પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો ગણી શકાય નહીં

વિદેશ મંત્રાલયની મહત્વપૂર્ણ સ્પષ્ટતા: પાસપોર્ટ તે માત્ર ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે

Aadhaar, PAN, ration card not enough: Government lists valid citizenship  documents - India Today

પાસપોર્ટને ઘણા લોકો ભારતીય નાગરિકતાનો અંતિમ પુરાવો માને છે, પરંતુ વિદેશ મંત્રાલયે આ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે પાસપોર્ટ મુખ્યત્વે એક મુસાફરી દસ્તાવેજ છે અને તેને નાગરિકતાનો સંપૂર્ણ અને અંતિમ પુરાવો ગણાવી શકાય નહીં. તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧.૫ કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ જારી કરવામાં આવી હતી, જેમાંથી આશરે ૧.૩૯ કરોડ પાસપોર્ટ હતા. આ નિવેદન નાગરિકતા અને ઓળખ સંબંધિત દસ્તાવેજોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Proving Indian Nationality - SIR : India Law Offices

 
પાસપોર્ટ સેવાઓમાં નોંધપાત્ર વધારો
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા એક દાયકામાં પાસપોર્ટ સેવાઓમાં મોટો વિસ્તાર થયો છે. હાલમાં દેશમાં ૫૪૫ પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત છે.  જ્યારે દસ વર્ષ પહેલાં તેમની સંખ્યા માત્ર ૭૭ હતી. પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSK) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSK) ખાતે અરજીઓની પ્રક્રિયા ૪૫ મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ રહી છે. પોલીસ વેરિફિકેશન સિવાય સામાન્ય રીતે પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયામાં છ કાર્યકારી દિવસોનો સમય લાગે છે. મંત્રાલયે જણાવ્યું કે ગયા વર્ષે ૧૦ નવા POPSK શરૂ કરવામાં આવ્યા હતા અને આ વર્ષે વધુ ૧૦ કેન્દ્રો શરૂ કરવાની યોજના છે.
Renunciation of Indian Citizenship
ભારતીયો માટે વધ્યા આંતરરાષ્ટ્રીય પ્રવાસના વિકલ્પો
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય પાસપોર્ટ ધારકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી હવે વધુ સરળ બની રહી છે. હાલમાં ૨૭ દેશો ભારતીયોને વિઝા-મુક્ત પ્રવેશ આપે છે.  જ્યારે 2019માં આ સંખ્યા ૧૬ હતી. ઉપરાંત ૪૭ દેશોમાં ભારતીયોને ‘વિઝા-ઓન-અરાઈવલ’ની સુવિધા ઉપલબ્ધ છે અને ૬૬ દેશો ભારતીય નાગરિકો માટે ઇ-વિઝા સુવિધા આપે છે. યુરોપ સહિત અનેક દેશો સાથે કરવામાં આવેલા ગતિશીલતા કરારો (Mobility Agreements) વિદ્યાર્થીઓ, સંશોધકો, વ્યાવસાયિકો અને પ્રવાસીઓની અવરજવર સરળ બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે.
How To Get Indian Citizenship? » Gkfunda
 
નાગરિકતા અંગે કાયદો શું કહે છે?
ભારતીય નાગરિકતા અંગેનો કાયદો જન્મ તારીખ અને માતા-પિતાની નાગરિકતા પર આધારિત છે. કાયદા મુજબ 26 જાન્યુઆરી ૧૯૫૦ થી ૧ જુલાઈ ૧૯૮૭ વચ્ચે ભારતમાં જન્મેલી વ્યક્તિ આપમેળે ભારતીય નાગરિક ગણાય છે. જોકે, ૧ જુલાઈ ૧૯૮૭ પછી જન્મેલા વ્યક્તિ માટે માત્ર ભારતમાં જન્મવું પૂરતું નથી. આવા કિસ્સામાં માતા અથવા પિતામાંથી ઓછામાં ઓછા એક ભારતીય નાગરિક હોવા જરૂરી છે. ૨૦૧૩ માં બોમ્બે હાઇકોર્ટએ પણ એક કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ, આધાર કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર માત્રના આધારે નાગરિકતા સાબિત થઈ શકતી નથી, જો માતા-પિતાની નાગરિકતા અંગે પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોય. આથી, પાસપોર્ટ મુસાફરી માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, પરંતુ નાગરિકતાના અંતિમ પુરાવા તરીકે તેને એકલા આધારરૂપ ગણાવી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *