શું તમે જાણો છો કે લાલ અને લીલા રંગ ઉપરાંત, પેકેટ પર છપાયેલા બીજા ઘણા રંગના નિશાન હોય છે, જેનો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે દરેક રંગ કોડનો અર્થ શું છે અને કયા રંગનું પેકેટ ભૂલથી ન ખરીદવું જોઈએ
/indian-express-gujarati/media/media_files/2026/08/03/food-packets-colour-codes-meaning-2026-08-03-17-50-45.jpg)
જ્યારે તમે બજારમાં કે મોલમાં વસ્તુઓ ખરીદવા જાઓ છો, ત્યારે તમને ચિપ્સ, બિસ્કિટ કે નાસ્તાની વસ્તુઓના પેકેટ પર અલગ અલગ રંગ કોડ જોવા મળે છે. મોટાભાગના લોકો પેકેટ પર છપાયેલા લાલ અને લીલા રંગના નિશાનનો અર્થ જોઈને તરત જ સમજી જાય છે કે તેમણે તે પેકેટ ખરીદવું જોઈએ કે નહીં.

પરંતુ શું તમે જાણો છો કે લાલ અને લીલા રંગ ઉપરાંત, પેકેટ પર છપાયેલા બીજા ઘણા રંગના નિશાન હોય છે, જેનો અર્થ બહુ ઓછા લોકો જાણે છે. ચાલો જાણીએ કે દરેક રંગ કોડનો અર્થ શું છે અને કયા રંગનું પેકેટ ભૂલથી ન ખરીદવું જોઈએ.

લાલ રંગ
આ રંગ કોડ સૂચવે છે કે આ ખાદ્ય ઉત્પાદન માંસાહારી છે. જો તમે શાકાહારી છો તો તેને ખરીદવાનું ટાળો.

લીલો રંગ
ફૂડ પેકેટ પરનો લીલો રંગ કોડ સૂચવે છે કે આ ખાદ્ય ઉત્પાદન સંપૂર્ણપણે શાકાહારી છે. આનો અર્થ એ છે કે તેને બનાવતી વખતે, માંસ, ઈંડું કે અન્ય કોઈપણ પ્રાણી ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

વાદળી રંગ
લીલા અને લાલ રંગ ઉપરાંત વાદળી કલરનો કોડ પણ હોય છે. આ રંગનો કોડ સૂચવે છે કે આ ઉત્પાદન મેડિકલ સાથે જોડાયેલું છે. જેનો અર્થ છે કે તેનો ઉપયોગ કોઇ તબીબી સ્થિતિમાં થઈ શકે છે અને ડૉક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ કરશો નહીં.

પીળો રંગ
ખાદ્ય ઉત્પાદનોના પેકેટ પરનો આ રંગ કોડ સૂચવે છે કે આ પ્રોડક્ટમાં ઇંડા ઉપલબ્ધ છે. ઘણા લોકો એલર્જી અથવા ધાર્મિક કારણોસર ઇંડા ખાવાનું ટાળે છે, આવા લોકો માટે આ રંગ કોડ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બ્લેક રંગ
જો કોઈ ખાદ્ય ઉત્પાદનના પેકેટ પર બ્લેક નિશાન હોય તો તે સૂચવે છે કે તે ઉત્પાદનમાં મોટી માત્રામાં કેમિકલ્સ હાજર છે. જે સ્વાદ વધારવા, રંગ આપવા અથવા તેને લાંબા સમય સુધી બગડતા અટકાવવા માટે ઉમેરવામાં આવે છે. આવા ખોરાકને મોટી માત્રામાં ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવા કલર કોડ વાળા પેકેજ્ડ ફૂડ ખરીદવાનું ટાળો.

વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
