ઉદયપુરના એકલિંગજી મહાદેવ

ઉદયપુરનું એકલિંગજી મંદિર મેવાડના મહારાણાના આરાધ્યા દેવ છે. ૧૨૦૦ વર્ષ જુના આ મહાદેવ મંદિરમાં ૫૦ ફીટ ઊંચી ચતુર્મુખી શ્યામ પાષાણની મૂર્તિના દર્શન કર્યા વગર મેવાડના મહારાણા બની શકતા નથી.

Eklingji Temple Udaipur

રાજસ્થાનના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ઉદયપુરનું એકલિંગજી મંદિર વિશેષ સ્થાન ધરાવે છે. ઉદયપુરથી લગભગ ૨૨ કિલોમીટર દૂર કૈલાશપુરી નામના નાના નગરમાં આવેલું આ ભવ્ય મંદિર ભગવાન શિવને સમર્પિત છે. શ્રી એકલિંગજી માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ મેવાડના સમૃદ્ધ ઇતિહાસ અને રાજપૂત સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે.

Eklingji Temple, Udaipur, History, Photos, Distance, Location

મેવાડ રાજપરિવારના આરાધ્ય દેવ

ઉદયપુરના એકલિંગજી મહાદેવ મેવાડ રાજવંશના કુલદેવતા અને સાચા રાજા માનવામાં આવે છે. ઐતિહાસિક પરંપરા અનુસાર, મેવાડના મહારાણા પોતાને રાજા નહીં પરંતુ ‘એકલિંગજીના દીવાન’ (મંત્રી) ગણાવતા હતા. મહારાણા પ્રતાપથી લઈને મેવાડના તમામ શાસકો કોઈ પણ યુદ્ધમાં જતાં પહેલાં કે મહત્વનો નિર્ણય લેતાં પહેલાં એકલિંગજી મહાદેવના આશીર્વાદ મેળવતા હતા. આજે પણ મેવાડ રાજપરિવાર દ્વારા વિશેષ પર્વો પર અહીં પરંપરાગત પૂજા-અર્ચના કરવામાં આવે છે.

Why Eklingji Temple In Udaipur Is A Must-Visit For Shiva Devotees | Rawla  Sarkar - Budget Hotel In Udaipur

એકલિંગજી મંદિરનો ઇતિહાસ અને સ્થાપત્ય

આ મંદિરનો ઇતિહાસ ૮ મી સદી જેટલો પ્રાચીન છે. ઇ.સ. ૭૩૪ માં મેવાડ રાજવંશના સ્થાપક બપ્પા રાવળ દ્વારા હારિત ઋષિના આશીર્વાદથી આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમય જતાં અને વિદેશી આક્રમણો પછી ૧૫ મી સદીમાં મહારાણા કુંભા અને બાદમાં મહારાણા રાયમલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

Yogendra Nath Yogi: Eklingji town, Shiva temples near Udaipur, Rajasthan

મંદિરના ગર્ભગૃહમાં શ્યામ પાષાણમાંથી બનેલી ભગવાન શિવની ૫૦ ફીટ ઊંચી ચતુર્મુખી (ચાર મુખવાળી) પ્રતિમા બિરાજમાન છે. આ ચારેય મુખ ચાર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરનું સ્થાપત્ય મારૂ-ગુર્જર શૈલીનું સુંદર ઉદાહરણ છે, જેમાં સુવર્ણ કળશ અને કોતરણીકામ યુક્ત શિખર આકર્ષણનું કેન્દ્ર છે.

Rental Cars & Taxi Services in Udaipur | RouteMakers

એકલિંગજી મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું?

હવાઈ માર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુરનું મહારાણા પ્રતાપ એરપોર્ટ છે, જે મંદિરથી આશરે ૪૨ કિલોમીટર દૂર છે.

રેલવે માર્ગ : ઉદયપુર સિટી રેલવે સ્ટેશન મંદિરથી લગભગ ૨૫ કિલોમીટર અંતરે આવેલું છે, જ્યાંથી ટેક્સી કે બસ સરળતાથી મળી રહે છે.

સડક માર્ગ: ઉદયપુરથી નાથદ્વારા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કૈલાશપુરી આવેલું છે. ઉદયપુર બસ સ્ટેશનથી ખાનગી ટેક્સી, ઓટો અથવા રાજસ્થાન રોડવેઝની બસ દ્વારા ૪૦ થી ૫૦ મિનિટમાં પહોંચી શકાય છે.

Udaipur with Eklingji and Nagda Tour | Optima Travels

આસપાસ જોવાલાયક સ્થળો

નાગદા (સાસ-બહુ મંદિર) : એકલિંગજી મંદિરથી માત્ર ૨ કિલોમીટર દૂર આવેલું 10મી સદીનું આ ઐતિહાસિક મંદિર તેના અદ્ભુત કોતરણીકામ માટે જાણીતું છે.

નાથદ્વારા (શ્રીનાથજી મંદિર) : એકલિંગજીથી આશરે ૨૬ કિલોમીટર દૂર વૈષ્ણવ સંપ્રદાયનું પ્રસિદ્ધ યાત્રાધામ નાથદ્વારા આવેલું છે.

હલ્દીઘાટી : મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા ઐતિહાસિક યુદ્ધ માટે જાણીતી હલ્દીઘાટી પણ અહીંથી નજીક છે, જ્યાં મહારાણા પ્રતાપ સ્મારક આવેલું છે.

ઉદયપુર શહેર : રાજસ્થાનના લેક સિટી ઉદયુપરમાં સિટી પેલેસ, પિચોલા તળાવ, સહેલી બાગ, અને ફતેહ સાગર લેક, બાહુબલી હિલ્સ સહિત ઘણા સ્થળોની મુલાકાત પણ સાથે લઈ શકાય છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *