ગુજરાત માટે મોટા સમાચાર !

મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન

UP Bullet Train Route Stations Delhi to Varanasi Lucknow Siliguri Travel  Time DPR Updates

કેન્દ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે દિલ્હી-વારાણસી-સિલીગુડી હાઈસ્પીડ રેલ કૉરિડોર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના અનુભવોથી શીખ મેળવી દિલ્હી-વારાણસી-સિલિગુડી બુલેટ ટ્રેનની કામગીરી આગળ વધારવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટ પછી વારાણસી-પટણા-સિલીગુડી રૂટ તૈયાર કરવામાં આવશે. આનો લાભ બિહાર અને બંગાળ સહિત ૪ રાજ્યોને મળશે, કારણ કે દિલ્હી-સિલીગુડી બુલેટ ટ્રેન ચાર રાજ્યોને જોડશે, જે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન રૂટ હશે. સરકારે બે વર્ષની અંદર બુલેટ ટ્રેનનું કામ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાંથી સૌથી વધુ દિલ્હી-વારાણસી કૉરિડોરને પ્રાથમિકતામાં રખાઈ છે.

Delhi-Varanasi bullet train project to cut Delhi-Lucknow travel time to  just 2 hrs: Vaishnaw

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અને રેલવે મંત્રાલય ભવિષ્યમાં દિલ્હીને વિશાળ હાઈ સ્પીડ રેલ (HSR) હબ બનાવવાની વિચારણા કરી રહી છે, જેમાં દિલ્હી-વારાણસી હાઈસ્પીડ કૉરિડોર ઉપરાંત દિલ્હી-અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર, દિલ્હી-અમૃતસર-જમ્મૂ કૉરિડોર સામેલ છે.

Delhi To Varanasi In 4 Hrs, Varanasi To Siliguri Via Patna In 180 Minutes:  Check Routes Of These Bullet Trains

દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટની લંબાઈ ૮૭૬ કિલોમીટર છે. આ ટ્રેન દિલ્હી (હજરત નિજામુદ્દીન), નોઈડા, જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, મથુરા, આગરા, ફિરોજાબાદ, ઈટાવા, કન્નૌજ, લખનઉ, રાયબરેલી, પ્રયાગરાજ (ઈલાહાબાદ), ન્યૂ ભદોહીથી થઈને વારાણસી પહોંચશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) પર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાનો પણ પ્રસ્તાવ છે. આ પ્રોજેક્ટ હેઠળ અયોધ્યા અને લખનઉનો ૧૩૫ કિલોમીટર રૂટને કનેક્ટ કરવાની પણ યોજના સામેલ છે.

Delhi-Varanasi Bullet Train To Cut Jewar-Lucknow Travel Time To Just 100  Minutes: Ashwini Vaishnaw's Big Plan | India News - News18

દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કૉરિડોર

  • દિલ્હીથી લખનઉ માત્ર ૨ કલાક ૧૦ મિનિટમાં પહોંચી જવાશે.
  • નોઈડા એરપોર્ટથી લખનઉ ૧ કલાક ૪૦ મિનિટમાં પહોંચી જવાશે.
  • દિલ્હીથી વારાણસી માત્ર ૩ કલાક ૫૦ મિનિટમાં (હાલ ૧૧ થી ૧૨ કલાક સમય લાગે છે) પહોંચી જવાશે.
  • દેશમાં નવા ૭ બુલેટ ટ્રેન કૉરિડર બનાવવાની કામગીરી

દેશથી કેટલી બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન?

  • દિલ્હી – વારાણસી (વાયા અયોધ્યા)
  • દિલ્હી – વારાણસી – સિલીગુડી બુલેટ ટ્રેન
  • દિલ્હી – અમદાવાદ
  • દિલ્હી – અમૃતસર – જમ્મૂ કૉરિડોર

Delhi-Varanasi High Speed Rail To Cut Delhi-Airport Travel To 21 Minutes;  Route, Stations Detailed - Oneindia News

દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટનો ખર્ચ લગભગ ૧.૨૧ લાખ કરોડ રૂપિયા છે, આમાં એલિવેટેડ ટ્રેક, નોઈડા એરપોર્ટ પાસે ૯.૪ કિલોમીટર લાંબી સુરંગ અને નદી પર પુલ બનાવવાનો પ્રસ્તાવ છે. દિલ્હી-વારાણસી કૉરિડોરને આગળ વારાણસી-પટણા-સિલીગુડી કૉરિડોર સાથે જોડવાનો પણ પ્લાન છે.

Delhi Announces ₹2,711 Crore Railway Budget and First High-Speed Train to  Varanasi, ETInfra

દેશના બુલેટ ટ્રેન રૂટોની લંબાઈ

૧… દિલ્હી – સિલીગુડી કૉરિડોર  : લંબાઈ લગભગ ૧૭૦૫ કિલોમીટર… પ્રસ્તાવ મુજબ, આ ભારતનો સૌથી લાંબો હાઈસ્પીડ બુલેટ ટ્રેન રૂટ છે.

૨… દિલ્હી – અમદાવાદ કૉરિડોર (Delhi–Ahmedabad Corridor) : લંબાઈ ૮૮૬ કિલોમીટર, આ રૂટ પર આવતા સ્ટેશનો – દિલ્હી, ગુરુગ્રામ, જયપુર, ઉદયપુર, અમદાવાદ…, આ પ્રોજેક્ટનો અંતિમ બ્લુપ્રિન્ટ એટલે કે રિપોર્ટને મંજૂરી મળી ગઈ છે.

૩… દિલ્હી – વારાણસી કૉરિડોર  : લંબાઈ ૮૬૫ કિલોમીટર, આ રૂટ પર આવતા સ્ટેશનો – દિલ્હી, નોઈડા, આગરા, કાનપુર, લખનઉ, વારાણસી… આ પ્રોજેક્ટના રિપોર્ટને પણ મંજૂરી મળી ગઈ છે, જ્યારે અયોધ્યા માટે અલગ કનેક્ટિંગ રૂટ પણ બનાવવાનો પ્રસ્તાવ છે.

૫… મુંબઈ – નાગપુર કૉરિડોર  : લંબાઈ ૭૩૬ થી ૭૫૩ કિલોમીટર, રૂટ – મુંબઈ, નાસિક, ઔરંગાબાદ, નાગપુર : પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી મળી ગઈ છે. હવે આ પ્રોજેક્ટને આગામી તબક્કામાં શરૂ કરવામાં આવશે.

૬… મુંબઈ – હૈદરાબાદ કૉરિડોર  : લંબાઈ ૭૦૯ કિલોમીટર, (જો રૂટ ચેન્જ કરવામાં આવે એટલે કે, પુણે-હૈદરાબાદ થઈને ટ્રેન દોડાવવામાં આવે તો લંબાઈ ૬૭૧ કિલોમીટર)… આ રૂટમાં મુંબઈ, પુણે, સોલાપુર, હૈદરાબાદનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

૭… મુંબઈ – અમદાવાદ કૉરિડોર  : લંબાઈ ૫૦૮ કિલોમીટર, રૂટ – મુંબઈ, થાણે, વાપી, સૂરત, વડોદરા, અમદાવાદ… આ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન રૂટ છે, જે ૨૦૨૭ સુધીમાં શરૂ થવાની ધારણા છે.

૯… દિલ્હી – અમદાવાદ હાઈ-સ્પીડ કૉરિડોર , રૂટની લંબાઈ 886 કિલોમીટર… આ રૂટમાં દિલ્હી (દ્વારકા), ગુરુગ્રામ, રેવાડી, અલવર, જયપુર, અજમેર, ઉદયપુરથી સાબરમતી (અમદાવાદ)… આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે, તે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના શહેરોમાંથી પસાર થશે. આ ઉપરાંત આગળ અમદાવાદ-મુંબઈ સાથે જોડવામાં આવી શકે છે.

૧૦… દિલ્હી – અમૃતસર – જમ્મૂ કૉરિડોર  : લંબાઈ ૪૫૦-૫૦૦ કિલોમીટર, દિલ્હીથી અમૃતસર ૨ કલાકમાં પહોંચી જવાશે. આ રૂટના સ્ટેશન – દિલ્હી, રોહતક, જીંદ, કૈથલ, ચંડીગઢ (મોહાલી), લુધિયાના, જાલંધરથી અમૃતસર (ભવિષ્યમાં પઠાનકોટ રૂટ પરથી જમ્મુ-કટરા સુધી લંબાવવાની યોજના છે.)

Delhi–Varanasi bullet train station to come up at Sarai Kale Khan - CNBC  TV18

પ્રોજેક્ટની અન્ય વિગતો

— ૭ બુલેટ ટ્રેન કૉરિડોર માટે ૧૬ લાખ કરોડ ખર્ચ થવાની ધારણા

— રેલવે દર વર્ષે ૨૫૦ કિલોમીટર બુલેટ ટ્રેન કૉરિડોર બનાવશે

— મુંબઈ-અમદાવાદ કૉરિડોર ઓગસ્ટ-૨૦૨૭ સુધીમાં પુરો થશે

delhi varanasi bullet train Lucknow ayodhya noida high speed rail corridor  up 14 cities benefit | UP में दौड़ेगी जापान जैसी बुलेट ट्रेन,  दिल्ली-लखनऊ-काशी रूट पर बड़ा अपडेट | Hindi News, लखनऊ

દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેનના વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારબાદ વારાણસી-સિલીગુડી રૂટના રિપોર્ટનું કામ હાથ ધરાશે. દિલ્હી, નોઈડા, વારાણસી, આગરા, મથુરા, વારાણસી, સિલીગુડી અને અમદાવાદથી મુંબઈ, પુણે, હૈદરાબાદ, વારાણસી, પટણા, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા શહેરો વચ્ચે બુલેટ ટ્રેનનું નેટવર્ક હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *