હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ એ૩૨૦ ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

Inside Airbus A320 | Narrow Body Twinjet Airliner - YouTube

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના ૩૫૦ થી વધુ એ૩૨૦ ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં ૩૫૦ થી વધુ એ૩૨૦ વિમાનો છે, જેમાંથી લગભગ ૨૫૦ ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના ૧૨૦-૧૨૫ એ૩૨૦ વિમાનોમાંથી ૧૦૦ થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં ૨-૩ દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

Airbus Warns A320 Fleet Needs Software Fix After Incident - Bloomberg

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

Airbus A350 Xwb GIFs - Find & Share on GIPHY

આ મોટા નિર્ણય પાછળ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની એ૩૨૦ ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ઇએલએસી (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

હજારો વિમાનોના સોફ્ટવેરમાં સર્જાઇ ખામી, ભારત સહિત દુનિયાભરમાં હવાઈ સેવા પર માઠી અસર 1 - image

યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (ઇએલએસી) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *