દુનિયાનું એક માત્ર અષ્ટમુખી શિવલિંગ

ભગવાન શંકરના દેશ વિદેશમાં ઘણા મંદિરો છે, જેમા મંદસૌરનું પશુપતિનાથ મંદિર સૌથી ખાસ છે. અહીં ૪૬૦૦ કિગ્રાનું વિશાળ અષ્ટમુખી શિવલિંગ છે, જેની ઉંચાઇ ૭.૫ ફુટ છે. અહીં દર્શન કરવાથી ભક્તોની મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે.

Pashupatinath Temple Mandsaur

શ્રાવણ માસમાં શિવ મંદિરમાં દર્શન કરવાથી ભોળાનાથની કૃપા મળે છે. ગુજરાતમાંથી ઘણા લોકો મધ્યપ્રદેશના મહાકાલ મંદિર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કરવા જાય છે. પરંતુ ઓછા લોકોને ખબર છે કે, મધ્યપ્રદેશમાં દુનિયાનું એક માત્ર અષ્ટમુખી શિવલિંગ આવેલું છે, જે નેપાળના કાઠમંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિર જેટલું મહત્વ ધરાવે છે.

Mandsaur Pashupatinath Palki Yatra | Traffic Diversion & Route Changes

પશુપતિનાથ મંદિર, મંદસૌર

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં શિવના દર્શન અને ભક્તિનું એક અનોખું કેન્દ્ર એટલે પ્રસિદ્ધ શ્રી પશુપતિનાથ મંદિર. શિવના નદીના કિનારે આવેલું આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ પ્રાચીન સ્થાપત્યકળા અને ઐતિહાસિક વિરાસતનું પણ એક અદ્ભુત ઉદાહરણ છે. નેપાળના કાઠમંડુ બાદ વિશ્વમાં માત્ર મંદસૌર ખાતે જ ભગવાન પશુપતિનાથનું અષ્ટમુખી સ્વરૂપ બિરાજમાન છે, જેને જોવા માટે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે.

Woman films reel inside Pashupatinath Temple's sanctum: After backlash,  deletes post and issue apology; Mandsaur MLA demanded strict action over  incident

પશુપતિનાથ મંદિરની ઐતિહાસિક કથા

ઐતિહાસિક સંદર્ભો મુજબ મંદસૌરનું આ મંદિર અત્યંત પ્રાચીન કાળથી આસ્થાનું પ્રતીક રહ્યું છે. પ્રચલિત લોકવાયકા મુજબ, અહીં બિરાજમાન અષ્ટમુખી શિવલિંગ સદીઓ સુધી શિવાના નદીના ગર્ભમાં છુપાયેલું હતું. વર્ષ ૧૯૪૦ માં સ્થાનિક શ્રદ્ધાળુઓને સ્વપ્ન આવ્યા બાદ અને નદીના કિનારે પાણીનું સ્તર ઘટતાં આ અલૌકિક શિવલિંગ મળી આવ્યું હતું.

Varsha Singh on X: "12 extremely unique Shivlingam🔱✨️ 1. Shree Pashupatinath  Mandir Mandsaur, Madhya Pradesh @LostTemple7" / X

આશરે ૧૯૫૭ માં આ પવિત્ર પ્રતિમાની યોગ્ય વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી અને ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. આ વિસ્તારનો ઇતિહાસ માળવા શાસકો અને પ્રાચીન દશપુર (વર્તમાન મંદસૌર) સાથે જોડાયેલો છે, જ્યાં સ્થાપત્યકળાનો સુંદર વિકાસ થયો હતો.

Varsha Singh on X: "15. Shree Pashupatinath Mandir Mandsaur, Madhya Pradesh  It has eight faces. The upper part of the linga has four heads in a line,  while the other four heads

અષ્ટમુખી પશુપતિનાથ શિવલિંગની ખાસિયત

મંદસૌરના પશુપતિનાથ મંદિરની સૌથી મોટી વિશેષતા તેનું અષ્ટમુખી શિવલિંગ છે. આ શિવલિંગની ઊંચાઈ આશરે ૭.૫ ફીટ છે અને વજન ૪૬૦૦ કિલોગ્રામ છે.

બે સ્તરમાં રચના : આ અષ્ટમુખી શિવલિંગમાં મુખોની રચના બે સ્તરમાં છે. જેમા શિવલિંગના ઉપરના ભાગમાં ચાર મુખ અને નીચેના ભાગમાં ચાર મુખ કંડારેલા છે.

માનવ જીવનની અષ્ટ અવસ્થાઓ: આ આઠ મુખો ભગવાન શિવના આઠ સ્વરૂપો અને માનવ જીવનની આઠ અવસ્થાઓ અને આઠ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

અદ્ભુત શિલ્પકળા : શિવલિંગ પર કંડારેલા ચહેરાઓ પરના ભાવ એટલા જીવંત છે કે શ્રદ્ધાળુઓ તેને જોઈને ભાવવિભોર થઈ જાય છે. આવું અષ્ટમુખી સ્વરૂપ સમગ્ર ભારતમાં અન્ય ક્યાંય જોવા મળતું નથી.

Mandsaur Pashupatinath Temple Opens 4 AM for Mahashivratri Darshan

ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓની આસ્થા

પશુપતિનાથજીને પશુઓ અને તમામ જીવોના સ્વામી માનવામાં આવે છે. મંદસૌરનું આ મંદિર માળવા ક્ષેત્રનું સહુથી પવિત્ર ધામ ગણાય છે.

શ્રાવણ માસ અને શિવરાત્રી : દર વર્ષે મહાશિવરાત્રી અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં વિશાળ મેળો ભરાય છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવની વિશેષ ભસ્મ આરતી અને શ્રૃંગાર કરવામાં આવે છે.

મનોકામના પૂર્તિ : શ્રદ્ધાળુઓની એવી દ્રઢ માન્યતા છે કે શિવના નદીમાં સ્નાન કરી પશુપતિનાથના દર્શન કરવાથી જીવનના તમામ પાપો અને દુઃખોમાંથી મુક્તિ મળે છે.

Pashupatinath Temple Shivna Ghat Shramdaan | Ganga Dussehra Event

મંદસૌરના જોવાલાયક પ્રવાસન સ્થળો

મંદસૌરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પશુપતિનાથ મંદિર ઉપરાંત પણ ઘણા આકર્ષણો ઉપલબ્ધ છે:

મંદસૌરનો કિલ્લો: મંદસૌરના કિલ્લોનું નિર્માણ ૧૪ મી થી ૧૫ મી સદી દરમિયાન માળવાના સુલતાન હોશંગશાહ ધોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો સ્થાપત્ય અને ઇતિહાસ પ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે.

યશોધર્મન વિજય સ્તંભ (સોંધની): આ પ્રાચીન સ્તંભ માળવાના રાજા યશોધર્મનના હૂણ શાસકો પરના વિજયની યાદ અપાવે છે. આ યશોધર્મન વિજય સ્તંભનું નિર્માણ ઇ.સ. 532માં થયું હતું. 

હિંગળાજગઢ કિલ્લો: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ભાનપુર તાલુકામાં નાવલી ગામમાં હિંગળાજગઢ કિલ્લો આવેલો છે. કિલ્લાનું નિર્માણ ૬ઠ્ઠી – ૭ મી સદી આસપાસ થયું હતું. કિલ્લાના દક્ષિણ ભારતમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે, તેથી કિલ્લાનું નામ હિંગળાજગઢ કિલ્લો છે.

ગાંધી સાગર ડેમ: મંદસૌર અને નીમચ જિલ્લાની સરહદ પર ચંબલ નદી પર બનેલો આ વિશાળ ડેમ સુંદર પ્રાકૃતિક નજારો સર્જે છે.

Mandsaur Pashupatinath Temple Sawan | MLA Vipin Jain Free Auto Service

મંદસૌર કેવી રીતે પહોંચવું?

મંદસૌર મધ્યપ્રદેશના મુખ્ય શહેરો સાથે માર્ગ અને રેલ વ્યવહારથી ખૂબ સારી રીતે જોડાયેલું છે.

રેલ માર્ગ : મંદસૌર રેલ્વે સ્ટેશન (MDS) મુખ્ય સ્ટેશન છે, જે રતલામ-ચિત્તોડગઢ રેલવે લાઇન પર આવેલું છે. દેશના મુખ્ય શહેરોમાંથી અહીં સરળતાથી ટ્રેન મળી રહે છે.

સડક માર્ગ: મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય શહેરો (જેમ કે ઈન્દોર, ઉજ્જૈન, કોટા, અને ઉદયપુર) થી મંદસૌર માટે નિયમિત બસ સેવાઓ ઉપલબ્ધ છે.

હવાઈ માર્ગ: નજીકનું એરપોર્ટ ઈન્દોર (દેવી અહિયાબાઈ હોલ્કર એરપોર્ટ) અથવા ઉદયપુર એરપોર્ટ છે, જે મંદસૌરથી આશરે ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા મંદસૌર પહોંચી શકાય છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *