રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

આઇઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. 

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ 1 - image

ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળે છે. આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ ૧૫ મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે.  

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ | New rule applicable while  booking railway e tickets - Gujarat Samachar

ઇ-ટિકિટની કાળાબજારી એ રેલવે તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.આઇઆરસીટીસી સહિત ઝોનલ રેલવે આવા ગેરકાયદે દલાલો સામે સતત કાર્યવાહી કરી રહી છે. આઇઆરસીટીસીએ આ વર્ષની શરૂઆતમાં જ અઢી કરોડ જેટલી શંકાસ્પદ આઇડીઓ નિષ્ક્રિય કરી છે.  

73 trains passing through Chhattisgarh canceled | छत्तीसगढ़ से गुजरने वाली  73 ट्रेनें कैंसिल: 19 अगस्त तक चलेगा डेवलपमेंट वर्क; 22 ट्रेनों का बदला गया  रूट - Chhattisgarh News ...

ઉપરાંત તત્કાળ ઇ-ટિકિટો માટે આધાર પ્રમાણીકરણ પહેલી જુલાઇથી જ શરૂ છે.  સાથે જ અન્ય નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આઇઆરસીટીસીએ અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઇ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્યાનમાં લેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *