ડોનાલ્ડ ટ્રમ્પ: સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગઈ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૨૦ ફેબ્રુઆરી વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર ગણાવતો પ્રમુખ ટ્રમ્પ ખુબ નારાજ થયા છે. તેમણે ચુકાદાનો જવાબ આપતા સુપ્રીમ કોર્ટ અને જજોની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, તેમને આવા ચુકાદની આશા ન હતી, તેમની પાસે હજુ અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી અમે વધુ ૧૦ % ટેરિફ ઝિંકીશું.

ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરતા કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ટેરિફ અંગે આપેલો ચુકાદો ખૂબ જ નિરાશાજનક છે. અમને તેમની પાસેથી આવા ચુકાદાની આશા રાખી ન હતી. સુપ્રીમ કોર્ટે અમારી વાત સાંભળી નથી. કોર્ટે જે ચુકાદો આપ્યો છે, તે અમેરિકાના હિતમાં નથી. મને કોર્ટના કેટલાક ન્યાયાધીશો પર શરમ આવી રહી છે. દેશ માટે યોગ્ય કામ કવાની જજોમાં હિમ્મત નથી. સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગયું છે, તેથી હવે અમે વધુ ૧૦ % ટેરિફ ઝિકીશું.’

US markets face the heat ahead of Supreme Court verdict: America's  inflation currently hovers at a 2-year high level

સુપ્રીમ કોર્ટે દેશના હિતમાં ચુકાદો આપ્યો નથી. કોર્ટ વિદેશી હિતોથી પ્રભાતીત હોય છે અને મને આવા નિર્ણયની આશા ન હતી. જે દેશો આપણને વર્ષોથી લૂંટી રહ્યા છે, તેઓ આ નિર્ણયથી ખુશ થશે. જોકે તેઓ વધુ સમય સુધી ખુશ નહીં રહી શકે. અમે અન્ય વિકલ્પોનો ઉપયોગ કરીશું. એવું થઈ શકે છે કે, અમે વધુ પૈસા લઈએ. અમારી પાસે હજુ પણ મજબૂત વિકલ્પો ઉપલ્બધ છે.’

U.S. President Donald Trump responded with fury to Friday's Supreme Court  ruling that he did not have the power to unilaterally set tariffs on  imports, denigrating individual justices as he vowed to

તેમણે રાષ્ટ્ર હિતમાં સેક્શન-૩૦૧ હેઠળ ટેરિફ લાગુ કર્યો છે અને તે હજુ પણ સંપૂર્ણ પ્રભાવી છે. હું અમેરિકાની સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા કરવા માટે કોઈપણ પગલા ભરવા માટે સક્ષમ છું. વિદેશી દેશો વિચારતા હશે કે, તેમણે અમને અટકાવી દીધા, જોકે વાસ્તવમાં અમેરિકા વધુ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.’

Supreme Court Gives Trump Admin Key Immigration Victory President Donald  Trump scored a massive victory at the Supreme Court, even getting  traditionally liberal justices in his favor. The court lifted a

કોર્ટનો ચુકાદો છતાં તેઓ પોતાના એજન્ડાથી પાછીપાની નહીં કરે. અમે વધુ મજબૂત પગલા ભરીશું અને વેપાર નીતિને લઈને કડક વલણ અપનાવીશું. જજો વિદેશી શક્તિઓના દબાણમાં આવી ગયા છે, જેના કારણે તેઓએ ઈમરજન્સી અધિકારોને અટકાવી દીધા છે. મને કોઈપણ દેશ સાથે તમામ પ્રકારનો વેપાર બંધ કરવાનો અધિકાર છે. મને એમ્બાર્ગો લાદવાની સત્તા છે. હું જે ઈચ્છું તે કરી શકું છું. જોકે કોર્ટ કહે છે કે, હું ટેરિફ ન વસુલી શકું. તેથી હું હવે વધુ મજબૂત દિશામાં આગળ વધીશું.

Here's a list of the U.S. tariffs still hammering Canadian industries -  Castanet.net

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફસ પહેલા અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ગ્લોબલ ટેરિફને રદ કરી દીધો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે. ટ્રમ્પે લગભગ તમામ વિદેશી વેપાર ભાગીદારો પર ટેરિફ લાદ્યા હતા. નીચલી અદાલતોએ તેમના ચુકાદામાં ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે તેમના અધિકારક્ષેત્રનો ભંગ કર્યો છે. તા.૧૪ ફેબ્રુઆરી સુધીમાં અમેરિકન સરકારે ૧૩૫ અબજ ડોલર ટેરિફ એકત્ર કર્યા છે. અમેરિકન સુપ્રીમ કોર્ટના ૬ વિરુદ્ધ ૩ જજના બહુમતી ચુકાદામાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટસ જણાવે છે કે ટેરિફના આર્થિક ફાયદા કે ગેરફાયદા અંગે ચર્ચામાં નહીં પડતા બંધારણ અનુસાર આ પ્રકારે ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે નથી. આકસ્મિક સંજોગોમાં ટેક્સ લાદવાની સત્તા ટ્રમ્પ વાપરી રહ્યા છે જે અમેરિકન બંધારણ અનુસાર તેમની પાસે નથી. માત્ર અમેરિકન કોંગ્રેસ જ આ સત્તાનો ઉપયોગ કરી શકે

Trump's government shakeup may test Supreme Court's role as firewall |  Reuters

અમેરિકાની સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટ્રમ્પ દ્વારા દુનિયાના દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો કે પ્રમુખ ડ્રમ્પે નેશનલ ઇમરજન્સી માટે રખાયેલા કાયદાનો ઉપયોગ કરીને મોટો ટેરિફ લગાવીને પોતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું.

BREAKING: Supreme Court deals SURPRISE LOSS to Trump

કોર્ટે કહ્યું કે, ‘કાયદો પ્રેસિડેન્ટને ટેરિફ લગાવવાનો અધિકાર નથી આપતો.’ ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના 6-3ના ચુકાદામાં કોર્ટે નીચલી કોર્ટના તે નિર્ણયને યોગ્ય ગણાવ્યો જેમાં કહેવાયું હતું કે, ટ્રમ્પે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ ટેક્સ લગાવવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કરીને પોતાના અધિકારનો દુરૂપયોગ કર્યો.

Supreme Court hears arguments over whether President Trump overstepped his  authority to impose tariffs | LiveNOW from FOX

૧૯૭૭ માં બનેલો આ કાયદો, પ્રેસિડેન્ટને નેશનલ ઇમરજન્સી દરમિયાન કોમર્સને રેગુલેટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ તેમાં ટેરિફનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ નથી.

US SC On Trump Tariffs: Supreme Court to Hear Case on Trump's Tariffs and  Presidential Power, ETBFSI

રૉયટર્સના અનુસાર, ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સના ચુકાદામાં લખ્યું કે, ‘પ્રમુખને ટેરિફ લગાવવાની પોતાની ખાસ શક્તિના દાવાને સાચો ગણાવવા માટે કોંગ્રેસથી મળેલી સ્પષ્ટ મંજૂરી બતાડવી પડશે. તેઓ એવું નથી કરી શકતા.’ આ નિર્ણયને ટ્રમ્પે બીજા ટર્મના ઇકોનોમિક એજન્ડાના એક મહત્ત્વના ભાગને નબળો કરી દીધો છે.

Supreme Court is set to rule on constitutionality of Trump tariffs – but  not their wisdom - Salon.com

સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે કેટલાક મહત્વના સવાલો ઉભા થયા છે…

૧. ટેરિફના રિફંડ લેવા માટે અમેરિકાની કોર્ટમાં સેંકડો અરજીઓ થયેલી છે. આ ચુકાદામાં રિફંડ અંગે કોઈ ઉલ્લેખ નથી.

૨. ટ્રેડ ડીલ જાહેર થયા છે પણ તેના પેપર વર્ક અને હસ્તાક્ષર બાકી છે એવા કિસ્સામાં આ ચુકાદાની અસર શું આવશે?

૩. અમેરિકાની વિદેશ નીતિનો અત્યારે સૌથી મોટો આધાર ટેરિફ હતા. મિત્ર અને અન્ય દરેક દેશો ઉપર ટેરિફનું શાસ્ત્ર ઉગામી ટ્રમ્પ ધાર્યું           કરાવી રહ્યા હતા આ ચુકાદાના કારણે અમેરિકાની વિદેશ નીતિને પણ એક ફટકો પડી શકે છે.

આ ૬-૩ બહુમતીનો નિર્ણય ઇમરજન્સી પાવર્સ એક્ટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફને લગતો હતો, જેનો ઉપયોગ ટ્રમ્પે લગભગ દરેક બીજા દેશ પર મોટા “રેસિપ્રોકલ” ટેરિફ લાદવા માટે કર્યો હતો.

Trump's Executive Order Sharpie Is Mightier Than the Sword - Bloomberg

રાષ્ટ્રની સુપ્રીમ કોર્ટ સમક્ષ સીધા જ આવનાર ટ્રમ્પના વ્યાપક કાર્યસૂચિનો આ પહેલો મુખ્ય ભાગ છે.

મોટાભાગના ન્યાયાધીશોએ તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે બંધારણ “ખૂબ જ સ્પષ્ટપણે” કોંગ્રેસને ટેરિફ સહિત કર લાદવાની સત્તા આપે છે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે લખ્યું, ‘બંધારણના ઘડવૈયાઓએ કર લાદવાની શક્તિનો કોઈપણ ભાગ એક્ઝીક્યૂટિવ બ્રાન્ચને સોંપ્યો નથી.’

ન્યાયાધીશો સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનોએ અસંમતિ વ્યક્ત કરી.

કેવનોએ તેમના અસંમતિમાં લખ્યું, “અહીં મુદ્દા પરના ટેરિફ વાજબી નીતિ હોઈ શકે છે અથવા ન પણ હોય. પરંતુ તે સ્પષ્ટપણે કાયદેસર છે, ટેક્સ્ટ, ઇતિહાસ અને પૂર્વધારણાના આધારે.” 

ટેરિફનો નિર્ણય ટ્રમ્પને અન્ય કાયદાઓ હેઠળ ડ્યુટી લાદતા અટકાવતો નથી. જ્યારે આ કાયદાઓ ટ્રમ્પના પગલાંની ગતિ અને ગંભીરતા પર વધુ મર્યાદાઓ મૂકે છે, ત્યારે ઉચ્ચ વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ અન્ય સત્તાવાળાઓ હેઠળ ટેરિફ ફ્રેમવર્ક જાળવવાની અપેક્ષા રાખે છે.

US Supreme Court Opinions and Cases | FindLaw

આ નિર્ણયે ટ્રમ્પના બીજા કાર્યકાળના આર્થિક કાર્યસૂચિના મુખ્ય ભાગને નબળી પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વૈશ્વિક પરિણામો આવી શકે છે. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન આક્રમક વિદેશ અને વેપાર નીતિ અપનાવી હતી અને ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો. આ નીતિએ વૈશ્વિક વેપાર યુદ્ધનો માર્ગ બદલી નાખ્યો. આ કાયદાનો ઉપયોગ કરીને, ટ્રમ્પે ભારત, ચીન અને મેક્સિકો સહિત વિશ્વભરના ઘણા દેશો પર ભારે ટેરિફ લાદ્યા. આ ટેરિફ દ્વારા, ટ્રમ્પે વિશ્વભરના દેશો પાસેથી અબજો ડોલર એકઠા કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *