રાજ્યસભામાં અડધી રાત્રે VB-G RAM G બિલ પાસ

VB-G RAM G Bill पास: मनरेगा की जगह नई ग्रामीण रोजगार योजना, लोकसभा

VB-G RAM G બિલ ૨૦૨૫ રાજ્યસભામાં અડધી રાત્રે ધ્વનિમતથી પાસ થયું, જેમાં મનરેગાની જગ્યાએ ૧૨૫ દિવસની ગ્રામિણ રોજગાર ગેરંટીનો પ્રાવધાન છે. બિલના વિરોધમાં વિરોધ પક્ષોએ વોકઆઉટ કરી સંસદ પરિસરમાં ધરણા કર્યા છે.

VB-G Ram G Bill cleared by Parliament: Rajya Sabha passes law hours after  Lok Sabha approval; Opposition protests | India News - The Times of India

અડધીરાતે રાજ્યસભામાં પસાર થયેલ વિકસિત ભારત–ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે VB-G RAM G બિલ, ૨૦૨૫ એ દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ મચાવી દીધો છે. લોકસભા પછી રાજ્યસભામાં પણ આ બિલ ધ્વનિમતથી પાસ થતાં જ વિરોધ પક્ષોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. મનરેગાની જગ્યાએ લાવવામાં આવેલા આ નવા કાયદાને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ આમને-સામને આવી ગયા છે.

Parliament Winter Session | G Ram G Clears Lok Sabha Amid Uproar,  Opposition Tears Copy Of Bill

રાજ્યસભામાં ગુરુવારની રાતથી શુક્રવારની વહેલી સવાર સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ બિલ પાસ થયું. ચર્ચા દરમિયાન કોંગ્રેસ, ડીએમકે અને અન્ય વિરોધી પક્ષોના સાંસદોએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માગ ઉઠાવી હતી. જ્યારે આ માગ સ્વીકારવામાં આવી નહીં, ત્યારે વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યો અને ત્યારબાદ અડધી રાત્રે જ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અનેક સાંસદો પ્લકાર્ડ સાથે ધરણા પર બેસી ગયા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.

TMC MPs stage a 12-hour dharna against passing of VB-G RAM G Bill

VB-G RAM G બિલ હેઠળ હવે ગ્રામિણ પરિવારોને દર વર્ષે ૧૨૫ દિવસની મજૂરી આધારિત રોજગાર ગેરંટી મળશે, જે અગાઉ મનરેગા હેઠળ ૧૦૦ દિવસ હતી. સરકારનું કહેવું છે કે આ યોજના ગ્રામિણ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને ગરીબ પરિવારોને વધુ આવકની તક મળશે. કેન્દ્ર સરકારના મતે આ બિલ ‘વિકસિત ભારત’ના સંકલ્પ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

Kharge warns of protests over Centre's move to replace MGNREGA with VB-G  RAM G Bill - India Today

કેન્દ્રિય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાને રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે આ કાયદો ગરીબો અને મજૂરોના હિતમાં છે અને કોંગ્રેસ મનરેગાના નામે રાજકારણ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉની સરકારોએ મનરેગાનો ઉપયોગ મતબેંક માટે કર્યો હતો, જ્યારે નવી યોજના હેઠળ કામની ગુણવત્તા અને સમયસર ચુકવણી પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

Opposition reminds govt of farm law protests: 'People will be on streets' |  India News - The Indian Express

વિરોધ પક્ષોનો આરોપ છે કે મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ માત્ર વહીવટી નિર્ણય નહીં પરંતુ વિચારધારાત્મક હુમલો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને ચેતવણી આપતાં કહ્યું કે આ કાયદો પણ ત્રણ કૃષિ કાયદાઓની જેમ અંતે પાછો ખેંચવો પડશે. તેમણે જણાવ્યું કે જો સરકાર ગરીબોની અવાજ નહીં સાંભળે, તો લોકો રસ્તાઓ પર ઉતરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *