દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વે!

દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ વે! એશિયાના સૌથી લાંબા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું PM મોદીએ કર્યું લોકાર્પણ 1 - image

એશિયાના સૌથી લાંબા વાઈલ્ડ લાઈફ કોરિડોરનું પીએમ મોદીએ કર્યું લોકાર્પણ

PM Modi LIVE | Narendra Modi Uttarakhand Delhi Dehradun Expressway  Inauguration Photos Update - BJP Congress

ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે ૨૧૩ કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. ₹ ૧૨,૦૦૦ કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે.

PM Modi Inaugurates Delhi-Dehradun Expressway | Travel Time Cut

ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લીધી હતી. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ કર્યું. વડાપ્રધાન સહારનપુર (યુપી) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરી. સવારે ૧:૪૦ વાગ્યે દેહરાદૂન પાસે આવેલા પ્રસિદ્ધ જય મા દાત કાલી મંદિરમાં પૂજા-અર્ચના કરી. બપોરે ૧૨:૩૦ વાગ્યે દેહરાદૂન ખાતે એક ભવ્ય સમારોહમાં એક્સપ્રેસ-વે દેશને સમર્પિત કર્યો.

PM Modi Inaugurates Delhi-Dehradun Expressway | Travel Time Cut

Delhi-Dehradun Expressway Inauguration | PM Modis Economic Corridor Launch

આ પ્રોજેક્ટ માત્ર ગતિ જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે. દિલ્હીથી દેહરાદૂન પહોંચવામાં અત્યારે ૬ કલાક લાગે છે, જે ઘટીને હવે માત્ર ૨.૫ કલાક થઈ જશે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે આ કોરિડોરમાં અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ૧૦ ઇન્ટરચેન્જ, ૩ રેલવે ઓવર બ્રિજ (ROB), ૪ મોટા પુલ અને ૧૨ વે-સાઇડ સુવિધાઓનો સમાવેશ થાય છે.

Delhi-Dehradun Expressway Inauguration | PM Modi UP Uttarakhand Travel Time  Reduction

આ કોરિડોરની સૌથી મોટી વિશેષતા તેની ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. રાજાજી નેશનલ પાર્ક અને આસપાસની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે તે એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર બને છે. વન્યજીવોની અવરજવર માટે 12 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવ્યો છે. હાથીઓ માટે ૨૦૦ મીટર લાંબા બે ખાસ અન્ડરપાસ અને અન્ય પ્રાણીઓ માટે 8 રસ્તાઓ બનાવ્યા છે. દાત કાલી મંદિર પાસે ૩૭૦ મીટર લાંબી આધુનિક સુરંગનું નિર્માણ કરાયું છે જેથી પહાડી પર્યાવરણને નુકસાન ન થાય.

PM Modi Inaugurates Delhi-Dehradun Expressway | Travel Time Cut

આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જેવા પર્યટન સ્થળોએ પહોંચવું સરળ બનશે. તે માત્ર મુસાફરી જ નહીં, પણ સમગ્ર પ્રદેશમાં વેપાર અને વિકાસના નવા દ્વાર ખોલશે. પીએમઓના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ વડાપ્રધાનના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

PM Modi LIVE | Narendra Modi Uttarakhand Delhi Dehradun Expressway  Inauguration Photos Update - BJP Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *