કોરોના લોકડાઉન જેવા કડક નિયંત્રણો હેઠળ પાકિસ્તાન

પાકિસ્તાન માં આર્થિક કંગાળિયત વચ્ચે ઈંધણ બચાવવા દુકાનો અને લગ્ન પ્રસંગો પર કાપ

Pakistan Orders Weekly Two-Day Lockdown Amid Fuel Crisis - Pragativadi I  Latest Odisha News in English I Breaking News

તમને કોરોનાની મહામારીનો વખત તો યાદ જ હશે. એ સમયે ચારેબાજુ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમ કે, આટલા વાગ્યા સુધી બજાર બંધ રહેશે. એ સિવાય પણ બીજા ધણા બધા નિયંત્રણો હતા.

Pakistan Punjab Minister Accuses India ; Lahore Lockdown School Closed  Pollution Highest | Cross Border

પાકિસ્તાનમાં અત્યારે એટલા બધા નિયંત્રણો લાદવામાં આવ્યા છે કે, બધાને કોરોનાના સમયના લોકડાઉનની યાદ આવી ગઈ છે. અત્યારે અહીં ખૂબ જ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, ત્યાં સુધી કે, અહીં લોકો પોતાની મરજી મુજબ લગ્નપ્રસંગ પણ યોજી શકતા નથી, એટલું જ નહીં સરકારી વિભાગો મરજી મુજબ વાહન પણ ખરીદી નહીં શકે. એટલું જ નહીં પોતાની મરજીથી પોતાની દુકાન પણ ચાલુ રાખી શકતા નથી. જાણે કે, પાકિસ્તાનની સરકારે પોતાના લોકોના હાથ બાંધી દીધા હોય. હકીકતમાં પાકિસ્તાનની સરકારના જ હાથ બંધાઈ ગયા છે.

Financial Crisis and Rising Inflation in Pakistan — Global Defense Insight

પાકિસ્તાનની આર્થિક હાલત સાવ ખરાબ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા. એને ચૂકવવા માટે ડોલર જોઈએ. જોકે, આ દેશ માંડ ભીખ પર નભે છે. સાઉદી અરેબિયા અને ચીન જેવા દેશો મદદ કરે છે. ભીખ માગતા દેશો કંઈ આવા ખરાબ સમયમાં ટકી ના શકે. પાકિસ્તાનની તિજોરી તળિયાઝાટક થઈ રહી છે. તેની પાસે વિદેશોમાંથી ક્રૂડ ઓઇલ, કાર કે સોનું ખરીદવા માટે પૂરતા રૂપિયા જ રહ્યા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની સરકારે નિયંત્રણો મૂક્યા. જેથી લોકો ખર્ચો ઓછો કરે.

Pakistan Lockdown: పాకిస్తాన్‌లో లాక్‌డౌన్.. యుద్ధంతో పెద్ద కష్టమే  వచ్చిందిగా.. | Pakistan Imposes 'Smart Lockdown' As Fuel Shortages Bite  After Hormuz Strait Disruption | TV9 Telugu

પાકિસ્તાનની હાલત હવે એવી થઈ ગઈ છે કે લોકો માટે પેટ્રોલ ભરાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને સરકાર માટે દેશ ચલાવવો પણ મુશ્કેલ છે. આ દેશમાં પેટ્રોલનો ભાવ હવે ૩૯૧ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે જ્યારે ડીઝલનો ભાવ તો ૪૨૫ પાકિસ્તાની રૂપિયા થઈ ગયો છે. પાકિસ્તાન પાસે પેટ્રોલનો સ્ટોક પણ માંડ ૧૪ દિવસ ચાલે એટલો જ રહે છે. ગેસની સ્થિતિ પણ ગંભીર છે. હવે આ બધાની અસર સીધી લોકોના ધંધા-રોજગાર પર પડી રહી છે.

Prime Minister Shehbaz Sharif orders early market closures and free public  transport amid energy conservation measures - India Today

પાકિસ્તાન સરકારે હવે વીજળી અને ઈંધણ બચાવવાના નામે બજારો અને દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. એ મુજબ દુકાનો, બજારો, શોપિંગ મોલ અને કરિયાણાની દુકાનો રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. લગ્નના હોલ અને પાર્ટી પ્લોટ રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે. હોટેલ અને રેસ્ટોરાં માટે રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધીની મર્યાદા રાખવામાં આવી છે. હોમ ડિલિવરી ચાલુ રાખી શકાશે. આમાં હોસ્પિટલ, દવાખાના, પેટ્રોલ પંપ, જિમ અને આઈટી કંપનીઓ જેવી જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ સંકટમાંથી બહાર આવવા માટે માત્ર પેટ્રોલના ભાવ વધારવા કે દુકાનો વહેલી બંધ કરાવવાથી કામ ચાલવાનું નથી.

Markets, malls to shut by 8 pmin Pakistan as fuel crisis deepens - The  Hitavada

પાકિસ્તાનની હાલત એટલી બધી કંગાળ થઈ ચૂકી છે કે હવે લગ્ન પ્રસંગોમાં પણ ભિખારી જેવી હાલત જોવા મળી રહી છે. કરાચીના પ્રખ્યાત અખબાર ડોનના એક અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકારે જનતાને રાહત આપવાના નામે એક નવો જ તઘલખી આદેશ આપ્યો છે. હવે ત્યાં લગ્ન કે કોઈપણ ખુશીના પ્રસંગમાં મહેમાનોને ખાવામાં માત્ર એક જ વાનગી પીરસી શકાશે. જે દેશ પોતાની સેના અને રાજનેતાઓના ખર્ચા નથી રોકી શકતો, તે હવે બિચારા સામાન્ય લોકોના લગ્નના ખાવા પર પણ કાપ મૂકી રહ્યો છે. ખાવાની રંગત જ ઉડાડી દેનાર આ દેશની બરબાદી ખરેખર જોવા જેવી છે, જ્યાં લોકો બે ટંક રોટલી માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

Pakistan eases market closure restrictions imposed during Iran war

આર્થિક કટોકટીમાં ફસાયેલું પાકિસ્તાન હવે ગાડીઓ ખરીદવા માટે પણ ફાંફા મારી રહ્યું છે. ખર્ચ ઘટાડવાના નાટક કરતા પાકિસ્તાની સરકારે હવે સરકારી વિભાગો માટે નવા વાહનો ખરીદવા પર સીધો પ્રતિબંધ લગાવી દીધો છે. કરાચીના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ, આ ભિખારી હાલતમાં પહોંચેલી સરકારની બચત યોજનાનો જ એક ભાગ છે. હવે ત્યાં સરકારી ઓફિસોમાં બીજી ચીજવસ્તુઓની ખરીદી પણ બંધ કરી દેવાઈ છે. જેમાં કોમ્પ્યુટર કે આઈટીનો સામાન અપવાદમાં રાખવામાં આવ્યો છે. જોકે, વિકાસના નામે મોટા દાવા કરતી આ સરકારના પ્રોજેક્ટ્સને આ નિયમમાંથી છૂટ જરૂર મળી છે. પાકિસ્તાન સરકારની હાલત એટલી ખરાબ છે કે તેમણે સરકારી ગાડીઓના પેટ્રોલ-ડીઝલના ફંડમાં પણ કાપ મૂકી દીધો છે. આગામી ત્રણ મહિના માટે સરકારી ગાડીઓનું ઈંધણ સીધું 50 ટકા ઓછું કરી નાખવામાં આવ્યું છે. આમ તો પાકિસ્તાનના સરકારી કર્મચારીઓને તો રાહત થઈ ગઈ છે. તેમને સરકારી કામકાજ માટે બધી જગ્યાએ દોડવાથી મુક્તિ મળી ગઈ છે. કેમ કે, તેઓ ચાલતા કે સરકારી બસોમાં તો નથી જવાના. આ નિયંત્રણમાં સેના, પોલીસ અને ટેક્સ વિભાગની ગાડીઓને થોડી રાહત છે, પણ તેમની પણ બિન-જરૂરી અને વહીવટી ગાડીઓનું પેટ્રોલ તો કાપવું જ પડશે.

Markets, Malls to shut by 8 pm in Pakistan as fuel crisis deepens

પાકિસ્તાનમાં હવે વાત માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ સુધી અટકી નથી. દેશની આર્થિક હાલત એવી બની ગઈ છે કે સરકારે હવે પોતાના જ મંત્રીઓ અને અધિકારીઓની વિદેશ યાત્રા પર પણ બ્રેક મારી દીધી છે. પાકિસ્તાન સરકારે સરકારી કર્મચારીઓની વિદેશ યાત્રા પર આગામી ત્રણ મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે. મંત્રીઓ હોય, સલાહકારો હોય કે સરકારી અધિકારીઓ એમ બધાની વિદેશ યાત્રા પર રોક લગાવવામાં આવી છે. અને જો કોઈ માટે વિદેશ જવું બહુ જ જરૂરી હોય, તો પણ હવે બિઝનેસ ક્લાસ નહીં જવાનું, સીધી ઈકોનોમી ક્લાસની ટિકિટ જ કઢાવવી પડશે. આ નિયમ વિદેશમાં કામ કરતા પાકિસ્તાની રાજદૂતો માટે પણ લાગુ કરવામાં આવ્યો છે.

Pakistan's Economic Crisis

સરકારી વિભાગોને સત્તાવાર રાત્રિભોજન અને સેમિનાર માટે મોટી હોટેલ કે મોંઘા વેન્યુમાં પૈસા ખર્ચવાની પણ મનાઈ કરવામાં આવી છે. મીટિંગ કરવી હોય તો સરકારી હોલમાં જ કરવાની રહેશે. શક્ય હોય તો ઓનલાઈન મીટિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે, પાકિસ્તાન સરકાર હવે દરેક જગ્યાએ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. સરકારી ગાડીઓથી લઈને પેટ્રોલ સુધી, વિદેશ પ્રવાસથી લઈને હોટલમાં મીટિંગ સુધી, અને લગ્નના જમણવારથી લઈને બજારો વહેલા બંધ કરાવવા સુધી એમ બધે જ ખર્ચો ઘટાડવાની વાત છે.

Pakistan's Debt Clock Ticks, Braces for $4.8 Billion External Repayment  Challenge — A Crisis in the Making? | Times Now

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વિશે એક વાત વારંવાર સાંભળવા મળે છે કે, પાકિસ્તાન એક લોન ચૂકવવા માટે બીજી લોન લે છે? એક દેશ પૈસા આપવાની ના પાડે તો તે આઈએમએફ પાસે જાય. આઈએમએફ ની લોન મળે તો થોડા સમય માટે રાહત મળે. એના પછી એ લોન ચૂકવવાની આવે 

Pakistan faces a deep economic crisis. Reserves shrinking, $5.3B repayments  due, pressure mounting fast. #Pakistan #EconomicCrisis #Debt

તો ફરી પૈસાની જરૂર પડે. એટલે ફરી આઈએમએફ ની પાસે જવાનું. આઈએમએફ ના પાડે તો ચીન કે સાઉદી અરેબિયાની પાસે જવાનું. ફરી નવી લોન લેવાની. આ જ સાઇકલ વર્ષોથી ચાલી રહી છે. પાકિસ્તાનની પ્રજાના કમનસીબે આ રૂપિયા સીધા પાકિસ્તાનની સેનાના અધિકારીઓના ગજવાંમાં જઈ રહ્યા છે. અને એનાથી વિદેશોમાં મિલકતોની ખરીદી થઈ રહી છે.

Pak has a debt of 21.6 lakh crore

પાકિસ્તાનમાં જ્યાં સુધી જેહાદી માનસિકતા રહેશે ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેશે. પાકિસ્તાનમાં મુશ્કેલી એ છે કે, ત્યાંની પ્રજા વેપારી છે, એટલા માટે જ ત્યાંની પ્રજા ભિખારી છે. જે દિવસે વિદેશોમાં પાકિસ્તાનની સેનાના અધિકારીઓએ છુપાવેલી મિલકતો વિશે પાકિસ્તાનની પ્રજાને ખબર પડશે એ દિવસે આ દેશમાં બળવો થશે. સેનાની સામે બળવો થશે. એ બળવાને ત્યાંની સરકાર કોઈ રીતે અટકાવી નહીં શકે. 

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *