અમદાવાદ: દારૂના કેસમાં રૂ. ૩.૫૦ લાખના સેટલમેન્ટનો ઓડિયો વાયરલ

નરોડા પોલીસનો કોન્સ્ટેબલ જનક સસ્પેન્ડ

ખાખીની આબરૂના ધજાગરા: અમદાવાદમાં બુટલેગર સાથે લાખોની 'ડીલ' કરતો કોન્સ્ટેબલ  સસ્પેન્ડ | Gujarat Samachar

અમદાવાદ પોલીસ કમિશનરના દારૂ વિરોધી આકરા ડ્રાઇવના આદેશ વચ્ચે નરોડા પોલીસ સ્ટેશન વિવાદમાં સપડાયું છે. દારૂના કેસમાં સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો એક કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

NARODA POLICE STATION (@narodapolice) • Instagram photos and videos

શું છે સમગ્ર મામલો?

ગત ૨૪ ઓગસ્ટે નરોડા સિટી સેન્ટર પાછળના ખુલ્લા મેદાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૪૩ નંગ વિદેશી દારૂના ક્વાર્ટર, કાર અને મોબાઇલ સહિત રૂ. ૫,૧૮,૯૭૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ એક શખ્સ સ્થળ પરથી ઝડપાયો હતો, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Ahmedabad Police added a new photo. - Ahmedabad Police

વાયરલ ક્લિપ અને સેટલમેન્ટનો ખેલ

રેડ બાદ નરોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જનક અને વોન્ટેડ બુટલેગર મહંમદ હારૂન જબ્બાર શેખ વચ્ચેની કથિત વાતચીત સામે આવી હતી. વાયરલ ક્લિપમાં કોન્સ્ટેબલ પ્રોહિબિશનના કેસમાં રૂ. ૩ થી ૩.૫૦ લાખમાં મામલો પતાવવાની વાત કરતો સંભળાય છે. વીડિયોમાં કોન્સ્ટેબલ એવો દાવો પણ કરે છે કે “સાહેબ ૬ થી ૮ લાખ માંગે છે, પરંતુ ૩ લાખ સુધી વહીવટ પતાવવાનો પ્રયાસ કરીશ” અને રૂ. ૧.૫૦ લાખ ઓછા હોવાનું કહી વધુ રકમની માંગણી કરે છે.

અમદાવાદમાં પોલીસની દાદાગીરીની ઓડિયો ક્લીપ વાયરલ | Audio clip viral of Ahmedabad  police constable

કોન્સ્ટેબલ સસ્પેન્ડ, એસીપી ને તપાસ સોંપાઈ

નરોડા પોલીસ સ્ટેશનના નવા પી.આઈ.એ ચાર્જ સંભાળ્યાના માત્ર બે જ દિવસમાં આ વીડિયો સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને આક્ષેપિત કોન્સ્ટેબલ જનકને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોફુક (સસ્પેન્ડ) કરી દેવાયો છે.

આ કથિત ઓડિયો/વીડિયો સાચો છે કે કેમ અને ખરેખર નાણાંની માંગણી થઈ હતી કે કેમ તે અંગે તટસ્થ તપાસ માટે G ડિવિઝનના એસીપી ને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *