વિદેશમાં છે ભગવાન શંકરના ૫ પ્રસિદ્ધ મંદિરો

શ્રાવણ માસમાં લોકો શિવ મંદિરોમાં દર્શન કરવા જાય છે. ભારત જ નહીં સમગ્ર વિદેશમાં પણ ભગવાન શંકરના ભવ્ય મંદિરો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે.

Famous Shiv Temple Outside Of India

શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત ખાસ મહિનો છે. ભોળનાથને પ્રિય શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજ અર્જના કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો દેશભરના ૧૨ જ્યોતિર્લિંગ સહિત પ્રખ્યાત શિવ મંદિરોમાં દર્શન કરવા જાય છે. પરંતુ તમે જાણો ભગવાન શંકરની મહિમા માત્ર ભારત સુધી મર્યાદિત નથી. 

Shravan Month Shiv Worship Importance; Zodiac Sign Wise Puja Vidhi Rituals

ભગવાન શિવને સમર્પિત ઐતિહાસિક અને ભવ્ય મંદિરો દુનિયાભરમાં છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા જાય છે. આ મંદિરોનુ વાસ્તુકળા, ધાર્મિક માન્યતા, પરંપરાઓ અને સાંસ્કૃતિ મહત્વ તેને ખાસ બનાવે છે.

Maha Shivratri 2023: ક્યારે છે મહાશિવરાત્રિ, અહીં જાણો તારીખ, સમય, પૂજા  વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ | Mahashivratri 2023 date, time, puja vidhi,  muhurt and importance - Gujarati Oneindia

વિદેશમાં પ્રખ્યાત શિવ મંદિરો

ભારતના પડોશી દેશ નેપાળ થી લઇ મલેશિયા, ઇન્ડોનેશિયા અને શ્રીલંકામાં પણ ભગવાન શંકરના પ્રસિદ્ધ મંદિરો છે, જે ભારતની સંસ્કૃતિ અને સનાતન પરંપરાને વૈશ્વિક પ્રતિક બનાવે છે. શ્રાવણ માસમાં આ મંદિરોમાં ખાસ પૂજા આરતા, શ્રૃંગાર, રુદ્રભિષેક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પશુપતિનાથ મંદિર, નેપાળ

નેપાળનું પશુપતિનાથ મંદિર ભગવાન શંકરના મંદિરોમાં બહુ મહત્વ ધરાવે છે. આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. આ મંદિર દ્વાપરયુગનું હોવાની માન્યતા છે. આ મંદિરમાં સ્થાપિત ભગવાન પશુપતિનાથનું શિવલિંગ ચતુર્મુખી છે. નેપાળમાં બાગમતી નદી કિનારે સ્થિત આ પવિત્ર શિવ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. 

World Famous Hindu Temples: માત્ર આસ્થા જ નહીં પોતાની ભવ્યતા માટે પણ પ્રસિદ્ધ  છે વિદેશમાં સ્થિત આ મંદિર - Gujarati News | | know about famous hindu  temples located in abroad - TV9 Gujarati

ભગવાન મુરગન મંદિર, મલેશિયા 

મલેશિયાના બાટૂ ગુફા પરિસરમાં ભગવાન મુરુગનનું પ્રસિદ્ધ મંદિર છે. જો કે અહીં ભગવાન શિવને સમર્પિત એક અત્યંત પવિત્ર મંદિર પણ છે. જ્યાં ભક્તો પૂજા અને અભિષેક કરે. શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો શિવ પૂજા અને દર્શન કરવા આવે છે.

Sawan 2026:भारत ही नहीं, विदेशों में भी हैं भगवान शिव के भव्य मंदिर, जानिए  कहां-कहां - Sawan Famous Foreign Shiva Temples Outside India Videshon Me Shiv  Mandir - Amar Ujala Hindi News

શ્રી રાજકલીઅમ્મન ગ્લાસ મંદિર, મલેશિયા

મલેશિયાના જોહોરમાં એક હિન્દુ મંદિર છે, જ્યાં ભગવાન શિવની પૂજ કરવામાં આવે છે. આ મદંરિ તેની ભવ્ય કાચ વાસ્તુકળા માટે પ્રખ્યાત છે. જો કે આ મંદિર દેવીને સમર્પિત છે, પરંતુ મંદિર પરિસરમાં ભગવાન શિવ સહિત અન્ય હિન્દુ દેવી દેવતાઓના પણ મંદિર છે. શ્રાવણ માસમાં અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ લાગે છે.

Sawan 2026:भारत ही नहीं, विदेशों में भी हैं भगवान शिव के भव्य मंदिर, जानिए  कहां-कहां - Sawan Famous Foreign Shiva Temples Outside India Videshon Me Shiv  Mandir - Amar Ujala Hindi News

ગંગા તલાઓ શિવ મંદિર

મોરેશિયસમાં ગંગા તાલાબ હિન્દુ શ્રદ્ધાળુઓ માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થધામોમાં એક છે. ભગવાન શિવને સમર્પિત એક વિશાળ મંદિર અને તેની ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે. શ્રાવણ અને શિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જળાભિષેક કરવા માટે આવે છે.

Shri Rangnath Temple,આ મંદિરમાં ભગવાન રામે બતાવ્યું હતું વિભીષણને પોતાનું  અસલી સ્વરૂપ - lord ram shows his vishnu swaroop to vibhishan at shri  rangnath temple - Iam Gujarat

મુન્નેશ્વરમ મંદિર

શ્રીલંકામાં સ્થિત પ્રાચીન શિવ મંદિર છે, જે ત્રેતાયુગનું હોવાનું મનાય છે, જે તેની સૌથી મોટી ખાસિયત છે. પૌરાણિક માન્યતા મુજબ રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામે અહીં ભગવાન શંકરની સ્થાપના કરીને પૂજા કરી હતી. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે.

Lord shiva, the puranas and hindu theism #15005 - Free Transparent PNG Logos

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *