મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ ના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર ભાજપ સરકાર બનવાનો માર્ગ ખુલી ગયો છે. બીજી તરફ, ૧૫ વર્ષ સુધી સત્તા ભોગવનાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ હારનો સ્વીકાર કરવા છતાં રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર ન હોય તો નવી સરકાર કેવી રીતે બનશે અને રાજ્યપાલ પાસે કઈ સત્તાઓ હોય છે.

Sethupathi Wins Single Vote | Mamata Banerjee Press Conference Today

નિયમ મુજબ, ૦૭ મે ૨૦૨૬ ના રોજ ૧૭ મી બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાનો છે. ૮ મેના રોજ સદન ભંગ થઈ જશે, જેના કારણે તમામ ધારાસભ્યોનું સભ્યપદ આપોઆપ રદ થઈ જશે. બંધારણીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ભંગ થયા પછી મમતા બેનરજી સત્તાવાર રીતે મુખ્યમંત્રી રહેશે નહીં, કારણ કે નવી સરકારની રચના માટે નવા મુખ્યમંત્રીની પસંદગી ફરજીયાત છે.

Sethupathi Wins Single Vote | Mamata Banerjee Press Conference Today

CV Ananda Bose Resigns As West Bengal Governor Ahead Of Assembly Polls, RN  Ravi Replaces Him

જો મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા પછી પણ રાજીનામું આપવાનો ઈનકાર કરે, તો રાજ્યપાલ પાસે વિશેષ સત્તાઓ હોય છે. રાજ્યપાલ હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગી શકે છે અને જો તેઓ ના પાડે તો તેમને પદ પરથી બરતરફ કરી શકે છે. કલમ-૧૬૪ હેઠળ રાજ્યપાલને નવો મુખ્યમંત્રી નિયુક્ત કરવાની અને શપથ અપાવવાની શક્તિ મળે છે. રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જો કોઈ ગંભીર બંધારણીય ઈમરજન્સી ઉભી થાય, તો રાજ્યપાલ કલમ-૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. જોકે, સ્પષ્ટ જનાદેશ હોવાથી આની જરૂર પડતી નથી.

SC Scraps SI Recruitment 2021 | Mamata Refuses Resignation After TMC Defeat

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે, ‘હું હારી નથી, મને હરાવવામાં આવી છે.’ તેમણે ભાજપ પર ૧૦૦ બેઠકોની ચોરી કરવાનો અને ચૂંટણી પંચ સાથે મળીને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ ચૂંટણી પંચ સામે હતી અને કાઉન્ટિંગ સેન્ટર પર તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી, મમતા બેનરજી રાજીનામું આપે કે ન આપે, પરંતુ બંધારણીય રીતે તેઓ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહી શકશે નહીં અને રાજ્યપાલ ટૂંક સમયમાં જ નવા મુખ્યમંત્રીની નિમણૂક કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *