ટ્રમ્પની ઈરાનને આખરી ચેતવણી

US-Israel-Iran War Live Update | Netanyahu says Israel ready to 'return to  battle at any moment' against Iran | What We Know About US and Iran's  Ceasefire Deal | The Daily Star

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર નહીં આવે, તો આવતા સપ્તાહે અમેરિકા તેના મહત્ત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે સતત ચોથા દિવસે સામસામે સૈન્ય કાર્યવાહી અને ગોળીબાર થઈ રહ્યો છે.

Trump Team Warns Iran War Is About to Get Helluva Lot Worse | The New  Republic

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં જણાવ્યું કે, ‘આવતા અઠવાડિયે ઈરાન માટે સ્થિતિ ખૂબ જ ખરાબ થવાની છે. જો તેઓ વાટાઘાટો માટે તૈયાર નહીં થાય, તો અમે તેમના તમામ પાવર પ્લાન્ટ્સ અને બ્રિજ તોડી પાડીશું.’ આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ ટ્રમ્પે ઈરાનની નાગરિક માળખાગત સુવિધાઓ પર બોમ્બમારો કરવાની ધમકી આપી હતી, જેના પર સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નાગરિક સુવિધાઓ પર હુમલો કરવો એ યુદ્ધ અપરાધ ગણાય છે.’

The US carried out an airstrike on the Shahid Haqqani Port in Bandar Abbas, Iran. Videos of the attack showed smoke rising from the port complex.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ ઈરાનના ઊર્જા ક્ષેત્રો (પાવર પ્લાન્ટ્સ) પર પણ હુમલો કરશે, જોકે આ કાર્યવાહી તેઓ સૌથી છેલ્લે કરશે. આ સાથે જ અમેરિકન વાટાઘાટકારોએ ઈરાનને સ્પષ્ટ અને આખરી સંદેશો આપી દીધો છે કે તેઓ કાં તો શાંતિથી સમજૂતી કરી લે અથવા તો યુદ્ધની સ્થિતિમાં દેશમાં કંઈ જ બચશે નહીં.

A plume of smoke was seen rising from the Shahid Haqqani Port in Bandar Abbas.

આ રાજકીય ગરમાવો ત્યારે વધ્યો જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા માલવાહક જહાજો પર લાદવામાં આવનાર ૨૦ % શુલ્કની ધમકી પાછી ખેંચી લીધી. તેના બદલે તેમણે ખાડી દેશો સાથે મોટા પાયે વેપાર અને રોકાણ કરારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતના થોડા જ કલાકોમાં અમેરિકન સેનાએ ઈરાન પર સતત સાત કલાક સુધી હવાઈ હુમલા કર્યા અને તેના બંદરોની નાકાબંધી ફરી શરૂ કરી દીધી.

Iran, America, And The Myth of Controlled Escalation

યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ડ ઝનબંધ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે જેથી ઈરાન વેપારી જહાજોને ધમકી ન આપી શકે. આ હુમલામાં દક્ષિણ-પૂર્વ શહેર બામપુરમાં ઈરાનના લશ્કરી મથક પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા સાત ઈરાની સૈનિકોના મોત થયા છે.

America attacks Iran's Chabahar Port for the first time; India signed a 10-year deal in 2024 to operate the Shahid Beheshti Terminal.

ઈરાને પણ અમેરિકા સામે વળતો પ્રહાર કર્યો છે. ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલ મુજબ, તેહરાને જોર્ડન, કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. કુવૈત અને બહેરીનના સૈન્ય વિભાગે દાવો કર્યો છે કે તેમણે ઈરાન તરફથી આવેલા ડ્રોન અને હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક હવામાં જ નષ્ટ કરી દીધા છે. અમેરિકાએ આક્ષેપ કર્યો છે કે ઈરાને જાણીજોઈને વેપારી જહાજો પર હુમલા કરીને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા છે, જેમાં કેટલાક નાગરિકોના મોત પણ થયા છે.

ईरान युद्ध के दलदल से कैसे निकलेंगे डोनाल्ड ट्रंप? सामने बढ़ती चुनौती और  सीमित विकल्प - How Will Donald Trump Navigate Quagmire Of Iran War Growing  Challenge Lies Ahead And Options Are

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *