એફએમસીજી નો મોંઘવારીનો ડોઝ!

બિસ્કિટથી સાબુ-શેમ્પૂ સુધી ફરી ભાવ વધશે, પેકેટમાં માલ પણ ઘટશે

India Inflation Data April 2026: Prices May Rise Up To 4% | Govt To Release  CPI Today

દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ મચી જાય, લોકો ગમે તેટલી તકલીફમાં હોય, પરંતુ કંપનીઓના નફાને કોઈ આંચ ના આવવી જોઈએ. તેમના નફાને સહેજ પણ આંચ આવે એટલે તેઓ તરત જ તેમનાં ઉત્પાદનોના ભાવ વધારી દે છે.

FMCG Sector Faces Export Exposure Risk and Input Volatility | The Knowledge  Company posted on the topic | LinkedIn

દેશની અનેક એફએમસીજી કંપનીઓ વધુ એક વખત ભાવવધારો કરવા જઈ રહી છે. એફએમસીજી એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ. સરળ શબ્દોમાં કહીએ તો, એવી વસ્તુઓ જે રોજિંદા જીવનમાં વારંવાર અને ઝડપથી વેચાય છે. જેમ કે, સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, ટૂથપેસ્ટ, ચા, કોફી, ડિટર્જન્ટ. હજી આ કંપનીઓએ જૂનના ત્રિમાસિકમાં જ ભાવોમાં સરેરાશ ૨ થી ૫ % નો વધારો કર્યો હતો. હવે, વધુ એક વખત તેઓ સામાન્ય લોકોના ખિસ્સાં પર સ્ટ્રાઇક કરશે. 

FMCG Firms Expect Higher Sales Growth Amid Inflation Surge

હવે, સ્વાભાવિક રીતે સવાલ થાય કે, આટલા ટૂંકા ગાળામાં ફરીથી ભાવો વધારવાની જરૂર કેમ પડી ? તમે જુઓ કે, આ કંપનીઓ કેવાં કારણો આપી રહી છે. તેઓ કહે છે કે, અમેરિકા અને ઈરાન યુદ્ધ લડી રહ્યા છે. આખી દુનિયાને ખબર છે કે, ઈરાનની પાસેના હોર્મુઝના રુટ પરથી દુનિયાના ૨૦ % ક્રૂડ ઓઇલનો પુરવઠો મળતો હતો. આ રુટ બ્લોક થતાં ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા. જેમાંથી જ પેટ્રોલ અને ડીઝલ મળે છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ વધી. જેના લીધે તેમનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી ગયો. આ સિવાય આ કંપનીઓ કહી રહી છે કે, અલ નિનોના કારણે ચોમાસાને અસર થઈ છે. જેના લીધે કાચા માલની કિંમતો વધી ગઈ. કેમ કે, બિસ્કિટ સહિત અનેક ઉત્પાદનોમાં ખેત પેદાશોનો ઉપયોગ થાય છે. સચ્ચાઈ એ છે કે, આ વખતે અલ નિનોની ઝાઝી ચર્ચા થઈ હતી, પરંતુ એની એટલી અસર થઈ નથી.

FMCG growth fails at the shelf, not in the boardroom | Retail Scan  Management Services Pvt. Ltd. posted on the topic | LinkedIn

સવાર-સાંજ ચાની ચુસ્કી લેતાં લેતાં બિસ્કિટનો ટુકડો મોંમાં મૂકતી વખતે જો તમને ક્યારેય એવું લાગ્યું હોય કે પેકેટમાં રહેલો બિસ્કિટ પહેલાં કરતાં થોડો નાનો કે ઓછો થઈ ગયો છે, તો એ તમારો કોઈ વહેમ નથી પણ ‘શ્રિંકફ્લેશન’ની અસલી કમાલ છે. હવે દેશની જાણીતી કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ફરી એકવાર પોતાના સૌથી લોકપ્રિય ૫ અને ૧૦ રૂપિયાવાળા બિસ્કિટનાં પેકેટ્સમાં આ જ ખેલ રમવા જઈ રહી છે. આગામી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપની ૧.૫ થી ૨ % જેટલો ભાવવધારો કરવાની તૈયારીમાં છે, પણ મજાની વાત એ છે કે પેકેટ પર લખેલી કિંમત જરાય નહીં બદલાય. ખિસ્સામાંથી તો એ જ ૫ કે ૧૦ રૂપિયાનો સિક્કો નીકળશે, પણ હાથમાં આવતા બિસ્કિટનું વજન થોડું ઘટી જશે. હકીકતમાં ખાંડ અને પામ ઓઈલ જેવા કાચા માલના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા હોવાથી આ મોંઘવારીનો સામનો કરવા માટે કંપની પાસે આ જ એક સ્માર્ટ રસ્તો બચ્યો છે. જૂનના ક્વાર્ટરમાં પણ બ્રિટાનિયાએ આ જ કીમિયો અપનાવીને પોતાની કમાણી બરાબર જાળવી રાખી હતી અને કંપનીના એમડી અને સીઈઓ રક્ષિત હરગાવે માને છે કે, કાચા માલના ભાવ જો આમ જ ઊંચા રહેશે તો આગળ પણ આવા નિર્ણયો લેવા પડી શકે છે. 

𝗗𝗮𝘆 𝟭/𝟭𝟬𝟬 𝗱𝗮𝘆𝘀 𝗰𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲 | Harsh Kedia

સવારની પહોરમાં બ્રશ પર પેસ્ટ લગાવવાથી લઈને રાત્રે નહાવાના સાબુ સુધી, આપણા રોજિંદા વપરાશનું બજેટ હવે થોડું ખોરવાઈ શકે તેમ છે. દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનિલીવર એટલે કે એચયુએલ પોતાના અલગ-અલગ ઉત્પાદનોના ભાવ વધારવાની પૂરી તૈયારી કરી રહી છે. કંપનીના અંદાજ મુજબ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એપ્રિલ-જૂન ત્રિમાસિકની સરખામણીએ 2થી 5 ટકા જેટલા ભાવ વધી શકે છે, એટલે કે આગામી દિવસોમાં ઘરમાં વપરાતી ચીજવસ્તુઓ માટે આપણે થોડા વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. જૂન ક્વાર્ટરમાં પણ કંપનીએ ૨ થી ૫ % સુધીનો ભાવવધારો કર્યો જ હતો. એચયુએલ ના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા નાયર કહે છે કે મોંઘવારી જે રીતે આગળ વધશે, તે મુજબ કંપની તબક્કાવાર રીતે ભાવ વધારશે. 

𝗗𝗮𝘆 𝟭/𝟭𝟬𝟬 𝗱𝗮𝘆𝘀 𝗰𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲 | Harsh Kedia

ડાબર ઈન્ડિયાએ પણ હવે તબક્કાવાર ભાવવધારાની પૂરી તૈયારી કરી લીધી છે. પોતાનો નફો સાચવવા માટે કંપની હવે ભાવ વધારવાની સાથે સાથે ખર્ચ પર કાપ મૂકવા જેવા ઉપાયો પણ અજમાવી રહી છે. ડાબર ઈન્ડિયાના ગ્લોબલ સીઈઓ મોહિત મલ્હોત્રાનું કહેવું છે કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે વધારાનો બોજો ગ્રાહકોના માથે નાંખ્યા વગર છૂટકો જ નથી. 

FMCG cos renew focus on kiranas to push sales - The Economic Times

હવે ગોદરેજ કન્ઝ્યુમર પણ પોતાના ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક આંચકો આપવાની તૈયારીમાં હોય તેમ લાગે છે. કંપનીએ હજી જૂન ત્રિમાસિકમાં લગભગ ૫ % નો ભાવવધારો કર્યો હતો. જોકે, આ વખતે કંપની ઉતાવળ કરવાના બદલે કાચા માલના ભાવમાં થોડી સ્થિરતા આવે તેની રાહ જોઈ રહી છે. કંપનીના સીઈઓ સુધીર સીતાપતિ કહે છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતી ઊથલપાથલના કારણે તેમણે અત્યાર સુધી મોટો ભાવવધારો રોકી રાખ્યો હતો. વાસ્તવમાં ગોદરેજની ઘણી પ્રોડક્ટ્સનો કાચો માલ ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલો છે અને બજારમાં ક્રૂડના ભાવ બદલાય તેના ત્રણથી ચાર અઠવાડિયા પછી તેની અસર કંપની પર પડે છે.   

Fuel Hikes Push India's FMCG Sector Into A New Cost Crisis - BW  Businessworld | Tarannum Manjul

દુકાને જઈને તમે ૧૦ રૂપિયાનું બિસ્કિટનું પેકેટ હાથમાં પકડો તો એ જ જૂની અને જાણીતી કિંમત જોઈને ભાવવધારાની ખબર જ ના પડે. બાદમાં ઘણા ઓછા લોકોને ખ્યાલ આવે કે, કિંમતો તો એ જ છે, પરંતુ બિસ્કિટ ઓછા થઈ ગયા છે. આજકાલ એફએમસીજી કંપનીઓ કિંમત વધાર્યા વગર ગ્રાહકો સાથે આ જ ચાલ ચાલી રહી છે. ખાસ કરીને ૫ અને ૧૦ રૂપિયાવાળા નાના પેકેટમાં જો કંપનીઓ સીધો ભાવ વધારી દે તો ગ્રાહક ખરીદતી વખતે તરત જ અચકાઈ જાય. એટલે કંપનીઓએ રસ્તો એ કાઢ્યો કે ખિસ્સામાંથી નીકળતો ભાવ એ જ રાખ્યો, પણ અંદરનો માલ છાનેમાને ઓછો કરી નાખ્યો. હવે જો તમે ગણિત માંડીને પ્રતિ ગ્રામ હિસાબ કરો તો તમને ખબર પડે કે બિસ્કિટ તો તમને પહેલા કરતાં મોંઘા જ પડી રહ્યા છે.

𝗗𝗮𝘆 𝟭/𝟭𝟬𝟬 𝗱𝗮𝘆𝘀 𝗰𝗵𝗮𝗹𝗹𝗲𝗻𝗴𝗲 | Harsh Kedia

આ કંપનીઓ પોતાનો નફો સાચવવા માટે ભાવ વધારે કે ઉત્પાદનનું વજન ઘટાડી દે તો સમજી શકાય, પરંતુ જો કાચા માલની કિંમતો ઘટી જાય તો પણ ભાવ તો એ જ રહે છે. બહું જ ઓછી કંપનીઓ કિંમતો ઘટાડે છે.

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *