અભિનેતા ગોવિંદાએ ૧૦૦ કરોડના માનહાનિના દાવાની ચેતવણી આપી

બોલિવૂડ અભિનેતા અને પૂર્વ સાંસદ ગોવિંદાએ પોતાના પરિવાર અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી અફવાઓ પર કડક વલણ અપનાવતા ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ આપવાની ચેતવણી આપી છે. આ ઘટના બાદ AI, ડીપફેક (Deepfake) અને વોઈસ ક્લોનિંગના જોખમો અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે. ગોવિંદાએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પરવાનગી વગર AI અથવા સિન્થેટિક મીડિયા દ્વારા તેમનો અવાજ, ચેહરો કે ઓળખનો દુરુપયોગ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Explainer: ડીપફેકનો ખતરો! અભિનેતા ગોવિંદાએ 100 કરોડના માનહાનિના દાવાની ચેતવણી આપી, જાણો શું કહે છે કાયદો?

ડીપફેક એ ‘ડીપ લર્નિંગ’ અને ‘ફેક’ શબ્દો મળીને બન્યો છે. આ ટેક્નોલોજીમાં AI કોઈ વ્યક્તિના ચહેરા, અવાજ અને ડિજિટલ વિગતોને શીખીને તેને અન્ય વીડિયો કે ઓડિયોમાં એવી રીતે ફીટ કરે છે કે તે બિલકુલ અસલી લાગે છે. ભારત સરકારના ૨૦૨૬ ના અદ્યતન IT નિયમો મુજબ, સિન્થેટિકલી જનરેટેડ ઈન્ફોર્મેશન (SGI) હેઠળ એવા ઓડિયો, વિઝ્યુઅલ કે વીડિયોનો સમાવેશ થાય છે, જેને કમ્પ્યૂટર કે એલ્ગોરિધમથી બદલવામાં આવ્યા હોય અને તે વાસ્તવિક ઘટના કે વ્યક્તિ જેવા દેખાતા હોય.

Govinda Birthday Special; Career Struggles Personal Life Controversy Actor  Accuses Industry Conspiracy 100 Crore Loss

ડીપફેકના દાયરામાં શું-શું આવે છે?

ચહેરો બદલવો (Face Swap): એક વ્યક્તિનો ચહેરો બીજાના શરીર પર લગાવી દેવો.

અવાજની નકલ (Voice Cloning): AI દ્વારા વ્યક્તિના અવાજનો સેમ્પલ લઈને તેના જ અવાજમાં બોગસ વાતો કહેવડાવવી.

ફેક વીડિયો અને લિપ-સિંકિંગ: અસલી વીડિયોમાં હોઠોનું મૂવમેન્ટ બદલીને ખોટા નિવેદનો આપતા દર્શાવવું.

શું કહે છે ભારતનો કાયદો?

ભારતમાં હાલમાં માત્ર ડીપફેક માટે અલગથી કોઈ કાયદો નથી, પરંતુ IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી થાય છે:

IT એક્ટ કલમ ૬૬C: ઓળખની ચોરી (Identity Theft).

IT એક્ટ કલમ ૬૬D: કમ્પ્યૂટર દ્વારા ઓળખ બદલીને છેતરપિંડી કરવી.

IT એક્ટ કલમ ૬૬E / ૬૭ / ૬૭A: પ્રાઈવસીનો ભંગ અને અશ્લીલ સામગ્રી ફેલાવવા બદલ 3 થી 5 વર્ષની જેલ અને દંડ.

BNS કલમ ૩૧૯ અને ૩૩૬: બીજાની ઓળખનો દુરુપયોગ અને ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે છેડછાડ કરવી.

નોંધ: ડીપફેક વીડિયો કે ફોટો બનાવનાર જ નહીં, પરંતુ તેને સોશિયલ મીડિયા પર વગર તપાસે શેર કરનાર પણ કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

Govinda says he rejected projects worth Rs 100 crore: 'I was slapping  myself in front of a mirror' | Bollywood News - The Indian Express

અસલી અને ડીપફેક વીડિયો કેવી રીતે ઓળખવો?

હોઠ અને અવાજનું તાલમેલ: અવાજ અને હોઠના હલનચલનમાં તફાવત દેખાય તો તે ડીપફેક હોઈ શકે છે.

ચહેરા અને આંખોની ગતિવિધિ: આંખોનું પલકાવું કે ચહેરાના હાવભાવ અસામાન્ય લાગે તો સાવધાન થઈ જવું.

અવાજમાં અસામાન્ય ફેરફાર: AI ઓડિયો ઘણીવાર રોબોટિક કે વધુ પડતો સપાટ લાગે છે.

લાઈટિંગ અને કિનારીઓ: ચહેરાના કિનારે બ્લર દેખાવું કે વાળ અને કાન પાસે અજીબ લાઈટીંગ હોવી.

ઓરિજિનલ સોર્સ શોધો: સોશિયલ મીડિયા પર વાઈરલ થતા દાવાની સત્યતા સત્તાવાર એકાઉન્ટ પર ચકાસો.

ડીપફેક વાયરલ થાય તો શું કરવું?

પોસ્ટની લિંક, URL અને સ્ક્રીનશોટ પુરાવા તરીકે સેવ કરી લો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિપોર્ટ કરો.

રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ પોર્ટલ (cybercrime.gov.in) પર અથવા ૧૯૩૦ હેલ્પલાઈન પર તુરંત ફરિયાદ નોંધાવો.

નજીકના પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં લેખિત FIR નોંધાવો.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *