પીએમ મોદીનો વૈશ્વિક સાંસ્કૃતિક મહાયજ્ઞ

પીએમ મોદી અત્યારે ઇન્ડોનેશિયાની યાત્રા પર છે. ગઈ કાલે આ ધરતી પર યાદગાર ક્ષણો જોવા મળી હતી. ઇન્ડોનેશિયાની ધરતી પર પીએમ મોદીને આવકારવા માટે હજારો લોકો લાઇનમાં શિસ્તબદ્ધ રીતે ઊભા છે. તેમના હાથોમાં ઇન્ડોનેશિયા અને ભારત એમ બંને દેશોના ધ્વજ જોવા મળે છે. જો કોઈ પણ જાતના લખાણ વિના માત્ર તસવીરો રજૂ કરવામાં આવે તો એમ જ લાગે કે, આ તસવીરો ભારતની છે. જોકે, આ તસવીરોથી ખ્યાલ આવે છે કે, પીએમ મોદીની લોકપ્રિયતા સરહદો વટાવી ગઈ છે. વિદેશોમાં પણ તેમને એટલો જ પ્રેમ મળી રહ્યો છે.

प्रधानमंत्री @narendramodi ने घोषणा की कि भारत और इंडोनेशिया संयुक्त रूप से  यूनेस्को विश्व धरोहर स्थल प्रम्बानन (Prambanan) मंदिर के संरक्षण के लिए ...

पीएम मोदी बुधवार को इंडोनेशिया के योग्याकार्ता स्थित देश के सबसे बड़े हिंदू मंदिर प्रम्बानन पहुंचे और पूजा की। - Dainik Bhaskar

મુસલમાનોની બહુમતી ધરાવતા આ દેશમાં પીએમ મોદી બુધવારે પ્રમ્બાનન મંદિરમાં પહોંચ્યા હતા. તેમની સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પણ હતા. પીએમ મોદી માટે આ મંદિરમાં ભવ્ય માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર થતો હતો. પીએમ મોદીએ અહીં પૂજા પણ કરી હતી. અહીં તેઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા. બંને નેતાઓએ આ મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું સાથે મળીને ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય પુરાત્તત્વ વિભાગ, ઇન્ડોનેશિયાનું સંસ્કૃતિ મંત્રાલય તેમજ ઇન્ડોનેશિયન હેરિટેજ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને આ પ્રોજેક્ટને પાર પાડશે. આ મંદિરમાંથી પીએમ મોદીએ ખાસ વાત કરી હતી.

पीएम मोदी और इंडोनेशियाई राष्ट्रपति सुबियांतो एकसाथ मंदिर पहुंचे।

પીએમ મોદીએ કહ્યું કે, તમે દુનિયાના દૂરદૂર કોઈ પણ ક્ષેત્રમાં જાવ આપણને ભારતના સાંસ્કૃતિક વારસાના દર્શન થાય છે.

पीएम ने प्रम्बानन मंदिर में पूजा-अर्चना की।

વિદેશોમાં ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પીએમ મોદીએ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. તેઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતી પર પણ મંદિરોના જીર્ણોદ્ધાર માટે મહાયજ્ઞ કરી રહ્યા છે. હવે, તેમના આ મહાયજ્ઞના જરા દર્શન કરીએ. પીએમ તરીકેના તેમના જ પહેલાં જ વર્ષથી તેમણે આ મહાયજ્ઞની શરૂઆત કરવા માટે વિયેતનામને પસંદ કર્યું. ૨૦૧૪ માં વિયેતનામમાં ભારત સરકારે એક એવો નિર્ણય લીધો, જેણે ઇતિહાસના પાનાઓને ફરી જીવંત કરી દીધા. ભારત અને વિયેતનામ વચ્ચે એક ખાસ કરાર થયો. વિયેતનામમાં આવેલા અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ એવા ‘મી સોન સેન્ચ્યુરી’ને નવું જીવન આપવાનો હેતુ હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થળ કોઈ સાધારણ જગ્યા નથી. સદીઓ પહેલાં અહીં ધમધમતું હતું પ્રાચીન ચંપા સામ્રાજ્ય, અને આ ભવ્ય મંદિર પરિસર એ સામ્રાજ્યનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર હતું. ભગવાન શિવને સમર્પિત આ મંદિર સંકુલ આખા દક્ષિણ-પૂર્વ એશિયામાં હિન્દુ વારસાના સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થાનોમાં સામેલ છે. આ ઐતિહાસિક વારસાને સાચવવાની અને તેને ફરીથી તેના ખરા સ્વરુપમાં લાવવાની આખી જવાબદારી ભારતીય પુરાતત્ત્વ વિભાગને સોંપવામાં આવી હતી. ભારતના આ આર્કિયોલોજિસ્ટ્સે અહીં અદભુત કામ કર્યું.

Hindu Temples of India: Ketheeswaram Temple, Mannar, Srilanka

હવે, વાત કરીએ આપણા પાડોશી દેશ શ્રીલંકાની. વર્ષ ૨૦૧૫ ના જુલાઈ મહિનામાં ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો હતો. અટકેલા પ્રોજેક્ટને ફરીથી વેગ આપીને ભારતે શ્રીલંકા સાથે એક ખાસ કરાર કર્યો. આ કરાર હતો શ્રીલંકાના ઐતિહાસિક તિરુકેતેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારનો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર શ્રીલંકાના પાંચ પ્રાચીન ‘પંચ ઈશ્વરમ’માં સામેલ પવિત્ર ધામ છે. આ ભવ્ય મંદિરને તેનું અસલી ગૌરવ પાછું અપાવવા માટે ભારતે ૩૨.૬૦ કરોડ શ્રીલંકન રૂપિયાની માતબર સહાય આપી હતી.

Scientists solve the 30-year mystery of 'clockwork' earthquakes - The  Brighter Side of News

હવે, વર્ષ ૨૦૧૭ માં પાછા ફરીએ. એ સમયે આપણા પાડોશી દેશ મ્યાનમારમાં કુદરતે ભારે કેર વર્તાવ્યો હતો. ધરતીકંપના જોરદાર આંચકાઓએ ત્યાંના પ્રખ્યાત બાગાન હેરિટેજ ઝોનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ આ સ્થાપત્યોને ભારે નુકસાન થયું હતું. એ સમયે ભારતે મ્યાનમાર સાથે એક ખાસ કરાર કર્યો અને આ ભૂકંપગ્રસ્ત સ્મારકોમાં નવા પ્રાણ ફૂંકવાનું કામ શરૂ કરી દીધું. ભારતીય પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતોએ ૧૨ ઐતિહાસિક પેગોડાનો જીર્ણોદ્ધાર કર્યો હતો. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ હેઠળ ત્યાંના વિશ્વપ્રસિદ્ધ આનંદ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

GIFs Show Nepal's Slow Recovery One Year After Earthquakes | HuffPost The  WorldPost

વર્ષ ૨૦૧૭ માં નેપાળમાં પણ ભૂકંપ ત્રાટક્યો હતો. એ સમયે ભારત સરકારે નેપાળની મદદ માટે આર્થિક સહાય કરી હતી. ભારતે ભૂકંપ પછીના પુનઃનિર્માણ માટે ૫ કરોડ ડોલરની મદદ જાહેર કરી હતી. આ કરાર હેઠળ નેપાળના ૨૮ જેટલા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સમાન સ્થળોનો જીર્ણોદ્ધાર કરવાનું ભગીરથ કામ શરૂ કરાયું હતું. આ યાદીમાં નેપાળનું સેતો મચ્છીન્દ્રનાથ મંદિર તેમજ બુઢાનીલકંઠ મંદિર ધર્મશાળા જેવા આસ્થાના કેન્દ્રો પણ સામેલ હતાં.

In Bahrain, PM launches $4.2 million project at temple - Rediff.com

વર્ષ ૨૦૧૯ માં પીએમ મોદીએ બહેરીનની મુલાકાત દરમિયાન મનામામાં આવેલા ૨૦૦ વર્ષ જૂના શ્રીનાથજી મંદિરના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના માટે ૪૨ લાખ ડોલર ખર્ચવામાં આવ્યા.

300 year old Kali temple reconstructed in Natore | The Business Standard

વર્ષ ૨૦૨૦ માં ભારત સરકારે બાંગ્લાદેશના નાટોરમાં આવેલા આશરે ૩૦૦ વર્ષ જૂના જોય કાલી માતા મંદિરના પુનઃનિર્માણ માટે આર્થિક મદદ કરી હતી. આ સાથે જ ભારતે ત્યાંના આનંદમયી કાલી માતા મંદિર અને રામકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધારમાં પણ સહયોગ આપ્યો હતો.

Bangladesh: Jay Kali Mandir - Protector of Sanatan Dharma

વર્ષ ૧૯૭૧ માં પાકિસ્તાનના ‘ઓપરેશન સર્ચલાઇટ’ દરમિયાન તોડી પડાયેલા બાંગ્લાદેશના ઐતિહાસિક રમણા કાલી મંદિરના પુનઃનિર્માણ માટે પીએમ મોદીની સરકારે મોટી આર્થિક સહાય પૂરી પાડી હતી. ભારતની મદદથી તૈયાર થયેલા આ ભવ્ય મંદિર વર્ષ ૨૦૨૧ માં તૈયાર થયું હતું.

The Unique Link Between India & Cambodia's Angkor Wat!

વર્ષ ૨૦૨૨ થી ભારતે કમ્બોડિયાના સુપ્રસિદ્ધ અંગકોર હેરિટેજ કોમ્પ્લેક્સના મહત્વના ભાગોનું અદભુત રિસ્ટોરેશન કામ હાથ ધર્યું છે. ભારત બહાર હિન્દુ સભ્યતાના આ સૌથી મોટા કેન્દ્રના સ્થાપત્યોને સાચવવામાં આવ્યાં છે. એ રીતે ભારતે વૈશ્વિક સ્તરે આપણી સાંસ્કૃતિક વારસાની જાળવણી કરી છે. એ જ રીતે વર્ષ ૨૦૧૪ માં ભારતે લાઓસના આશરે ૧,૦૦૦ વર્ષ જૂના વાટ ફૂ શિવ મંદિરના મુખ્ય ભાગોનો ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો હતો. આ મંદિર યુનેસ્કોની યાદીમાં સામેલ છે.

ArtStation - The Ancient Relic

વિદેશોમાં પણ આ મંદિરોના જીર્ણોદ્ધારથી સનાતન સંસ્કૃતિની સુવાસ ફેલાઈ છે. આ મંદિરો પુરાવા છે કે, ક્યાં સુધી સનાતન સંસ્કૃતિનો વ્યાપ ફેલાયો હતો. સાથે જ આ મંદિરો અખંડ ભારતના પણ પુરાવા છે. હવે, પુરાવાની વાત થઈ રહી છે તો મધ્ય પ્રદેશમાંથી એક હોસ્પિટલના કોઈ જાતના પુરાવા જ નથી મળ્યા. એટલે કે, કાગળ પર આ હોસ્પિટલ જ નથી. એમ છતાં ત્યાં સ્ટાફને ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલતી રહી હતી. 

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *