ઈઝરાયલે જ ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવ્યું, લેબેનોન પર ભીષણ હુમલા

મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસોને રવિવારે સવાર થતાં જ એક મોટો આંચકો લાગ્યો છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે રવિવારે યુએસ અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે, પરંતુ બીજી તરફ ઈઝરાયલ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈઝરાયલે દક્ષિણ લેબેનોન પર ફરીથી તીવ્ર હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. આ નવા સૈન્ય એક્શન બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આટલા તણાવપૂર્ણ માહોલમાં યુએસ-ઈરાન શાંતિ કરાર કેવી રીતે શક્ય બનશે?

ઈરાન-અમેરિકા ડીલ પર ગ્રહણ? ઈઝરાયલે જ ટ્રમ્પની આશાઓ પર પાણી ફેરવ્યું, લેબેનોન પર ભીષણ હુમલા 1 - image

આ વૈશ્વિક રાજદ્વારી ડ્રામા વચ્ચે ઈરાને પોતાનું વલણ અત્યંત કડક કરી લીધું છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, પ્રસ્તાવિત યુએસ-ઈરાન શાંતિ કરારના ફ્રેમવર્કની પહેલી અને સૌથી અનિવાર્ય શરત એ જ છે કે લેબેનોન સહિત તમામ મોરચે ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી અને ગોળાબારૂદનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવો પડશે.

One Month into U.S.-Israeli War with Iran, Havoc With No End in Sight -  Caspianpost.com

ઈરાનની આ સ્પષ્ટ શરત હોવા છતાં, ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. આવી સ્થિતિમાં ટ્રમ્પનો ‘સંડે ડીલ’નો દાવો મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, કારણ કે જ્યાં સુધી ઈઝરાયલ પાછળ નહીં હટે ત્યાં સુધી ઈરાન કોઈપણ દસ્તાવેજ પર સહી કરવા તૈયાર નથી.

Israel Lebanon Conflict; Iran US Ceasefire Break | Pakistan Peacemaker Image

આકાશમાંથી વરસી રહેલી મિસાઇલો અને જમીન પર થતા ધડાકા સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ઈઝરાયલ હાલ પૂરતું કોઈ વૈશ્વિક દબાણમાં આવવાના મૂડમાં નથી. જોકે વ્હાઈટ હાઉસ છેલ્લા કેટલાય દિવસથી સતત દાવા કરી રહ્યું છે કે તેઓ ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સીઝફાયર માટે પ્રયાસો કરી રહ્યા છે. 

What fresh strikes in Iran and Lebanon mean for peace negotiations

ઈરાની મીડિયા અને પશ્ચિમી નિષ્ણાતોએ અગાઉ એવી આશા વ્યક્ત કરી હતી કે આ શાંતિ કરારથી સમગ્ર વિસ્તારમાં તણાવ ઓછો થશે અને વર્ષોથી સળગી રહેલું મિડલ ઈસ્ટ શાંત થશે. પરંતુ ઈઝરાયલના આ તાજા વલણે ટ્રમ્પની રણનીતિ પર પાણી ફેરવી દીધું છે. હવે મોટો સવાલ એ છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હુમલા રોકવા માટે મનાવી શકશે? જો તેઓ નિષ્ફળ જશે, તો આ ઐતિહાસિક કરાર સત્તાવાર જાહેર થતાં પહેલા જ ફ્લોપ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *