ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો

આજે શુક્રવારન ના રોજ સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે, તેણે દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વળતા પાણી થયા છે અને માત્ર ૨૪ કલાકમાં ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ઈતિહાસના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે શુક્રવારે રાત્રે ૧૧:૧૫ કલાકે ચાંદીના ભાવમાં ₹ ૧,૦૭,૯૭૧ જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

Silver prices crash! Silver drops Rs 21,000 in just an hour after hitting  life-time high of Rs 2.5 lakh per kg- what's the outlook?

નવો નીચો ભાવ: ચાંદી (૫ માર્ચ ૨૦૨૬ વાયદો) ઘટીને ₹ ૨,૯૧,૯૨૨ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

એક દિવસમાં તોતિંગ ઘટાડો: માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદીમાં ₹ ૧,૦૭,૯૭૧ નો ધરખમ ઘટાડો નોંધાયો છે.

ટકાવારીમાં ઘટાડો: ચાંદીના ભાવમાં સીધો ૨૭.૦૦ % નો મોટો કડાકો જોવા મળ્યો છે.

દિવસની રેન્જ: દિવસ દરમિયાન ચાંદી ₹ ૩,૮૯,૯૮૬ ની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સતત ગગડતી રહી અને ₹ ૨,૯૧,૯૨૨ ના લો લેવલ પર આવી ગઈ.

Why Is Silver Down Today? What Is Happening? - InvestingHaven

બજારમાં જોવા મળી રહેલા આ ડાઉનવર્ડ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ‘લોંગ અનવાઈન્ડિંગ’ માનવામાં આવે છે. એટલે કે, જે લોકોએ તેજીની આશાએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી, તેઓ હવે ગભરાઈને પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે, જેને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Silver Rally May Be Close to Peaking With 20% Correction Possible, Says  PACE 360

ચાંદીમાં ૨૭ % ના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે. ભારતમાં સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરેથી પીછેહઠ જોવા મળી છે અને તે હાલ ₹ ૧.૬૩ લાખ (પ્રતિ ૧૦ ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનામાં ૧૫ હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે.

Silver prices slide after hitting record highs. Is it the right time to  buy? - India Today

છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી જે રીતે દરરોજ ₹ ૩૦,૦૦૦ થી વધુ વધી રહી હતી અને ₹ ૪.૨૦ લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, તે બધી જ તેજી આ એક જ દિવસના કડાકામાં સાફ થઈ ગઈ છે. શુક્રવારની આ મંદીએ બજારમાં ‘પેનિક સેલિંગ’ (ગભરાટમાં વેચાણ) ની સ્થિતિ ઊભી કરી છે.

Silver Volatility & the Repricing of Value - Article | Crux Investor

MCX પર હાહાકાર, ચાંદીનું માર્કેટ ક્રેશ

હાલના ભાવ(૧૧:૧૫ PM): ₹ ૨,૯૧,૯૨૨

આજ(30 જાન્યુઆરી)નો ઘટાડો: -૧,૦૭,૯૭૧ (-૨૭.૦૦ %)

આજનો હાઈ: ૩,૮૯,૯૮૬

૨૯ જાન્યુઆરીનું બંધ: ૩,૯૯,૮૯૩

૨૯ જાન્યુઆરી રેકોર્ડ હાઇ: ૪,૨૦,૦૪૮

બજારનું સેન્ટિમેન્ટ: ભારે વેચવાલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *