્વામી મંદિરના ઇતિહાસ, મહત્વ અને રહસ્ય વિશે.
/indian-express-gujarati/media/media_files/2026/06/17/padmanabhaswamy-temple-2026-06-17-13-54-15.jpg)
ભારતમાં ઘણા મંદિરો છે જે ધાર્મિક મહત્વ, સ્થાપત્ય શૈલી અને રહસ્યના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દુનિયાભરના રહસ્યમયી મંદિરોમાં કેરળના પાટનગર તિરુવનંતપુરમના શ્રી પદ્મનાભસ્વામી મંદિર વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે.

પદ્મનાભસ્વામી મંદિર ભારતના સૌથી પ્રખ્યાત વિષ્ણુ મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન વિષ્ણુના અનંતશયન સ્વરૂપને સમર્પિત છે અને તેને વૈષ્ણવ પરંપરાના 108 દિવ્ય સ્વરૂપમાં સામેલ માનવામાં આવે છે. તેના અદ્ભુત સ્થાપત્ય, ધાર્મિક મહત્વ અને મંદિરની ગુપ્ત તિજોરીમાં મળેલા ખજાનાને કારણે, આ મંદિર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ પદ્મનાભસ્વામી મંદિરનું મહત્વ અને ઇતિહાસ.
![]()
પદ્મનાભસ્વામી મંદિરનું ધાર્મિક મહત્વ શું છે?
હિંદુ માન્યતાઓ અનુસાર, આ મંદિરમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર યોગનિદ્રા અવસ્થામાં બિરાજમાન છે. ઘણા પુરાણો અને પ્રાચીન ગ્રંથોમાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બલરામે પણ આ તીર્થધામની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. આ મંદિર વૈષ્ણવ ભક્તો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને અહીં દર્શન કરવાથી વિશેષ આધ્યાત્મિક પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

પદ્મનાભસ્વામી મંદિરનો ઇતિહાસ
મંદિરના નિર્માણ અંગે કોઈ ચોક્કસ ઐતિહાસિક તારીખનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ પ્રાચીન સાહિત્ય, પુરાણો અને ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, મંદિરનું અસ્તિત્વ ઓછામાં ઓછી ૮ મી-૯ મી સદી જૂનું હોવાનું માનવામાં આવે છે, જ્યારે ઘણા વિદ્વાનો તેના કરતા પણ વધારે પ્રાચીન માને છે.

તમને જણાવી દઈએ કે ૧૮ મી સદીમાં ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ પોતાનું રાજ્ય ભગવાન પદ્મનાભના ચરણોમાં સમર્પિત કર્યું હતું. ત્યારબાદથી ત્રાવણકોરનો રાજવી પરિવાર પોતાને ભગવાનનો સેવક માને છે.

પદ્મનાભસ્વામી મંદિર પાસે કેટલો ખજાનો છે?
પદ્મનાભસ્વામી મંદિર એ સમયે ચર્ચામાં આવ્યું જ્યારે મંદિરની તિજોરમાં સોના, હીરા, કિંમતી રત્નો અને ઐતિહાસિક ઝવેરાતનો જંગી ખજાનો મળ્યો હતો. ત્યારબાદ પદ્મનાભસ્વામી મંદિર દુનિયાના સૌથી ધનવાન મંદિરોમાં સામેલ થયું છે. જો કે, મંદિરની કેટલીક તિજોરીઓ આજે પણ ખોલવામાં આવી નથી, જેના કારણે મંદિર વિશે હજી પણ ઘણા રહસ્યો અકબંધ છે.
)
કેરળના શ્રી પદ્મનાભસ્વામી મંદિરને વિશ્વનું સૌથી ધનિક પૂજા સ્થળ માનવામાં આવે છે. આ મંદિરની છ ભૂગર્ભ ખજાના ભંડાર માંથી જંગી ખજાનો મળ્યો હતો, જેનું મૂલ્ય અંદાજ ૧.૨ લાખ કરોડ થી ૨ લાખ કરોડ રૂપિયાની વચ્ચે (૨૦ થી ૨૨ બિલિયન ડોલર) હોવાનું મનાય છે. મૂલ્યાંકન કરાયેલા ખજાનામાં ૧૧૦૦ કિલોથી વધુ સોના ચાંદીનો દાગીના સિક્કા અને કલાકૃતિઓ મળી હતી. જેમા સૌથી ખાસ છે શુદ્ધ સોનાથી મઢેલી ભગવાન વિષ્ણુની મુખ્ય મૂર્તિ, જેની કિંમત ₹ ૫૦૦ કરોડથી વધુ છે. આ ખજાનામાં હીરા જડિત મુગટ, સોનાના હાર અને સદીઓ જૂના પ્રાચીન રત્નોનો પણ સમાવેશ થાય છે
મંદિર સ્થાપત્ય શૈલી

પદ્મનાભસ્વામી મંદિર કેરળ અને દ્રવિડ સ્થાપત્ય શૈલીઓનું સુંદર સંગમ છે. વિશાળ ગોપુરમ, ઉત્કૃષ્ટ પથ્થરની કોતરણી અને ભવ્ય મંડપ ભક્તો અને દર્શનાર્થીઓને આકર્ષિત કરે છે.
પદ્મનાભસ્વામી મંદિર કેવી રીતે પહોંચવું?
![]()
સૌથી નજીકનું એરપોર્ટ તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથક છે, જે મંદિરથી લગભગ ૬-૭ કિલોમીટર દૂર છે. તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન મંદિરથી લગભગ ૧ કિમી દૂર છે. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે રિક્ષા અને કાર સરળતાથી ઉપલબ્ધ છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
