ભોજન પછી ૧૫ દિવસ સુધી રોજ ૨ એલચી ખાવ

સુગંધિત, મીઠી અને ગરમ તાસીર ધરાવતી એલચી ખાવાના ફાયદા ઘણા છે. જે મસાલાની રાણી’ તરીકે પણ ઓળખાય છે. જો ૧૫ દિવસ સુધી દરરોજ બે એલચીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

Green Cardamom [Elaichi] (50g/100g/250g) | Spice Centre

 એલચી સુગંધિત, મીઠી અને ગરમ તાસીર ધરાવે છે. ઈલાયચી કે એલચી જેને ‘મસાલાની રાણી’ પણ કહેવામાં આવે છે. લીલી અને કાળી એમ બે પ્રકારની એલચી હોય છે. લીલી એલચીને આયુર્વેદમાં સાત્વિક અને ત્રિદોષ નાશક માનવામાં આવે છે, વાયુ, કફ અને પિત્ત ત્રણેયને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેની સુગંધ મનને શાંત કરે છે અને માનસિક તણાવ ઘટાડે છે.

Green Cardamom | Hari Elaichi | Super Premium Export Quality | Big Size 8mm  Bold Green | (50 GRM) : Amazon.in: Grocery & Gourmet Foods

પોષક તત્વોની વાત કરીએ તો એલાઇચીમાં વિટામિન સી, વિટામિન બી ૬, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, આયર્ન અને ડાયેટરી ફાઇબર હોય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડે છે.

Green Cardamom Clean at ₹ 1750/kg in Idukki | ID: 24145434397 

આયુર્વેદિક રીતે એલચી પાચનમાં સુધારો કરવામાં, ગેસ, બ્લોટિંગ અને એસિડિટી ઘટાડવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Cardamon and Me

 નાની એલચી સ્વાદ, પાચન, શ્વસન સ્વાસ્થ્ય અને સંપૂર્ણ આયુર્વેદિક સંતુલન માટે ખૂબ જ અસરકારક છે. તે શ્વાસની દુર્ગંધને દૂર કરે છે અને મોઢાના બેક્ટેરિયાને ઘટાડે છે.

Cardamom Animated Icon | Free food and restaurant Animated Icon

જો ૧૫ દિવસ સુધી દરરોજ બે એલાઇચીનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.

Cardamom on a white background spices cartoon design | Premium Vector

હ્રદયને તંદુરસ્ત રાખે છે

એલચી એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે અને નેચરલ ડાયરિટકની જેમ કાર્ય કરે છે. તે શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું દૂર કરવામાં મદદ કરે છે, જેથી બ્લડ વેસલ્સ પરનું દબાણ ઘટાડે છે.

કેટલાક અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે નિયમિતપણે એલચી ખાવાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય સ્તર પર આવે છે, ખાસ કરીને જ્યારે બ્લડ પ્રેશર બોર્ડરલાઇન અથવા સહેજ ઊંચું હોય છે.

Cardamom at best price in Kollam by Ponnus Food Products | ID: 8690492655

પાચન શક્તિ મજબૂત બનાવે છે

એલચી જઠરાગ્નિ એટલે ડાઇજેસ્ટિવ વધારે છે. તે ગેસ, બ્લોટિંગ હેવીનેસ અને ખોરાક ના પચવો જેવી સમસ્યાઓને ઘટાડે છે. ડાઇજેસ્ટિવ એંઝાઇમ્સના રિલીઝને વધારે છે, જેનાથી ખોરાક આંતરડામાં વધુ સરળતાથી આગળ વધે છે પાચન સારું રહે છે. ખાધા પછી 1-2 એલચી ચાવવાથી રાહત મળે છે.

Green Cardamom Pods PNG Transparent Images Free Download | Vector Files |  Pngtree

શ્વાસની દુર્ગંધ દૂર કરે છે

એલચીના એસેંશિયલ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોં અને આંતરડામાં બેક્ટેરિયાને ઘટાડે છે. આ મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને શ્વાસને કુદરતી રીતે તાજગી આપે છે. પ્રાચીન પરંપરાઓમાં ખાધા પછી એલાઇચી ખાવી એક આયુર્વેદિક હાઇજીન પ્રેક્ટિસ માનવામાં આવતી હતી.

Cardamom | Origins, Physical Description, Taste, Uses, & Facts | Britannica

શરદી અને સાઇનસમાં ફાયદાકારક છે

એલચીની પ્રકૃતિ ગરમ હોય છે, જે લાળને ઢીલી કરે છે અને ચેસ્ટ કંજેશનને ઘટાડે છે. તે બ્લોક નોઝ, સાઇનસની સમસ્યા, શરદી, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી પરિસ્થિતિઓમાં રાહત આપે છે. 

Green Cardamom Hari Elaichi Skin Care Tips Summer Skin Care With Green  Cardamom,Hari Elaichi Face Pack: खुद के सौंदर्य पर दिल हार बैठेंगी आप, हरी  इलायची का फेस पैक गालों पर लाता

શરીરને હળવું અને ડિટોક્સ કરે છે

દરરોજ ૧૫ દિવસ સુધી એલાઇચીનું સેવન કરવાથી શરીર હળવું લાગે છે, બ્લોટિંગ ઓછું થાય છે અને પાચનમાં સુધારો થાય છે. શ્વાસ ફ્રેશ રહે છે અને શરીર ધીમે ધીમે ડિટોક્સ થાય છે. બ્લડ પ્રેશર પણ સુધરવા લાગે છે અને સાઇનસ સ્પષ્ટ લાગે છે.

A Guide to Indian Spices | My Heart Beets

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

(ડિસ્ક્લેમર: વિશ્વ સમાચાર એ આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *