ઘણા લોકો ઉનાળાની ઋતુમાં બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. ડાઇટ્રીફિટના ડાયેટિશિયન અબરના મેથ્યુવને જણાવ્યું હતું કે ઉનાળામાં બરફનું પાણી પીવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે

ઉનાળાની સિઝનમાં ઠંડી વસ્તુઓનું સેવન સારું લાગે છે. કાળઝાળ તડકામાંથી ઘરે પાછા આવ્યા બાદ ઠંડું પાણી પીવાની મજા આવે છે. ઉનાળામાં તરસ છીપાવવા માટે લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. ઠંડુ પાણી પીવાથી શરીરને તરત જ ઠંડક મળે છે અને શરીરને તાજગી મળે છે.

ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જોઇએ. પરંતુ ઘણા લોકો ઉનાળાની ઋતુમાં બરફનું પાણી પીવાનું પસંદ કરે છે. ડાઇટ્રીફિટના ડાયેટિશિયન અબરના મેથ્યુવને જણાવ્યું હતું કે ઉનાળામાં બરફનું પાણી પીવાથી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.

ડાયેટિશિયન અબરના મેથ્યુવનના જણાવ્યા અનુસાર કેટલાક લોકો ઘણીવાર બરફનું પાણી પીવે છે. કેટલાક લોકો ફ્રિજમાંથી ઠંડુ પાણી પીવાનું શરૂ કરી દે છે અથવા પાણીમાં બરફ નાખીને પીવે છે. ઉનાળામાં ઠંડુ પાણી પીવું સારું લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. આના કારણે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

ગળાની સમસ્યા
બરફનું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ લાળ ઉત્પન્ન થાય છે. જેનાથી ગળામાં દુખાવો, કફ, શરદી અને ગળામાં સોજા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જે લોકોને શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે બરફનું પાણી પીવાનું ટાળવું જોઈએ.

પાચનને નુકસાન
બરફનું પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ખરેખર તો ઠંડા પાણીને પચવામાં ઘણો સમય લાગે છે. તે ખોરાકની પાચન પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. જો તમે ભોજન કરતી વખતે ઠંડા પાણીનું સેવન કરો છો, તો શરીર તે ઉર્જાનો ઉપયોગ ખોરાકને પચાવવાને બદલે પાણીનું તાપમાન સામાન્ય કરવા માટે કરે છે. માટે તમારે ભોજન કરતી વખતે ક્યારેય ઠંડુ પાણી ન પીવું જોઇએ.

પાણીની ઉણપ
બરફનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. ખરેખર તો બરફનું પાણી તરસ છીપાવે છે. આવી સ્થિતિમાં થોડું પાણી પીધા પછી પણ તમને પાણી પીવાનું મન નહીં થાય. તેનાથી તમે ઓછું પાણી પીશો, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે.

માથાનો દુખાવો
તડકામાંથી આવ્યા બાદ બરફનું પાણી પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કરોડરજ્જુની નસો ઠંડી પડે છે, જે મગજને અસર કરે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાઇનસની સમસ્યાથી પીડાતા લોકોએ બરફનું પાણી ક્યારેય પીવું ન જોઇએ. જેનાથી તેમની હાલત ગંભીર થઇ શકે છે.

પાઇલ્સ
જો તમે લાંબા સમય સુધી બરફનું પાણી પીતા રહો છો તો તે પાઇલ્સનું કારણ બની શકે છે. અતિશય ઠંડીમાં વસ્તુઓ થીજી જવાનું શરૂ કરે છે. એ જ રીતે બરફનું પાણી પીવાથી મળ કઠણ બની જાય છે, જે પાઇલ્સનું કારણ બની શકે છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી આંતરડામાં ઘા પણ થઈ શકે છે. આ કારણે તમને મળમાં લોહી અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉનાળો…
આ શબ્દનો એક સમયે રોમાંચ રહેતો
સ્કૂલમાં રજાઓ
મોડા સુવાનું
મોડા ઉઠવાનું
શાક-બાકની મથામણમાં પડ્યા વિના રસ-રોટલી ઝાપટીને છુટા
ભર બપોરે પેલા આઈસ્ક્રીમની ઘંટડીએ કાકલૂદી ભરી નજરે મમ્મી સામે જોવાનું
“ગળું ખરાબ થાય” એ વાક્યએ સમજવું કે “રુપિયાનો આઈસ્ક્રીમ રોજ ના પોસાય”
પણ
એના બદલામાં એક શરત કે દરરોજ સાંજે બરફગોળો તો ખાવાનો જ
૫૦ પૈસા મળે એ દિવસે રાજા
મલાઈ વાળો ગોળો મળે
૨૫ પૈસા મળે એ દિવસે સહેજ ઘાટ ઘડેલા ગોળામાં આપણે કહીએ એ કલર નાખી આપે
અને
દસ પૈસા મળે એ દિવસે ખાલી લારી વાળાને ચૂપચાપ એ દસકો આપી દેવાનો
હાથેથી થાપીને સળીમાં ભેરવીને જે કલર નાખી આપે એ લઈને ચૂસવા માંડવાનો
ઉનાળો આવવાનો હોય એટલે કોટનના સ્લીવલેસ ફ્રોક ફળિયાના જ કોક આંટી જોડે મમ્મી સીવડાવી લાવતી અને એય “જોજે બહુ મેલા ના કરતી” ની ટકોરે પહેરાવતી
અને તોય એ ફ્રોક પહેરીએ એટલે જાણે નવા કપડા પહેર્યાનો આનંદ મનમાં સમાય નહીં
દરેક નવી પળો બહુ હાઇફાઈ નહીં તોય અમૂલ્ય હોય એમ જીવાતી
અને
હવે ઉનાળો
અડધા ઉપર ઉનાળો તો સ્કૂલ ચાલુ હોય
અને
રાષ્ટ્રીય કક્ષાએ બાળક જાણે પોતાની ગરમી સહન કરવાની શક્તિની સાબિતી આપે
અને
જો ઓક્સિજન જોઈએ તો એસી માં જ રહેવું પડે એવું જ એ સમજે છે/સમજાવાય છે
રસની હવે નવાઈ જ નથી
કેમકે સ્માર્ટ મમ્મી હવે તો ફ્રોઝન કેરીનો રસ ગમે તે સીઝનમાં ખવડાવતી જ હોય છે
આઈસ્ક્રીમના ઢગલા ફ્રીઝરમાં ખડકાયેલા હોય
પણ
અમુક ફ્લેવર તો ભાવતી નથી કરીને કદાચ ફેકવામાંય જાય
બરફગોળો હાઇજેનિક વૉટરનો બરફ હોય ત્યાં જ મમ્મી-પપ્પા લઇ જાય
અને
હાથ ખરાબ ન થાય એટલે પ્લેટમાં જ લેવાનો
અત્યારે રૂ.૨૫૦/-નો બરફ જોઈ મને મારો પેલો દસકો યાદ આવે
જો કે આટલા ખર્ચતાંય બાળકના મોંઢે એ ઉત્સાહ ન હોય જે અમે રંગીન હોઠ જોઈને પામતા
અને
કપડાં હવે તો સ્પેશિયલ સમર શોપિંગ થાય અને છતાંય દીકરીની મમ્મીને ખરી કમબખ્તી એ થાય કે ધારે તોય પહેલાના જેવા ફ્રોક દીકરીને પહેરાવી ના શકાય
જમાનો કેટલો બદલાઈ ગયો છે
સાચે જ
ઉનાળો પણ બદલાઈ ગયો
ને જમાનો પણ.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )
