જી-૨૦ માં દક્ષિણ આફ્રિકાનું મોટું પગલું

જી-૨૦ સમિટની વચ્ચે એવો નિર્ણય આવ્યો કે આખા વિશ્વનું ધ્યાન જ્હોનિસબર્ગ પર કેન્દ્રિત થયું. દક્ષિણ આફ્રિકાએ ટ્રમ્પને એવો ઝટકો આપ્યો કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાએ જોર પકડયું છે.

South Africa G20 Summit; Narendra Modi Trump Putin Jinping | India China |  G20 शिखर परिषदेत मेलोनी यांना भेटले मोदी: ब्राझीलच्या राष्ट्राध्यक्षांना  मिठी मारली, म्हणाले- G20 ...

જી-૨૦ સમિટમાં દક્ષિણ આફ્રિકા અને અમેરિકાની વચ્ચે અધ્યક્ષતા મુદ્દે મોટો રાજદ્વારી તણાવ સર્જાયો છે.

पुतिन को गिरफ्तारी का डर, जिनपिंग की तबीयत खराब; जानिए भारत के लिए G20  क्यों खास

જ્હોનિસબર્ગમાં યોજાયેલી જી-૨૦ સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ એક ઐતિહાસિક અને પરંપરા તોડનાર નિર્ણય લીધો. સમિટમાં જૂથના નેતાઓએ શરૂઆતમાં જ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકાર્યું, જે સામાન્ય રીતે અંતિમ દિવસે અપનાવવામાં આવે છે. પરંતુ સૌથી મોટો મુદ્દો ત્યારે ઉભો થયો, જ્યારે અમેરિકા ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્ર સમિટનો બહિષ્કાર કરીને માત્ર યુએસ દૂતાવાસના પ્રભારીને જ મોકલવા તૈયાર હતું. દક્ષિણ આફ્રિકાએ સ્પષ્ટ કરી દીધું કે રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા આવા સ્તરના પ્રતિનિધિને જી-૨૦ અધ્યક્ષતા સોંપશે નહીં. સરકારનું કહેવું છે કે જો અમેરિકા પ્રતિનિધિત્વ ઇચ્છે છે તો તેમને રાજ્યના વડા, મંત્રી અથવા સત્તાવાર વિશેષ દૂત મોકલવો પડશે.

G20 leaders call for 'just' peace in Ukraine, DRC, Sudan, 'Occupied  Palestinian Territory' | Arab News

સમિટ દરમિયાન રામાફોસાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જી-૨૦ નો મંચ કોઈ ધમકી કે દબાણ માટે નથી. કોઈ દેશનું સૈન્ય, આવક સ્તર કે ભૌગોલિક શક્તિ નક્કી કરી શકે નહીં કે કોનો અવાજ સાંભળવામાં આવશે. તેઓએ કહ્યું કે સંયુક્ત ઘોષણાપત્રના શબ્દો સામે યુનાઇટેડ સ્ટેટ્સે વિરોધ નોંધાવ્યો હતો, ખાસ કરીને આબોહવા પરિવર્તન સંબંધિત ભાગો પર. રામાફોસાએ સ્પષ્ટ કર્યું કે આબોહવા મુદ્દે તૈયાર કરાયેલી ઘોષણા પર ફરીથી વાટાઘાટો શક્ય નથી કારણ કે તેને પહેલેથી જ શક્તિશાળી વૈશ્વિક સમર્થન મળી ચૂક્યું છે.

G20 nations approve declaration, despite US boycott | Bhaskar English

આ વખતે જી-૨૦ ની પરંપરા તૂટીને સમિટની શરૂઆતમાં જ સંયુક્ત ઘોષણાપત્ર સ્વીકારવામાં આવ્યું. અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજદ્વારી મતભેદ હોવાને કારણે અમેરિકી પ્રતિનિધિ હાજર ન હતો, પરંતુ અન્ય દેશોના પૂરતા સમર્થનથી ઘોષણા વહેલી તકે અપનાવી લેવામાં આવી. દક્ષિણ આફ્રિકા કહે છે કે આ નિર્ણય માત્ર રાજકીય મહત્વનો જ નહિ, પરંતુ વૈશ્વિક સહમતિના મજબૂત સંદેશનો પણ પ્રતીક છે. આ પગલાએ સમગ્ર સમિટનું ધ્યાન અમેરિકાના બહિષ્કાર અને દક્ષિણ આફ્રિકાના કડક વલણ પર કેન્દ્રિત કરી દીધું.

G20 pushes through bold climate pact as US walks away - Daily Times

ઘોષણાપત્રમાં શું છે? ભારતની માંગને પણ મળી જગ્યા આ ઘોષણાપત્ર આબોહવા મહત્વાકાંક્ષા, વૈશ્વિક દેવા સમસ્યા, બહુપક્ષીયતા, આતંકવાદ, અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો પર મજબૂત રાજકીય સંદેશ આપે છે. મહત્વની વાત એ છે કે ઘોષણા આતંકવાદને તેના બધા સ્વરૂપોમાં વખોડે છે અને સ્પષ્ટ કરે છે કે કોઈ “સારો” કે “ખરાબ” આતંકવાદી નથી. જે ભારતની લાંબા સમયથી ચાલી આવતી માંગ છે. આ કારણસર આ ઘોષણા એશિયા અને આફ્રિકા દેશો માટે ખાસ મહત્વ ધરાવે છે. આબોહવા પરિવર્તન સામે કડક પગલાં લેવા માટે દેશોને વધુ જવાબદાર બનાવવાના ઉદ્દેશ સાથે આ દસ્તાવેજને ઐતિહાસિક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *