લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’

લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે મહિલા અનામતથી જોડાયેલું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું હતું. મહિલા અનામત અને સીમાંકન માટે (૧૭ એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા  વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ બે તૃતિયાંશ બહુમતિ ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે ૫૨૮ સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં ૨૯૮ મત પડ્યા છે, જ્યારે ૨૩૦ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને આવતીકાલ (શનિવાર) સવારે ૧૧:૦૦ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. હવે લોકસભા શનિવારે સવારે ૧૧:૦૦ વાગ્યે ફરી મળશે. બીજી તરફ મહિલા અનામત બિલ પાસ ના થતાં ભાજપ દેશભરમાં પ્રદર્શન કરશે.

PM Modi Appeal Fails; Womens Reservation Bill Falls in Lok Sabha

આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિપક્ષે એક સુવર્ણ તક ગુમાવી દીધી છે.’

Next Lok Sabha Speaker 2024; BJP OM Birla Purandeswari | TDP JDU

બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, ‘બંધારણ (૧૩૧ મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન ૨/૩ બહુમતિ મળી ન હતી. કુલ મત ૫૨૮ પડ્યા, જેમાંથી સમર્થનમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ મત પડ્યા. પહેલા રાઉન્ડમાં કુલ ૪૯૮ મત પડ્યા, જેમાં સમર્થનમાં ૨૭૮ અને વિરોધમાં ૨૧૧ મત પડ્યા. હવે આ બંધારણ સંશોધન બિલ પર આગળની કાર્યવાહી કરવી શક્ય નથી. બે અન્ય બિલોના સંબંધમાં આગળની કાર્યવાહી સત્તા પક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવશે.’

लोकशाहीविरोधी घेतली womens-reservation-bill - Tarun Bharat Nagpur

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આ મહિલાઓના સન્માન અને અધિકાર આપવાથી જોડાયેલું ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બિલ હતું. તેના પર પરિણામ આવ્યા છે. વિપક્ષે તેમાં સાથ ના આપ્યો. ખુબ દુઃખની વાત છે. તમે એક ઐતિહાસિક મોકો ગુમાવી દીધો. મહિલાઓને સન્માન અને અધિકારી આપવાનું અમારું અભિયાન શરૂ રહેશે અને અમે તેમને અધિકાર અપાવીને રહીશું.

Akhilesh Yadav Targets Election Commission; Calls for BJP Flag

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ‘જે અમારો પક્ષ છે, તેને અમે બિલકુલ સ્પષ્ટ કરી દીધો છે. લાગે છે કે ગાડીઓ અટકી રહી છે, લાગે છે કે પ્રયાસમાં કોઈ કમી રહી ગઈ હોય. અમે મહિલા અનામતના પક્ષમાં છીએ. મહિલાઓને અનામત મળે, તેમને સુરક્ષા મળે, તેમનું સન્માન વધે, તેમને સ્થાન મળે અને લોકશાહીમાં તેમને જે સ્થાન મળવું જોઈતું હતું અમે તેના પક્ષમાં છીએ. સમાજવાદી પાર્ટી અથવા વિપક્ષમાં કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ નથી કર્યો. પરંતુ તેમની સાથે જે મહિલાઓના હક-અધિકારને જ છીનવવા ઇચ્છતા હતા, તો લક્ષ્મણ રેખા વિપક્ષે એવી ખેંચી કે તેઓ તેને પાર ના કરી શક્યા.’

If Constitution amendment bill is passed, democracy will be finished in  India: Priyanka Gandhi

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘આ મહિલા અનામત અંગે નહીં પરંતુ લોકશાહી વિશે હતું. અમે ક્યારેય સીમાંકનને મહિલા અનામત સાથે જોડવા માટે સંમત થઈ શકીએ નહીં. આ બિલ પસાર થાય તે શક્ય નહોતું. આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે. જે લોકોએ હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ કાર્યવાહી કરી ન હતી તેઓ મહિલા વિરોધી માનસિકતા વિશે વાત કરી રહ્યા છે?’

Rahul Gandhi women's quota bill | Rahul Gandhi calls womens quota amendment  bill anti-national in Lok Sabha, alleges bid to alter electoral map -  Telegraph India

લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ કહે છે કે, ‘અમે બંધારણ પરના આ હુમલાને હરાવી દીધો છે. અમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મહિલા અનામત બિલ નથી, પરંતુ તે ભારતના રાજકીય માળખાને બદલવાનો એક માર્ગ છે.’

PM Modi Appeal Fails; Womens Reservation Bill Falls in Lok Sabha

મહિલા અનામતથી જોડાયેલા ત્રણેય બિલ મતદાન દરમિયાન પસાર ના થયા. આ બિલ લોકસભામાં નાપાસ થયા બાદ ભાજપ અને NDAની મહિલા સાંસદોએ વિપક્ષ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. સંસદના મકર દ્વારથી આ વિરોધ પ્રદર્શન શરૂ થયું. હવે ભાજપ અને NDAમાં સામેલ પક્ષોના કાર્યકર્તાઓ કાલે એટલે કે ૧૮ એપ્રિલથી ઇન્ડિયા બ્લોકથી જોડાયેલી પાર્ટીઓના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (૧૩૧ મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં ૨૭૮ મત પડ્યા અને ૨૧૧ મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ ૪૮૯ મતદાન થયું હતું.

Government did not get majority Constitution Amendment Bill related to  women's reservation was not approved in Lok Sabha know | સરકારને ન મળી  બહુમતી, મહિલા અનામત સંબંધિત બંધારણ સુધારા બિલ ...

શું છે બહુમતિનું ગણિત?

લોકસભાની હાલની સ્થિતિ જોતાં સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે:

• ગૃહની પ્રભાવી સંખ્યા: ૫૪૦

• જરૂરી સમર્થન (૨/૩ બહુમતિ): ઓછામાં ઓછા ૩૬૦ સાંસદો

 જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ ૨૦ સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે ૩૬૦ નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *