ક્રૂડનું કમઠાણ… ઓઈલના ભાવ વધવાથી આપણો ખર્ચ વધે છે

વિશ્વમાં ક્યાંક પણ યુદ્ધ થાય છે, ત્યારે તેની આગ આપણા રસોડા સુધી પહોંચી જતી હોય છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો ત્યારે કાચા તેલના ભાવે છલાંગ લગાવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૬ માં ક્રૂડ ઓઇલનો ભાવ $ ૬૬ પ્રતિ બેરલ હતો જે એપ્રિલમાં વધીને $ ૧૦૧ થયો. પ્રશ્ન એ છે કે, આ વધારાના પૈસા ક્યાં જાય છે? શું આ પૈસા યુદ્ધના લડવામાં ખર્ચાય છે, કે પછી કોઈના ખિસ્સા ભરે છે? ચાલો, ઓઈલની આંતરરાષ્ટ્રીય રમતના ખેલાડીઓને સમજીએ.

Where Does the Money Go When Oil Prices Rise? Explained | Mathrubhumi  English

ક્રૂડ ઓઈલ એ માત્ર ઇંધણ નથી; તે આધુનિક જીવનનો આધાર છે. અર્થશાસ્ત્રીઓ તેને સૌથી મહત્ત્વની કોમોડિટી (વસ્તુ) માને છે. તે ટ્રક, પ્લેન અને ફેક્ટરીઓ ચલાવે છે. આવી મહત્ત્વની વસ્તુનો પુરવઠો ઓછો થાય છે, ત્યારે પણ તેની માંગ (ડિમાન્ડ) તો એટલી જ રહે છે. પરિણામે, દરેક જણ તેલ મેળવવા માટે હરીફાઈ કરે છે અને ભાવ વધી જાય છે. ખાસ કરીને જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ જેવો જહાજી માર્ગ બંધ થઈ જાય, ત્યારે ભાવમાં તાત્કાલિક ઉછાળો આવે છે.

US-Iran war: Crude oil price hits 52-week high, logging 20% intraday gain,  gold-silver rates crash up to 3.5% | Stock Market News

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ થતાં સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશોને સૌથી વધુ ફાયદો થયો છે. આ દેશોમાં ઓઈલ કાઢવાનો ખર્ચ ખૂબ ઓછો છે. વૈશ્વિક બજારમાં તેલનો ભાવ $ ૧૦૦ થી ઉપર જતાં આ દેશોની સરકારી તિજોરીઓ અચાનક છલકાઈ ગઈ છે. આ વધારાના નફાનો ઉપયોગ તેઓ બે રીતે કરે છે: પ્રથમ, પોતાની લશ્કરી તાકાત અને સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા માટે; અને બીજું, દેશમાં મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને પોતાના નાગરિકોની જીવનશૈલી સુધારવા માટે. 

Crude Oil Prices Today: Global Market Trends & Analysis

મધ્ય-પૂર્વ યુદ્ધથી અમેરિકાને યુદ્ધનો ખર્ચ અને જોખમ તો સહન કરવા પડે છે, પરંતુ તેના અર્થતંત્રને સીધો આર્થિક લાભ પણ થાય છે. ખાસ કરીને પશ્ચિમ ટેક્સાસના પર્મિયન બેસિન માટે, જે અમેરિકાનું સૌથી મોટું ઓઈલ ફિલ્ડ ક્ષેત્ર છે. ઓઈલના આભ આંબતા ભાવને લીધે પર્મિયન બેસિનમાં કામ કરતી ઓઈલ કંપનીઓને એક ‘અપ્રત્યાશિત નફો’ મળે છે કારણ કે, તેમના ખર્ચમાં વધારો થતો નથી, પણ તેમના ઓઈલ વેચાણનો ભાવ બમણો-ત્રણ ગણો થઈ ગયો છે. આ વધારાની કમાણીનો ઉપયોગ તેઓ મુખ્યત્વે ત્રણ રીતે કરે છે: પ્રથમ, શેરધારકોને ડિવિડન્ડ અને શેર બાયબેક દ્વારા લાભ આપવો; બીજું, દેવું ઘટાડીને કંપનીને મજબૂત બનાવવી; અને ત્રીજું, નવા ડ્રિલિંગ અને પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને ભવિષ્યની ઉત્પાદન ક્ષમતા વધારવી. આમ, અમેરિકા યુદ્ધનો સીધો ખર્ચ ઉઠાવે છે, પણ તેના ઓઈલ માર્કેટને મળતો અપાર નફો અમેરિકન અર્થતંત્ર અને શેરધારકો માટે એક મોટા આર્થિક લાભમાં પરિણમે છે.

Oil Shock Triggers Rs 1.1 Trillion FPI Exits - Rediff.com

યુરોપમાં તેલની કિંમત વધવાનો ફાયદો એક સાથે ત્રણ પક્ષોને થાય છે: ખાનગી શેરધારકો, સરકાર અને પેન્શનરો. યુરોપમાં ફક્ત બ્રિટન અને નોર્વે જ ઓઈલની નિકાસ કરે છે. ટેક્સાસની જેમ બ્રિટનમાં ઓઈલ કંપનીઓના ખાનગી શેર ધારકોને ઊંચા નફાનો સીધો લાભ મળે છે, પરંતુ સાથે બ્રિટિશ સરકાર ‘વિન્ડફોલ ટેક્સ’ (વધારાના નફા પરનો ખાસ કર) લઈને તેમાંથી પોતાનો હિસ્સો પણ મેળવે છે, જેનો ઉપયોગ જાહેર સેવા માટે થાય છે. 

Geopolitical Oil Market Risk: Price Impact Guide

નોર્વેનું મોડેલ સૌથી અનોખું છે. તેઓ ઓઈલમાંથી થતી વધારાની આવકને સીધી ‘ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ’માં રોકે છે, જે વિશ્વનું સૌથી મોટું સાર્વભૌમ ફંડ છે, જેની કિંમત $ ૨ ટ્રિલિયનથી વધુ છે. આ રીતે, નોર્વે માત્ર વર્તમાન પેન્શનરોને જ લાભ નથી આપતું, પરંતુ ભાવિ પેઢીઓ માટે પણ સંપત્તિ સાચવે છે, જે એક આદર્શ ઉદાહરણ છે કે કેવી રીતે તેલની આવકને બુદ્ધિપૂર્વક દીર્ઘકાલીન રાષ્ટ્રીય સુરક્ષા અને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરી શકાય છે.

Is the Russia-India-China Troika Making a Comeback? – The Diplomat

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી અમેરિકા અને યુરોપે રશિયન ઓઈલ પર કડક પ્રતિબંધો મૂક્યા છે. તે અંતર્ગત નક્કી કરાયું હતું કે, જો રશિયા $ ૬૦ પ્રતિ બેરલથી વધુ ભાવે તેલ વેચશે તો તેને પશ્ચિમી વીમો, શિપિંગ અને ફાઇનાન્સિંગની સુવિધા નહીં મળે, પરંતુ રશિયાએ આ પ્રતિબંધોને ટાળીને ભારત, ચીન અને અન્ય એશિયન દેશોને રાહત દરે ઓઈલ વેચવાનો સફળ વિકલ્પ શોધી લીધો છે. પરિણામે વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવ વધવાથી રશિયન ક્રૂડ ઓઈલ ઉદ્યોગની આવકમાં જંગી વધારો થયો છે. આ વધારાના નફાનો લાભ રશિયન પ્રજાને ના મળ્યો. તેનો સીધો ફાયદો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ઓલિગાર્ક્સ (ઉદ્યોગપતિઓ) અને તેમના સૈન્ય-ઔદ્યોગિક સંકુલ (લશ્કરી-ઔદ્યોગિક સંકુલ)ને થયો કારણ કે, આ કંપનીઓ પર સરકારનું જ નિયંત્રણ છે અને તેમના વ્યવહારો ગુપ્ત રખાય છે. આમ ઉદ્યોગપતિઓ અને પુતિનનું સૈન્ય સામ્રાજ્ય વધુ સમૃદ્ધ બન્યું, જ્યારે રશિયાની સામાન્ય પ્રજાને ફુગાવા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 

Gujarat Ports Crude Oil to Petrol & Diesel | India Fuel Supply Chain

ઓઈલની કિંમત વધતાં ગુજરાતમાં નીચે મુજબની અસરો થઈ છે. 

– થાળી મોંઘી થઈ: એલપીજી ના ભાવ વધતાં રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી ૨૦ % જેટલી મોંઘી થઈ ગઈ છે. ઘરની રસોઈ પણ મોંઘી બની છે.

– દૈનિક ખર્ચમાં વધારો: ડીઝલના ભાવ વધવાને કારણે પરિવહન ખર્ચ વધ્યો, જેણે શાકભાજી, દૂધ, ફળ જેવી રોજિંદી જરૂરિયાતની ચીજોના ભાવ પણ વધારી નાખ્યા. એટલે માસિક ખર્ચ આપોઆપ વધી ગયો. 

– ઉદ્યોગોને ફટકો પડ્યો: મોરબીના સિરામિક્સ ઉદ્યોગને ગેસની ભારે તંગીનો સામનો કરવો પડ્યો, સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગને નિકાસમાં ગંભીર અડચણો આવી અને ભરૂચ-દહેજ જેવા રાસાયણિક હબમાં ઉત્પાદન ખર્ચ વધી જવાથી માલના ભાવ આસમાને પહોંચી ગયા.

How Oil Price Spikes Affect Stock Market: What Investors Must Know | EBC  Financial Group

ઓઈલની વૈશ્વિક કિંમત વૃદ્ધિએ ગુજરાતના ઘરના ચૂલાથી માંડીને કારખાના સુધી બધું જ મોંઘું કરી નાખ્યું છે.

Oil Price Surge Above $100: Stock Market Impact & Investment Strategy 2026

યુદ્ધના કારણે થતો વધારાનો ખર્ચ બચાવવાનો એકમાત્ર ઉપાય એ છે કે આપણે સ્વચ્છ અને સ્વદેશી ઊર્જા તરફ જઈએ. સારા સમાચાર એ છે કે હવે દુનિયા ઓઈલ પરની નિર્ભરતા ઘટાડવા લાગી છે. ભવિષ્યમાં ઓઈલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ તો નહીં થાય, પણ આપણે સંપૂર્ણપણે ઓઈલ પર નિર્ભર પણ નહીં રહીશું. ઓઈલના બદલે સૌર, પવન અને જળ ઊર્જા તરફ ઝડપથી સંક્રમણ થઈ રહ્યું છે. અન્ય દેશો અને દેશના અન્ય રાજ્યો સાથે ગુજરાતે પણ નવીનીકરણીય ઊર્જા (નવીનીકરણીય ઊર્જા) તરફ કદમ ભર્યા છે. કચ્છના રણમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. લોકો ઘરોમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે.  જો કે, પ્લાસ્ટિક, દવાઓ, ખાતર અને જેટ ફ્યૂલ માટે ક્રૂડની જરૂર રહેશે, પરંતુ એકંદરે ઓઈલ પરની નિર્ભરતા ઘણી ઓછી થઈ જશે, જેનાથી યુદ્ધને કારણે વેઠવા પડતા ભાવવધારામાંથી ભવિષ્યમાં ઘણે અંશે મુક્તિ મળશે.

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *