રાવણ દ્વારા સ્થાપિત આત્મલિંગ

murudeshwar temple travel guide

શંકર ભગવાનની બીજી સૌથી ઉંચી મૂર્તિ કર્ણાટકમાં દરિયા કિનારે આવેલી છે. અહીં પૌરાણિક આત્મલિંગ છે, જેની સ્થાપના પરમ શિવ ભક્ત રાવણે કરી હોવાની માન્યતા છે.

Popular Shiva Temples in India | 12 Jyotirlingas & Sacred Shrines

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશભરના શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠે છે. જો તમે પણ આ પવિત્ર મહિનામાં કોઈ દિવ્ય અને અદ્ભુત ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ, તો કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલું મુરુડેશ્વર મહાદેવ મંદિર શ્રેષ્ઠ વિકલ્પ છે. અરબ સમુદ્રના કિનારે કંડુકા ટેકરી પર ત્રણેય તરફથી પાણીથી ઘેરાયેલું આ મંદિર તેની દિવ્યતા અને અલૌકિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

Murudeshwar is a town in Bhatkal Taluk of Uttara Kannada district in the  state of Karnataka, India. Murudeshwar is another name of the Hindu god  Shiva. Famous for the world's second-tallest Shiva

મુરુડેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક કથા અને ઇતિહાસ

મુરુડેશ્વર મંદિરનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. ત્રેતાયુગમાં લંકાપતિ રાવણે અમરત્વ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી આત્મલિંગ પ્રાપ્ત કર્યું હતું. જો કે ભગવાન શંકરે રાવણ સામે શરત મૂકી હતી કે આ લિંગને જમીન પર મૂકવું નહીં, અન્યથા તે ત્યાં જ સ્થાપિત થઈ જશે. 

જો કે રાવણને અજેય બનતો અટકાવવા ભગવાન વિષ્ણુ અને ગણેશજીએ યુક્તિ કરી અને આત્મલિંગ જમીન પર રખાવી દીધું. ક્રોધિત થઈને રાવણે આત્મલિંગને ઉખાડવાનો પ્રયાસ કર્યો અને તેના ટુકડા કરી ફેંકી દીધા. જે વસ્ત્રથી લિંગ ઢંકાયેલું હતું તે ટુકડો ‘કંડુકા ગિરી’ પર પડ્યો, જે આજે મુરુડેશ્વર તરીકે ઓળખાય છે.

Mahashivratri greetings to all. Pic shows the second tallest statue of Lord  Shiva in the world (124 metres) at Murudeshwar, Karnataka. May Mahadev keep  us in a state of grace.

દુનિયાની બીજી સૌથી ઊંચી શિવ મૂર્તિ 

૧૨૩ ઉંચી શિવ મૂર્તિ : મુરુડેશ્વર મંદિરનું મુખ્ય આકર્ષણ ત્યાં બિરાજમાન ભગવાન શિવની વિરાટ મૂર્તિ છે. અહીં ભોળાનાથની ૧૨૩ ફૂટ ઊંચી મૂર્તિ છે. જે દુનિયામાં પદ્માસન મુદ્રામાં ભગવાન શિવની બીજી સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે.

રાજગોપુરમ: મંદિરનું પ્રવેશદ્વાર (રાજગોપુરમ) ૨૩૭.૫ ફૂટ ઊંચું અને ૨૦ માળનું છે. તેમાં લિફ્ટની સુવિધા છે, જેનાથી રાજગોપરુમની ટોચ પર પહોંચી શકાય છે. અહીં શિવપ્રતિમા અને અરબી સમુદ્રનો મનોહર નજારો જોવા મળે છે.

સૂર્યપ્રકાશનો ચમત્કાર: મૂર્તિની ગોઠવણી એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા જ તેના પર પડે છે, જેથી તે હંમેશા ઝળહળતી રહે છે.

Murudeshwar is a town in Bhatkal Taluk of Uttara Kannada district in the  state of Karnataka, India. Murudeshwar is another name of the Hindu god  Shiva. Famous for the world's second-tallest Shiva

મુરુડેશ્વર આસપાસના જોવાલાયક સ્થળો

નેત્રાણી આઇલેન્ડ : નેત્રાણી આઇલેન્ડ, જે પીજીયન આઇલેન્ડ (પિજન આઇલેન્ડ) તરીકે પણ ઓળખાય છે, જે મુરુડેશ્વર મંદિરથી આશરે ૧૯ કિમી દૂર દરિયામાં આવેલો ટાપુ છે. આ ટાપુ ઉપરથી જોતાં હૃદય આકારનો દેખાય છે. અહીં પ્રવાસીઓ સ્કૂબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ જેવી અંડર વોટર એક્ટવિટીનો રોમાંચ માણી શકે છે.

મુરુડેશ્વર બીચ : મુરુડેશ્વર  મંદિરની બિલકુલ નજીક આવેલો શાંત અને સુંદર દરિયા કિનારો છે,  જ્યાં પ્રવાસીઓ નાહવાની, રેતીમાં રમવાની અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોવાની મજા માણી શકે છે.

શિવકાંડુકા ગુફા: મૂર્તિની નીચે બનાવેલી એક ગુફા, જેમાં રામાયણના પ્રસંગોને મૂર્તિઓ દ્વારા આબેહૂબ દર્શાવવામાં આવ્યા છે.

Murudeshwar is a town in Bhatkal Taluk of Uttara Kannada district in the  state of Karnataka, India. Murudeshwar is another name of the Hindu god  Shiva. Famous for the world's second-tallest Shiva

મુરુડેશ્વર મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું?

રેલ માર્ગે: મુરુડેશ્વર રેલવે સ્ટેશન (MRDW) કોંકણ રેલવે લાઇન પર આવેલું છે. મુંબઈ, મંગલુરુ અને ગોવા જેવા મુખ્ય શહેરોથી અહીં આવવા માટે સીધી ટ્રેનો મળી રહે છે.

હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ મંગલુરુ એરપોર્ટ (IXE) છે, જે મુરુડેશ્વરથી લગભગ ૧૩૫ કિમી દૂર છે. ત્યાંથી ટેક્સી કે બસ દ્વારા પહોંચી શકાય છે.

સડક માર્ગે: મુરુડેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ ૬૬) પર આવેલું હોવાથી કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રથી ખાનગી અને સરકારી બસો સરળતાથી મળી રહે છે.

Murdeshwar Temple, Karnataka

અમદાવાદ થી મુરુડેશ્વર કેવી રીતે જવું?

અમદાવાદથી મુરુડેશ્વર જવા ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે. શ્રી ગંગાનગર – કોચુવેલી એક્સપ્રેસ (એસજીએનઆર કેસીવીએલ એક્સપ્રેસ), ગાંધીધામ નાગેરકોલી જંક્શન (જીઆઈએમબી એનસીજે એક્સપ્રેસ ૧૬૩૩૫), વેરાવળ તિરુવેંદ્રમ સેન્ટ્રલ (વીઆરએલ ટીવીસી એક્સપ્રેસ ૧૬૩૩૩), અમદાવાદ મેંગલુરુ Jn Fare સ્પેશિયલ (આદિ મજ્જન સ્પેશિયલ (૦૯૪૨૪) સહિત ઘણી ટ્રેનો ઉપલબ્ધ છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *