આજે શુક્રવારન ના રોજ સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે, તેણે દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વળતા પાણી થયા છે અને માત્ર ૨૪ કલાકમાં ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ઈતિહાસના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે શુક્રવારે રાત્રે ૧૧:૧૫ કલાકે ચાંદીના ભાવમાં ₹ ૧,૦૭,૯૭૧ જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નવો નીચો ભાવ: ચાંદી (૫ માર્ચ ૨૦૨૬ વાયદો) ઘટીને ₹ ૨,૯૧,૯૨૨ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
એક દિવસમાં તોતિંગ ઘટાડો: માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદીમાં ₹ ૧,૦૭,૯૭૧ નો ધરખમ ઘટાડો નોંધાયો છે.
ટકાવારીમાં ઘટાડો: ચાંદીના ભાવમાં સીધો ૨૭.૦૦ % નો મોટો કડાકો જોવા મળ્યો છે.
દિવસની રેન્જ: દિવસ દરમિયાન ચાંદી ₹ ૩,૮૯,૯૮૬ ની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સતત ગગડતી રહી અને ₹ ૨,૯૧,૯૨૨ ના લો લેવલ પર આવી ગઈ.

બજારમાં જોવા મળી રહેલા આ ડાઉનવર્ડ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ‘લોંગ અનવાઈન્ડિંગ’ માનવામાં આવે છે. એટલે કે, જે લોકોએ તેજીની આશાએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી, તેઓ હવે ગભરાઈને પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે, જેને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ચાંદીમાં ૨૭ % ના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે. ભારતમાં સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરેથી પીછેહઠ જોવા મળી છે અને તે હાલ ₹ ૧.૬૩ લાખ (પ્રતિ ૧૦ ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનામાં ૧૫ હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે.

છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી જે રીતે દરરોજ ₹ ૩૦,૦૦૦ થી વધુ વધી રહી હતી અને ₹ ૪.૨૦ લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, તે બધી જ તેજી આ એક જ દિવસના કડાકામાં સાફ થઈ ગઈ છે. શુક્રવારની આ મંદીએ બજારમાં ‘પેનિક સેલિંગ’ (ગભરાટમાં વેચાણ) ની સ્થિતિ ઊભી કરી છે.

MCX પર હાહાકાર, ચાંદીનું માર્કેટ ક્રેશ
હાલના ભાવ(૧૧:૧૫ PM): ₹ ૨,૯૧,૯૨૨
આજ(30 જાન્યુઆરી)નો ઘટાડો: -૧,૦૭,૯૭૧ (-૨૭.૦૦ %)
આજનો હાઈ: ૩,૮૯,૯૮૬
૨૯ જાન્યુઆરીનું બંધ: ૩,૯૯,૮૯૩
૨૯ જાન્યુઆરી રેકોર્ડ હાઇ: ૪,૨૦,૦૪૮
બજારનું સેન્ટિમેન્ટ: ભારે વેચવાલી
