જાપાનના પીએમ સાને તાકાઇચી ભારતની મુલાકાતે

ભારત-જાપાન સમિટ: જાપાનના પીએમ સાને તાકાઇચી ભારતની મુલાકાતે

Sanae Takaichi India Visit Live: Japan PM Sanae Takaichi begins India visit,  to address summit with PM Modi - India Today

ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી ગઈકાલે ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે ભારત આવી પહોંચ્યા છે. જાપાનના પીએમ તરીકે સાને તાકાઇચીની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને ૧૬ માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.

Rupee-Yen Payment System Modi-Takaichi Summit | India Japan Dollar-Free  Trade

દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર મંથન

આ હાઈ-પ્રોફાઈલ શિખર સંમેલન બંને દેશો માટે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવા અને તેને વધુ સુદ્રઢ બનાવવાની ઉત્તમ તક પૂરી પાડશે. બંને નેતાઓ પરસ્પર હિતના વિવિધ ક્ષેત્રો, આર્થિક ભાગીદારી, ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા સહિતના મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશોના વડાઓ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે.

PM Modi accords ceremonial welcome to Japanese PM Sanae Takaichi - The  Economic Times

મહત્વના કરારોની આશા: 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાને તાકાઇચી વચ્ચેની આ દ્વિપક્ષીય વાતચીત બાદ સંરક્ષણ, વ્યાપાર અને ગ્રીન એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વના કરારો (MoUs) પર હસ્તાક્ષર થવાની પ્રબળ સંભાવના છે.

Japan PM Sanae Takaichi Arrives in India for Key Talks With PM Modi

દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

ગઈકાલે જાપાનના પ્રધાનમંત્રી નવી દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે તેમનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે એરપોર્ટ પર જાપાની પીએમની આગેવાની કરી હતી અને ભારત વતી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Japan PM Sanae Takaichi Update; Shinzo Abe | LDP Party

બંને દેશોના રાજદ્વારી સંબંધોના ઈતિહાસમાં આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જે આગામી સમયમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં નવા સમીકરણો સર્જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *