વિશ્વ માતૃભાષા દિવસ કેમ ઉજવાય છે?

વિશ્વ માતૃભાષા દિવસની દર વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે,

રાજપીપળા ખાતે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાશે - Vatsalyam Samachar

વિશ્વ માતૃભાષા દિવસની દર વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે. વિશ્વભરના લોકોમાં તેમની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે રુચિ પેદા કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે. જેથી લોકોને તેમની માતૃભાષા બોલવામાં શરમ ન આવે પરંતુ ગર્વ અનુભવે.

માતૃભાષા એટલે મા પાસેથી બાળકન

માતૃભાષાનો અર્થ શું? 

બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.

International Mother Language Day 2023: Date, History, Significance, Theme, and all you need to know | International Mother Language Day: 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જાણો આ દિવસનું મહત્વ

વિશ્વ માતૃભાષા દિવસ ઇતિહાસ

ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨ માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા.

આજે 21મી ફેબ્રુઆરી એટલે 'વિશ્વ માતૃભાષા દિવસ' – Kaptaan

પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, ૧૯૯૯ માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી વિશ્વભરમાં ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

21 ફેબ્રુ.એ 'વિશ્વ માતૃભાષા દિવસ' કેમ ઉજવવામાં આવે છે ?

ગુજરાતી ભાષા સામેના પડકારો?

આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે.

World Mother Language Day: I am Gujarati and my language is Gujarati.. | Gujarat News | Sandesh

બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થતા ગુજરાતી લખતા-વાંચતા ભૂલી રહ્યા છે. કોઇ રેસ્ટોરન્ટમાં કે જાહેર જગ્યાએ પણ ગુજરાતીના બદલે હિન્દીમાં વાત કરતા જોવા મળે છે. માતૃભાષા આવડતી હોવા છતા તે વાત કરવાનું ટાળે છે. હાલમાં બધાની એક ભૂત છે કે અંગ્રેજી બોલતા આવડે એટલે હોશિયાર. પણ એ ભૂલી જાય છે કે અંગ્રેજી પણ એક ભાષા જ છે.

top 10 most spoken languages in the world included India | - News18 ગુજરાતી

વિશ્વભરમાં ૬,૦૦૦૦ ભાષાઓ બોલાય છે

top 10 most spoken languages in the world included India | - News18 ગુજરાતી
 
યુનેસ્કોના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં ૬,૦૦૦ ભાષાઓ બોલાય છે. બંધારણ મુજબ ભારતમાં ૨૨ ભાષાઓને માન્યતા છે. જ્યોરે ૧૨૧ ભાષાઓ છે જે બોલવામાં અને સમજાય છે. તેમાંથી સૌથી વધારે લોકોની માતૃભાષા હિન્દી છે. ભારતમાં રાજ્ય પ્રમાણે તેમની માતૃભાષા અલગ અલગ છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *