મહાભારતની કથા સાથે જોડાયેલું એક જાણીતો પ્રસંગ છે કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના હિતમાં હસ્તિનાપુરની રાજસભામાં માત્ર પાંચ ગામોની માગ કરે છે, પરંતુ દુર્યોધન અહંકારવશ તે માગ પણ સ્વીકારતો નથી. કહેવાય છે કે ત્યારબાદ જ મહાભારતના વિનાશકારી યુદ્ધનો માર્ગ મોકળો થયો હતો.

ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, પાંડવોએ માંગેલા આ પાંચ ગામો આજે પણ અલગ-અલગ નામોથી અસ્તિત્વમાં છે. આ સ્થળો ઉત્તર ભારતના મહત્ત્વના ઐતિહાસિક અને ધાર્મિક કેન્દ્રો તરીકે ઓળખાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Mahabharat-5-Village-2.jpg)
ઇન્દ્રપ્રસ્થ
પાંડવોને હસ્તિનાપુરમાંથી નિષ્કાસિત કરવામાં આવ્યા બાદ તેમણે ઇન્દ્રપ્રસ્થને પોતાની રાજધાની બનાવી હતી. માન્યતા મુજબ આજની દિલ્હીમાં આવેલો જૂનો કિલ્લો પ્રાચીન ઇન્દ્રપ્રસ્થનું સ્થાન માનવામાં આવે છે. પુરાતત્વીય શોધોમાં અહીંથી પ્રાચીન કાળના અવશેષો પણ મળી આવ્યા હોવાનું જણાવાય છે.
વ્યાઘ્રપ્રસ્થ
પાંડવો દ્વારા માંગવામાં આવેલા પાંચ ગામોમાં પ્રથમ ગામ વ્યાઘ્રપ્રસ્થ હતું, જેને આજે બાગપત તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર આ વિસ્તાર લાક્ષાગૃહની ઘટનાથી પણ જોડાયેલો માનવામાં આવે છે.
સ્વર્ણપ્રસ્થ
બીજું ગામ સ્વર્ણપ્રસ્થ હતું, જે સમય જતાં સોનીપત તરીકે ઓળખાવા લાગ્યું. આજે તે હરિયાણાનું મહત્ત્વનું શહેર છે.
પાંડુપ્રસ્થ
ત્રીજું ગામ પાંડુપ્રસ્થ હતું, જેને વર્તમાન સમયમાં પાણીપત તરીકે ઓળખવામાં આવે છે. મહાભારત યુદ્ધ સાથે જોડાયેલા અનેક ઐતિહાસિક સંદર્ભો આ વિસ્તાર સાથે સંકળાયેલા છે.
તિલપ્રસ્થ
ચોથું ગામ તિલપ્રસ્થ હતું, જે આજે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં આવેલા તિલપત તરીકે ઓળખાય છે. આ સ્થળને અત્યંત પ્રાચીન વસાહત તરીકે માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Mahabharat-5-Village-4.jpg)
કુરુક્ષેત્ર આસ્થાનું પ્રતીક
કુરુક્ષેત્રને પણ મહાભારત સાથે જોડાયેલા સૌથી પવિત્ર સ્થળોમાં સ્થાન આપવામાં આવે છે. માન્યતા છે કે અહીં જ ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. આજે પણ કુરુક્ષેત્ર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.

આ ઉપરાંત હસ્તિનાપુરને મહાભારતનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. કૌરવોની રાજધાની રહેલું હસ્તિનાપુર આજે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલું મહત્વનું તીર્થસ્થળ છે.

જોકે આ તમામ માહિતી પૌરાણિક ગ્રંથો, ધાર્મિક માન્યતાઓ અને લોકપરંપરાઓ પર આધારિત છે, તેમ છતાં મહાભારત સાથે જોડાયેલા આ સ્થળો આજે પણ કરોડો લોકોની આસ્થા અને રસનું કેન્દ્ર બની રહ્યા છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
