સૂર્યની સપાટીથી માત્ર ૭૦ હજાર કિલોમીટર દૂર ચાલી રહ્યું છે ભયંકર તોફાન

યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબા-૩ મિશને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા  જઈ રહી છે. જુલાઈ ૨૦૨૫ માં લોન્ચ થયેલા આ મિશને સૂર્યના અત્યંત નજીકના વાતાવરણ,જેને આંતરિક કોરોના’ કહેવામાં આવે છે, તેના વિશે એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વિજ્ઞાનની જૂની ધારણાઓને બદલી નાખી છે.

Alfvén Waves: The Hidden Force Superheating the Sun's Corona

કૃત્રિમ સૂર્યગ્રહણ અને અદભૂત ડેટા

પ્રોબા-૩ એ બે ઉપગ્રહની એક જોડી છે જે અવકાશમાં એકબીજાથી ચોક્કસ અંતરે રહીને સૂર્યની તસવીરો કેપ્ચર કરે છે. આ જોડીએ અત્યાર સુધીમાં ૫૭ જેટલા કૃત્રિમ સૂર્યગ્રહણો સર્જીને સૂર્યના વાતાવરણનો અભ્યાસ કર્યો છે. આ મિશન દ્વારા લગભગ ૨૫૦ કલાકનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જો આટલો ડેટા પૃથ્વી પરથી મેળવવો હોય તો લગભગ ૫,૦૦૦ પૂર્ણ સૂર્યગ્રહણોની રાહ જોવી પડે. આ ડેટાની મદદથી પ્રથમ વખત માનવજાત સૂર્યના એ સ્તરને આટલી નજીકથી જોઈ શકી છે જ્યાંથી ભયાનક સૌર તોફાનો ઉદ્ભવે છે.

Download Space Solar Flare Sci Fi Sun Gif - Gif Abyss

સૌર પવનોની ચોંકાવનારી ગતિ

અત્યાર સુધી ખગોળશાસ્ત્રીઓનું માનવું હતું કે સૂર્યની નજીક ફૂંકાતા ધીમા સૌર પવનોની ગતિ અંદાજે ૧૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. પરંતુ પ્રોબા-૩ ના ASPIICS સાધને મોકલેલા પરિણામો કંઈક અલગ જ વાર્તા કહે છે. સંશોધન મુજબ, આ પવનો અગાઉના અંદાજ કરતા ચાર ગણી વધુ ઝડપે એટલે કે ૨૫૦ થી ૫૦૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની રફ્તારથી મુસાફરી કરી રહ્યા છે.

આદિત્ય-L1 મિશનથી ઇસરો સૂર્ય વિશે કેવાં સંશોધનો કરશે? - BBC News ગુજરાતી

બેલ્જિયમના રોયલ ઓબ્ઝર્વેટરીના નિષ્ણાતોના મતે, સૂર્યની આટલી નજીક ઓપ્ટિકલ તરંગલંબાઈ પર આ પ્રકારની ગતિવિધિ નોંધાઈ હોય તેવું પ્રથમ વાર બન્યું છે. આ શોધ સૂર્યના વર્તમાન મોડેલોને ફરીથી લખવા માટે મજબૂર કરે છે.

Cataclysmic' solar storm hit Earth around 2,687 years ago, ancient tree  rings reveal | Space

શા માટે ધીમા સૌર પવનોને સમજવા મુશ્કેલ છે?

અવકાશ વિજ્ઞાનમાં સૌર પવનોને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છે: ઝડપી અને ધીમા.

ઝડપી પવનો: તે કોરોનલ છિદ્રોમાંથી સીધા પ્રવાહમાં નીકળે છે, તેથી તેનો અભ્યાસ સરળ છે.

ધીમા પવનો: આ પવનો અત્યંત અસ્થિર અને લહેરાતા હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે તૂટે છે અને ફરીથી જોડાય છે, ત્યારે પ્લાઝ્માના મોટા બોલ બહાર ફેંકાય છે, જે આ પવનોનું નિર્માણ કરે છે.

Opinion | Solar storms aren't the apocalypse. But Earth should prepare now.  - Washington Post

પ્રોબા-૩ ના અવલોકનો દર્શાવે છે કે આ પ્લાઝ્મા બોલ ક્યારેક અચાનક વેગ પકડે છે તો ક્યારેક એકાએક ધીમા પડી જાય છે. આ જટિલ અને અસમાન પ્રવાહને કારણે જ અત્યાર સુધી તેને સમજવા મુશ્કેલ હતા.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *