આમ પન્ના ઉનાળામાં માટે બેસ્ટ રિફ્રેશિંગ ડ્રિંક છે, જે બનાવવાની એકદમ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત અહીં આપી છે જે તમે મિનિટોમાં ઘરે તૈયાર કરી શકો છો,
ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા માટે આપણું ટ્રેડિશનલ ડ્રીંક ‘આમ પન્ના’ બેસ્ટ ઉપાય છે. કાચી કેરી, ફુદીનો અને દેશી મસાલાઓમાંથી બનતું આ શરબત માત્ર શરીરને ઠંડક જ નથી આપતું, પણ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

આમ પન્ના ઉનાળામાં માટે બેસ્ટ રિફ્રેશિંગ ડ્રિંક છે, જે બનાવવાની એકદમ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીત અહીં આપી છે જે તમે મિનિટોમાં ઘરે તૈયાર કરી શકો છો, અહીં જાણો આમ પન્ના રેસીપી

આમ પન્ના રેસીપી
સામગ્રી
કાચી- કેરીનો પલ્પ
૧/૩ કપ- ફુદીનાના પાન
૧/૨ કપ- મિશ્રી (અથવા પસંદગીનું કોઈપણ ગળપણ)
૨.૫ ચમચી – આમ પન્ના મસાલો (ઓપ્શનલ)
૧.૫ ચમચી – મીઠું
૧ – લીલો મરચું

આમ પન્ના બનાવવાની રીત
સૌ પ્રથમ ૫ કાચી કેરીને ૨-૩ વ્હિસલ સુધી બાફી લો. ત્યારબાદ કેરીની છાલ કાઢી પલ્પ અલગ કરો. ત્યારબાદ બ્લેન્ડરમાં પલ્પ, ૧/૩ કપ ફુદીનો, ૧/૨ કપ સાકર (મિશ્રી), આમ પન્ના મસાલો, ૧.૫ ચમચી મીઠું અને ૧ લીલું મરચું ઉમેરી સ્મૂધ પ્યુરી બનાવો.

તેમાં બરફ અને ૧ લીટર ઠંડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો અને સર્વ કરો!જો તમે સાકર (મિશ્રી) વાપરો છો, તો તે ગોળ કે ખાંડ કરતા વધુ ઠંડક આપે છે અને હેલ્ધી પણ છે.
વિશ્વ સમાચાર રિપોર્ટર
( કલ્પેશ એન લીંબાસિયા )

/indian-express-gujarati/media/media_files/2026/04/23/summer-special-aam-panna-recipe-remedies-to-avoid-heatstroke-in-gujarati-2026-04-23-10-45-51.jpg)