શું તમે દ્રાક્ષ ધોયા વગર ખાવ છો?

Healthy Eating Concept With Child Eating Grapes Isolated On White Stock  Photo, Picture and Royalty Free Image. Image 26055589.

એફએસએસએઆઈએ પોતાની ‘પિંક બુક’માં સલાહ આપે છે કે ફળોને માત્ર વહેતા પાણીની નીચે ઘસવા પૂરતા નથી, તેમને જંતુમુક્ત કરવા માટે વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. ચાલો જાણીએ કે દ્રાક્ષને ઘરે કેવી રીતે સાફ કરવી જેથી તેની પરની તમામ જંતુનાશક દવાઓ સાફ થઈ જાય

Little Girl Eating a Wine Grapes Stock Photo - Image of lifestyle, grapes:  26137142

ઉનાળાની ઋતુમાં રસદાર દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે જેટલી ફાયદાકારક છે તેટલી જ ચિંતાજનક તેના પર છુપાયેલી જંતુનાશક દવાઓ હોઈ શકે છે. ઘણી વાર સાદા પાણીથી ધોયા પછી પણ દ્રાક્ષની સપાટી પર રહેલા ખતરનાક કેમિકલ્સ સંપૂર્ણપણે સાફ થતા નથી, જે આપણા શરીર સુધી પહોંચી શકે છે અને ધીમે ધીમે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. 

The Reason You Should Never Wash Grapes In Advance

ફૂડ સેફ્ટી એક્સપર્ટ્સ અને તાજેતરના સંશોધન અનુસાર આ જંતુનાશક અવશેષોને દૂર કરવા માટે દ્રાક્ષને ફક્ત પાણીથી ધોવી પૂરતી નથી. દ્રાક્ષની ચળકતી અને રસદાર છાલ પર જંતુનાશકો અને છુપાયેલી ગંદકીના અવશેષો ઘણીવાર હાજર હોય છે. દ્રાક્ષ ગુચ્છામાં ઉગે છે અને તેની છાલ પાતળી અને નાજુક હોય છે, તેથી તેમાં કેમિકલ્સઅને ધૂળ સરળતાથી ફસાઈ જાય છે. ફક્ત નળના પાણીથી જલ્દી-જલ્દી ધોવું હંમેશાં પૂરતું નથી.

Feed Grapes GIFs | Tenor

એફએસએસએઆઈએ પોતાની ‘પિંક બુક’માં સલાહ આપે છે કે ફળોને માત્ર વહેતા પાણીની નીચે ઘસવા પૂરતા નથી, પરંતુ તેમને જંતુમુક્ત કરવા માટે વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. ફૂડ સેફ્ટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, દ્રાક્ષ પર ઉપયોગ થતી ઘણી જંતુનાશક ‘ઓઇલી’ અથવા ‘વેક્સી’પ્રકૃતિના હોય છે. તેઓ પાણી સાથે વહેતા નથી, પરંતુ છાલને મજબૂતીથી વળગી રહે છે. પરંતુ ગભરાશો નહીં, કારણ કે કેટલીક વૈજ્ઞાનિક અને સરળ રીતો છે જે તમે તમારા ફળોને ૯૦ % સુધી કેમિકલ મુક્ત બનાવી શકો છો. ચાલો જાણીએ કે દ્રાક્ષને ઘરે કેવી રીતે સાફ કરવી જેથી તેની પરની તમામ જંતુનાશક દવાઓ સાફ થઈ જાય.

Washing Grapes With Water Isn't Enough! Here's 5 Simple Ways To Clean Them  Properly

દ્રાક્ષ સાફ કરવા માટે શું કરવું જોઈએ

સૌ પ્રથમ દ્રાક્ષને કોઇ વાસણ કે ટોકરીમાં મૂકો અને તેને વહેતા પાણીની નીચે ધોઈ લો. દ્રાક્ષને મોટા વાસણ અથવા ચાળણીમાં મૂકો અને ઠંડા વહેતા પાણીમાં ૨૦-૩૦ સેકંડ સુધી ધોવો. આ દરમિયાન હાથથી હળવેથી ઘસો. દ્રાક્ષ ઘસવાથી સપાટી પર હાજર ધૂળ, માટી અને કેમિકલ દૂર થાય છે. દ્રાક્ષ સાફ કરવા માટે આ પ્રથમ અને જરૂરી પગલું છે.

382 Cleaning Grapes Stock Photos - Free & Royalty-Free Stock Photos from  Dreamstime

બેકિંગ સોડામાં પલાળી રાખો

દ્રાક્ષ પર રહેલા જંતુનાશકને દૂર કરવા માટે તમે દ્રાક્ષને બેકિંગ સોડાના પાણીમાં પલાળી રાખો. સંશોધન બતાવે છે કે બેકિંગ સોડા ઘણા જંતુનાશકોને તોડવામાં મદદ કરે છે. પાણીના મોટા બાઉલમાં ૧ ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેમાં દ્રાક્ષને ૧૨ થી ૧૫ મિનિટ સુધી પલાળી રાખો. રિસર્ચ પ્રમાણે બેકિંગ સોડા આલ્કલાઇન છે, જે થિયાબેન્ડાઝોલ અને ફોસ્ફેટ જેવા સૌથી જીદ્દી જંતુનાશકોને તોડી નાખે છે. ત્યાર બાદ દ્રાક્ષને હળવા હાથે ઘસો અને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

Turns out, grapes aren't as clean as they look.

વિનેગરથી સાફ કરો

દ્રાક્ષ ધોવા માટે વિનેગર પણ એક શાનદાર કુદરતી ક્લીનર છે. તે જંતુનાશક ઘટાડે છે, આ સિવાય બેક્ટેરિયા અને ફૂગને પણ દૂર કરે છે. ૧ ભાગ સફેદ વિનેગરને ૩ ભાગ પાણી સાથે મિક્સ કરો. તેમાં દ્રાક્ષને 10 મિનિટ માટે રાખી દો. તે કેમિકલ્સ સિવાય દ્રાક્ષની સપાટી પર હાજર બેક્ટેરિયા અને ફૂગને પણ દૂર કરે છે, જેથી ફળો ઝડપથી બગડે નહીં.

How to Wash Grapes the Right Way, According to Experts

એફએસએસએઆઈ ટીપ

એફએસએસએઆઈના જણાવ્યા અનુસાર દ્રાક્ષને પલાળ્યા પછી દ્રાક્ષને હળવા હાથથી ઘસીને સ્વચ્છ વહેતા પાણીમાં ધોઈ લો અને પછી તેને સ્વચ્છ કપડા અથવા પેપર ટુવાલથી સૂકવો. સૂકવવાની પ્રક્રિયા ઘર્ષણ બનાવે છે, જે દ્રાક્ષ પર બાકી રહેલા ટોક્સિનને સંપૂર્ણપણે દૂર કરે છે.

Red and White Grape Wine Blends are More Common Than You Think | Wine  Enthusiast

યોગ્ય રીતે સ્ટોર કરો

દ્રાક્ષ સાફ કર્યા પછી, તેમને યોગ્ય રીતે સ્ટોર કરવી પણ મહત્વપૂર્ણ છે. જો તમે ઇચ્છો છો કે દ્રાક્ષ બેથી ત્રણ દિવસ સુધી તાજી રહે તો દ્રાક્ષને ફ્રિજમાં હવાની અવરજવર વાળા ડબ્બામાં રાખો. ભીની દ્રાક્ષને લાંબા સમય સુધી ન રાખો, તેનાથી બેક્ટેરિયા વધી શકે છે. જેટલી ખાવાની હોય તેટલી જ દ્રાક્ષને ધોઈને સેવન કરવું વધુ સારું છે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

ડિસ્ક્લેમર : આ લેખમાં વિશ્વ સમાચાર એ આપેલી  સામાન્ય માહિતી માટે છે અને બજારમાંથી લાવવામાં આવેલા ફળો અને શાકભાજીને સાફ કરીને ખાવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *