જેમ જેમ ઉનાળાની ભીષણ ગરમી શરૂ થાય છે, ટેનિંગ એક સામાન્ય ઘટના બની જાય છે. જોકે ઘણા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર હોય છે. સૂર્યમાં થોડો સમય વિતાવ્યા પછી તેમની ત્વચા બળવા અથવા દાઝવા લાગે છે.

તેથી અગાઉથી ચોક્કસ ઘરેલું ઉપાયો અપનાવવાથી ઉનાળાના મહિનાઓ દરમિયાન તમારી ત્વચા સુંદર દેખાઈ શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા તમારી ત્વચાને સુરક્ષિત રાખવા અને ટેનિંગ અટકાવવા માટે તમે નીચેના પગલાં અજમાવી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/summer-skin-care-tips-news.jpg)
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવવાનો પ્રયાસ કરો. તે ઢાલ તરીકે કામ કરે છે, તમારી ત્વચાને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોથી બચાવે છે.

કપડાંની પસંદગી
તડકામાં બહાર નીકળતી વખતે ખાતરી કરો કે તમારો પોશાક એવી રીતે પસંદ કરવામાં આવે કે તે યુવી કિરણો સામે રક્ષણ પૂરું પાડે અને તમારી ત્વચાને સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ના આવે.

વધારે પડતા બહારના સંપર્કમાં આવવાનું ટાળો
સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે બહાર જવાનું ટાળો. કારણ કે આ સમયે યુવી કિરણોની તીવ્રતા ચરમસીમાએ હોય છે. જો બહાર નીકળવું ખૂબ જ જરૂરી હોય તો ખાતરી કરો કે તમે તમારી જાતને સંપૂર્ણપણે ઢાંકી રાખો છો.

સ્વસ્થ આહાર
વિટામિન ઇ અને સી, ઓમેગા-3 ફેટી એસિડ અને બીટા-કેરોટીનથી ભરપૂર ખોરાક લો—જેમ કે મૂળા, ગાજર, અખરોટ, બદામ, નારંગી, વગેરે.

આ કલાકો દરમિયાન સૂર્યના સંપર્કમાં આવવાનું ટાળો
સૂર્યમાં વધુ પડતો સમય વિતાવવાનું ટાળો, ખાસ કરીને સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં ઘરની બહાર જવાનું ટાળો, જો શક્ય હોય તો.

કુદરતી તેલનો ઉપયોગ કરો
ઓલિવ, નારિયેળ અને અળસીના તેલનો ઉપયોગ કરો, જે ત્વચાની કુદરતી ચમક જાળવવામાં મદદ કરે છે.

લીંબુ પાણી
લીંબુ પાણી પીવો. આ શરીરમાં વિટામિન સીનું સ્તર વધારે છે અને ત્વચાને ટેનિંગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. આ પગલાં તમને સ્વસ્થ ત્વચા જાળવવામાં મદદ કરી શકે છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
