ગોધાવીથી હરિયાળીનું સપનું થશે સાકાર

ગુજરાત સરકારે હરિયાળા ગુજરાતના વિઝનને આગળ વધારવા માટે ‘વન કવચ’ મોડેલને રાજ્યવ્યાપી બનાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ નજીક ગોધાવીમાં ૧૦૦ હેક્ટરમાં રાજ્યનું સૌથી મોટું મહા વન કવચ વિકસાવવામાં આવશે. આ મોડેલ મિયાવાકી પદ્ધતિ કરતાં કેવી રીતે અલગ છે અને પર્યાવરણ માટે કેટલું અસરકારક છે તે જાણો.

ગુજરાતનું વન કવચ મોડેલ શું છે? ગોધાવીમાં બનશે સૌથી મોટું મહા વન કવચ | Gujarat  Van Kavach, how it is different from Miyawaki

ગુજરાત સરકારે જાપાનની મિયાવાકી પદ્ધતિથી પ્રેરણા લઈને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ તૈયાર કરેલા ‘વન કવચ’ મોડેલને હવે રાજ્યભરમાં વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હરિયાળી લોકસભા અભિયાનના ભાગરૂપે અમદાવાદ નજીક ગોધાવી ગામમાં ૧૦૦ હેક્ટરમાં ગુજરાતનું સૌથી મોટું ‘મહા વન કવચ’ વિકસાવવામાં આવશે.

Press VAN KAVACH A3 SIZE New 15 May Final.cdr

રાજ્યના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૧,૧૦૦ હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાંથી ૬૦૦ હેક્ટર વિસ્તાર માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૫૦૦ નવી ‘વન કવચ’ સાઇટ પણ તૈયાર કરવાની યોજના છે.

રબારીકા ગામના વન કવચની મુલાકાત લીધી… દોઢેક વર્ષ પહેલાં અહીં વન કવચ નું  નિર્માણ કરી વૃક્ષારોપણ કર્યું હતું. આજે એ જ વન કવચમાં પક્ષીઓનો કલરવ ...

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર, ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૮૨ વન કવચો તૈયાર કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ રોપાઓનું વાવેતર થશે, જેમાંથી લગભગ ૬૦ લાખ રોપાઓ વન કવચ મોડેલ હેઠળ વાવવામાં આવશે.

📍 વન કવચ - સામાજીવ વનીકરણ રેન્જ, બોટાદ વન વિભાગની અસરકારક કામગીરીથી  હરિયાળું ગુજરાતનું સપનું સાકાર થઈ રહ્યું છે 🌳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *