ઇ-૨૦ ની ગોલમાલ

E20ની ગોલમાલ: ભાવ શુદ્ધ પેટ્રોલનો પણ વિતરણમાં ભેળસેળ! ગુજરાતની પ્રજા પાસેથી રૂ.643 કરોડ લૂંટાયા

વાહનો માટે એપ્રિલથી દેશભરમાં ઇ-૨૦ પેટ્રોલ ફરજિયાત કરાતા તેના ફાયદા અને ગેરફાયદા વિશેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઇ-૨૦ ના લીધે ક્યાંક પેટ્રોલની ટાંકીમાં કીડીઓ ચોંટી ગઈ હોવાના તો ક્યાંક ખાલી બોટલમાં ઇ-૨૦ પેટ્રોલ ભરી રાખ્યા બાદ તેનો રંગ બદલાઈ જતો હોવાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જો કે, માત્ર ઈંધણની ગુણવત્તા જ નહીં, ભાવ બાબતે પણ અનેક સવાલ ઉઠ્યા છે. પેટ્રોલમાં ૨૦ % ઈથેનોલ ભેળવવાથી લિટર દીઠ તેની કિંમત ૬.૬૭ થી ૮ રૂપિયા જેટલી ઘટી જાય છે. પરંતુ લોકો પાસેથી તો હજી ૧૦૦ % શુદ્ધ પેટ્રોલના ભાવ વસૂલવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતની જનતા પાસેથી ૬૪૩ કરોડ રૂપિયાથી વધુની રકમ ખંખેરી એક પ્રકારે જાણે છેતરપિંડી કરાઈ છે!

E20 petrol under fire! Mileage, engine fears and politics behind India's  ethanol debate | Indiablooms - First Portal on Digital News Management

મોંઘા ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટાડવા વાહનો માટે ઈંધણના વાજબી વિકલ્પ શોધી તેના પર પ્રયોગો શરૂ કરી દેવાયા છે. જેને પગલે પહેલી એપ્રિલથી ૨૦ % ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ વેચાઈ રહ્યું છે. પરંતુ લોકો પાસેથી હજી ૧૦૦ % શુદ્ધ પેટ્રોલના જ ભાવ વસૂલાય છે. એક અંદાજ મુજબ એક લિટર ઈથેનોલની સરેરાશ કિંમત ૬૧.૫ રૂપિયા છે. જેથી ૨૦ % ઈથેનોલનો ભાવ ૧૨.૩ રૂપિયા થાય છે.

Survey finds E20 fuel linked to rising repairs in older cars

બીજી બાજુ એપ્રિલમાં જ્યારે ઈથેનોલ ફરજિયાત કરાયું ત્યારે રાજ્યમાં ૧૦૦ % શુદ્ધ પેટ્રોલ ૯૪.૮૪ રૂપિયા પ્રતિ લિટર હતું. પરંતુ ૨૦ % એટલે ૨૦૦ એમએલ ઈથેનોલ ઉમેર્યા બાદ હવે એક લિટર ઈંધણમાં પેટ્રોલની માત્રા ૮૦૦ એમએલ થઈ ગઈ છે. તેવામાં જૂના ભાવ મુજબ ૮૦ % પેટ્રોલનો ભાવ ૭૫.૮૭ જેટલો થાય છે. જેમાં ૧૨.૩ રૂપિયા ઈથેનોલના ભાવ ઉમેરવાથી કિંમત ૮૮.૧૭ રૂપિયાએ પહોંચે છે. પરંતુ તેની સામે પોણા બે મહિના સુધી ૯૪.૮૪ રૂપિયા જ વસૂલાતા હતા! જેથી લોકોએ લિટર પર ૬.૬૭ રૂપિયા વધુ ચૂકવવા પડ્યા હતા.

Supreme Court on E20 Petrol and Its Impact 2025

જ્યારે ૨૫ મી મેથી પેટ્રોલના ભાવ વધીને ૧૦૧.૮૩ રૂપિયા થઈ જતા ૮૦ % પેટ્રોલની કિંમત ૮૧.૪૬ રૂપિયા થાય છે. જેમાં ઈથેનોલના ૧૨.૩ રૂપિયા ઉમેર્યા બાદ ભાવ ૯૩.૭૬ રૂપિયાએ પહોંચે છે. પરંતુ પેટ્રોલનો ભાવ હજી ૧૦૧.૮૩ રૂપિયા છે. પરિણામે હાલ જનતા પાસેથી લિટરે ૮.૦૭ રૂપિયા વધુ વસૂલાઈ રહ્યા છે.

Centre Dismisses Misinformation on Ethanol-Blended Petrol, Says E20 Prog  Scientifically Validated - NE Dispatch

આમ એપ્રિલથી ૨૫ મી મે સુધી પોણા બે મહિના દરમિયાન લોકોએ લિટરે ૬.૬૭ રૂપિયા અને હવે સવા મહિનાથી ૮ રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં દર મહિને ૩૦ કરોડ લિટર પેટ્રોલ વેચાય છે. આ ગણતરી પ્રમાણે ત્રણ મહિનામાં રાજ્યની પ્રજા પાસેથી ૬૪૩ કરોડ રૂપિયા વધારાના વસૂલાયા હતા. એટલે ઇ-૨૦ પેટ્રોલ પણ શુદ્ધ પેટ્રોલના ભાવે વેચી એક પ્રકારે છેતરપિંડી કરાઈ હોવાનું લોકો અનુભવી રહ્યા છે. ક્રૂડ ઓઈલનો વપરાશ ઘટાડવા ઈંધણના નવા વિકલ્પો આવે તે સારી બાબત છે. જેથી વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે. પરંતુ તેનો ફાયદો સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે પણ જરૂરી છે.

PIB Debunks Viral Claim Linking E20 Fuel Use To Insurance Claim Rejections  - Outlook Money

‘ઇ-૨૦ પેટ્રોલમાં સહેજ પણ ભેજ કે પાણી ભળશે તો વાહનમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે!’ આ પ્રકારની ચેતવણી આપતા બોર્ડ હાલ પેટ્રોલ પંપ બહાર લગાવવાના શરૂ કરી દેવાયા છે. ત્યારે ચોમાસામાં શહેર અને રાજ્યભરના માર્ગો જળમગ્ન હોવાથી પેટ્રોલની ટાંકીમાં પાણી જવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વિજ્ઞાનના નિયમ મુજબ પાણીના સંપર્કમાં આવતા જ ઈથેનોલ છૂટું પડીને ટાંકીમાં નીચે બેસી જશે અને પેટ્રોલ ઉપર જ રહેશે. જેથી એન્જિન શરૂ કરવામાં હાલાકી પડી શકે છે. તેમજ ટાંકીમાં કાટ લાગી શકે છે. ઉપરાંત એન્જિન સુધી વ્યવસ્થિત રીતે પેટ્રોલ ન પહોંચતા ચાલુ વાહનમાં પણ ઝટકા લાગી શકે છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૩ પહેલાના વાહનોના એન્જિન ઇ-૨૦ પેટ્રોલ મુજબ ડિઝાઇન કરાયા નથી. પરિણામે તે બગડી જતા લોકોના માથે રિપેરિંગનો તોતિંગ ખર્ચ આવવાની શક્યતા છે.

E20 Petrol Now Mandatory In India - What Every Car Owner Needs To Know |  Times Now

બ્રાઝિલ, અમેરિકામાં ઇ-૧૦ થી ઇ-૮૫ પેટ્રોલનો ઉપયોગ પરંતુ લોકોને શુદ્ધ ઈંધણ ખરીદવાનો પણ અપાતો વિકલ્પ

E20 petrol under fire! Mileage, engine fears and politics behind India's  ethanol debate | Indiablooms - First Portal on Digital News Management

આજે બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, થાઈલેન્ડ, સ્વીડન, અમેરિકા જેવા દેશોમાં ઇ-૧૦ થી લઈને ઇ-૮૫ સુધીના બ્લેન્ડેડ પેટ્રોલ વપરાઈ રહ્યા છે. બ્રાઝિલમાં તો ઇ-૧૦૦ એટલે સંપૂર્ણપણે ઈથેનોલથી વાહનો દોડી રહ્યા છે. પરંતુ મોટા ભાગના દેશોમાં લોકો તેમના વાહનના પ્રકાર પ્રમાણે કોઈ પણ મિક્સચર સાથેનો પેટ્રોલ ખરીદી શકે છે. જો તેમને ઈથેનોલ ના જોઈતો હોય તો ૧૦૦ % શુદ્ધ પેટ્રોલ પણ સરળતાથી મળી જાય છે. ત્યારે ભારતમાં પણ વાહનચાલકોને આવો વિકલ્પ મળે તેવી માંગ ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *