પ્લાસ્ટિક નોટ છાપવા આરબીઆઈ સક્રિય

ભારતમાં પ્લાસ્ટિક નોટ છાપવા પોલિમર સબસ્ટ્રેટ શીટ્સની સપ્લાય માટે બે કંપનીઓએ બોલી લગાવી છે. આરબીઆઈ શરૂઆતમાં ૧૦ અને ૨૦ રૂપિયાની પ્લાસ્ટિક નોટ રજૂ કરી શકે છે.

RBI polymer banknotes: India to test plastic ₹10 and ₹20 notes

આરબીઆઈ દ્વારા પ્લાસ્ટિક નોટ માટે ઝડપથી કામગીરી કરી રહી છે. ભારતીય અને વિદેશી કંપનીઓએ ઇનબિલ્ટ સિક્યોરિટી ફીચર્સ સાથે પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના સપ્લાય માટે બોલી લગાવી છે. દેશમાં ઓછા મૂલ્યની પ્લાસ્ટિકની નોટો રજૂ કરવાની દિશામાં આને એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે.

RBI Governor Sanjay Malhotra: Plastic Notes Launch in India | Currency News

ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પેટાકંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રન (પી) લિમિટેડ (BRBNMPL) દ્વારા જારી કરાયેલ ગ્લોબલ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) (જેણે ૧૮ ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી છે) ના જવાબમાં, ઓછામાં ઓછા બે વિદેશી પોલિમર કરન્સી ઉત્પાદકો અને યુકેની બેંક નોટ ઉત્પાદક ડી લા રુ સાથે ભાગીદારીમાં ભારતીય સબસ્ટ્રેટ ઉત્પાદકે તેમની બિડ રજૂ કરી છે.

પોલિમર નોટોના ભાવિ પુરવઠાની સંવેદનશીલતાને જોતાં, કંપનીઓને ઇન્ટિગ્રિટી પેક્ટ: એક ગોપનીયતા કરાર; નો-એજન્ટ કરાર, એક નો એજન્ટ પેક્ટ અને એક અંડરટેકિંગ ભરવા માટે કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પોતાની કામગીરીને ચીન અને પાકિસ્તાનમાં તેમની કામગીરીથી ફાયરવોલ કરશે.

બિડ કરનાર કંપનીઓએ એવું પણ સર્ટિફાઇ કરવું પડશે કે તેમના પોલિમર સબસ્ટ્રેટમાં BRBNMPL ને સપ્લાય કરવા માટે તેમના પોલીમર સબસ્ટ્રેટમાં કોઇ પણ એનિમલ ટેલો સામગ્રી અથવા તેના ડીએનએ હશે નહીં.

બ્રિટન જેવા દેશોમાં નોટોમાં એનિમલ ટેલોની હાજરી અંગેનો વિવાદ RBIના ભારતમાં પોલિમર કરન્સી રજૂ કરવામાં ખચકાટનું એક કારણ માનવામાં આવે છે.

BRBNMPL એ પોતાના EOI દસ્તાવેજોમાં “તાકીદ” જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને ભારતીય નોટો છાપવા માટે લગભગ 68,000 રીમ પોલિમર સબસ્ટ્રેટ્સની જરૂરિયાત દર્શાવી છે. દરેક રીમમાં પોલિમર ફિલ્મની ૫૦૦ શીટ્સ હોવી જોઈએ અને બિડ સાથે નમૂના આપવાના રહેશે.

સેમ્પલને અલગ અલગ ક્લાયમેન્ટ ઝોનમાં ટેસ્ટ કરવામાં આવશે અને જે પાત્ર હશે તેમને BRBNMPL ટેન્ડર માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.

સમયમર્યાદા પહેલા પ્રકાશિત એક કોટિએન્ડમમાં, BRBNMPL એ સ્પષ્ટતા કરી હતી કે બિડરોએ આ “ક્વોલિફાઇંગ” તબક્કે તેમની નાણાકીય સ્થિતિના પુરાવા રજૂ કરવાની જરૂર નથી.

રિપોર્ટ અનુસાર, એવું બહાર આવ્યું છે કે કોસ્મો પોલિમર સબસ્ટ્રેટ EOIની રેસમાં પ્રથમ છે, જે BOPP (બાયક્સિયલી ઓરિએન્ટેડ પોલિપ્રોપિલિન) નો સૌથી મોટો ભારતીય નિકાસકાર છે અને ડી લા રુનો મુખ્ય સપ્લાયર છે.

દુનિયાની સૌથી મોટી નોટ સપ્લાયર, જેનું મુખ્ય મથક યુકેમાં છે, ડે લા રુએ દાવો કર્યો છે કે તેણે ઘણા દેશોને પોલિમર વિકલ્પો અપનાવવામાં મદદ કરી છે, જે તેમની અનુસાર સ્વચ્છ, હરિયાળી, સલામત અને વધુ ટકાઉ છે.

નિષ્ણાતો કહે છે કે કોસ્મો ફર્સ્ટે મોટી ચલણ બનાવતી કંપનીને તેના “તકનીકી ભાગીદાર” તરીકે સૂચિબદ્ધ કરી છે, જે BRBNMPLની જરૂરિયાતો અનુસાર તેના પોલિમર સબસ્ટ્રેટમાં સિક્યોરિટી ફીચર્સ પ્રદાન કરશે.

અન્ય વિદેશી મોટી કંપની (જેને તે બોલી લગાવી હોવાનું જાણવા મળે છે) ઓસ્ટ્રેલિયાની CCL સિક્યોર છે, જે પોલિમર બેંક નોટ સપ્લાયમાં અન્ય અગ્રણી છે. CCL સિક્યોર હાલમાં ૪૦ કેન્દ્રીય બેંકોને પોલિમર સોલ્યુશન્સ સપ્લાય કરે છે. તેમાં નકલી નોટોને રોકવા માટેની સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ નોટો કોટન બેઝ્ડ કરન્સી પેપર કરતા ૬ ગણી વધુ ચાલે છે.

સીસીએલ સિક્યોર વેબસાઇટ સમજાવે છે કે તે દેશોને કપાસના પલ્પમાંથી બનેલા પોલિમર આધારિત અને પરંપરાગત ચલણ કાગળના સંયોજનનો ઉપયોગ કરવાનો ઉકેલ આપે છે. કહેવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ હાલમાં ભારત માટે પણ આ જ પ્રસ્તાવ આપી રહી છે, જેમા શરૂઆતમાં ૧૦ અને ૨૦ રૂપિયાની પોલિમર નોટ રજૂ કરવામાં આવશે.

વિયેતનામ એ દેશોમાં સામેલ હતું જેણે સીસીએલ સિક્યોરથી પોલિમર સબસ્ટ્રેટ્સની આયાત કરી હતી, પરંતુ ત્રણ વર્ષ પહેલા હનોઈની એક ખાનગી કંપની, Q&T હાઇટેક પોલિમર કંપની લિમિટેડે દેશને નોટો સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું, અને કહ્યું હતું કે કોટન પેપર કરન્સીની તુલનામાં ૭૮ % લાઇમસાઇકલ સેવિંગ છે. કંપની વિયેટનામની બહાર પણ તેના વ્યવસાયને વિસ્તૃત કરી રહી છે અને ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે BRBNMPL EOI માટે પણ બોલી લગાવી છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *