અમદાવાદ શહેરનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે, તેની સાથે બજારમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તહેવારો હોય કે સામાન્ય દિવસો, મીઠાઈ અને ફરસાણમાં થતી ભેળસેળથી નાગરિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે. આ ગંભીર સમસ્યાને નાથવા અને પારદર્શિતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા એક અત્યંત ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.

હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી ગ્રાહકો સમક્ષ લાઈવ પ્રસારણ કરાવ્યા બાદ, હવે શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
શહેરમાં હાલ અંદાજે ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલી મીઠાઈ-ફરસાણની દુકાનો આવેલી છે. ફૂડ વિભાગની સૂચના મુજબ, દરેક વેપારીએ તમામ કેમિકલ અને સાધનો સાથેની કિટ દુકાનમાં ગ્રાહકો સ્પષ્ટ રીતે જોઈ શકે તે રીતે રાખવી પડશે. આ તમામ કેમિકલ્સ બજારમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે અને ખર્ચની દ્રષ્ટિએ પણ દરેક વેપારીને પરવડે તેવા છે.
આ અગાઉ હેલ્થ વિભાગ દ્વારા શહેરના તમામ ૧૧,૧૫૦ જેટલા હોટેલ-રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી કાઉન્ટર પાસે ગ્રાહકો સમક્ષ લાઈવ ફૂટેજ બતાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાની અમલવારી પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાયી સમિતિની બેઠકમાં તાકીદ કરવામાં આવી છે.

ટેસ્ટિંગ કિટમાં શું-શું સાધન-સામગ્રી રાખવી પડશે?
દરેક દુકાનદારે નીચે મુજબના ૮ ઘટકો સાથેની કિટ તૈયાર રાખવાની રહેશે:

મીઠાઈ કે દૂધમાં વપરાતું કેસર અસલી છે કે નકલી તે ચકાસવા માટે કેસરના થોડા તાંતણા લઈને તેને સાદા પાણીમાં નાંખવા. જો પાણીમાં પડતાંની સાથે જ તાંતણામાંથી ઝડપથી અને તુરંત રંગ છૂટો પડી જાય, તો તે કેસર કુદરતી નહીં પણ કૃત્રિમ રીતે સસ્તા પદાર્થો પર રંગ ચડાવીને બનાવેલું હોવાની શક્યતા છે.
લી ચાંદીનું છે કે નહીં તે જાણવા માટે સૌપ્રથમ તેના પર નાઈટ્રિક એસિડના ૧૦ થી ૧૫ ટીપાં નાંખવાં. ત્યારબાદ ફોઈલ ઓગળી જાય એટલે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડના ૧૦ થી ૧૫ ટીપાં ઉમેરવાં. જો મિશ્રણમાં સફેદ રંગનો અવક્ષેપ (Precipitate) જોવા મળે તો તે ચાંદીનું વરખ હોવાનું સાબિત થાય છે, જ્યારે અન્ય કોઈ નકલી ફોઈલ આ કેમિકલ પ્રક્રિયામાં ઓગળતી નથી.
ડાર્ક પીળી અથવા કેસરી રંગની આકર્ષક દેખાતી મીઠાઈમાં જો શંકા જાય, તો તેના પર હાઈડ્રોક્લોરિક એસિડના 2 થી 3 ટીપાં નાંખવાં. જો એસિડ નાંખતાં જ મીઠાઈનો રંગ જાંબલી કલરમાં ફેરવાઈ જાય, તો તેમાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા અખાદ્ય નોન-ફૂડ ગ્રેડ કે નોન-પરમિટેડ કેમિકલ કલર હોવાની પૂરી શક્યતા રહે છે.
ઘીની શુદ્ધતા ચકાસવા માટે થોડું ઓગાળેલું ઘી ટેસ્ટ ટ્યુબમાં લેવું અને તેમાં ઘી જેટલી જ માત્રામાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરવું. ત્યારબાદ તેમાં ખાંડના થોડા દાણા નાખીને ટેસ્ટ ટ્યુબ પર સ્ટોપર લગાવી બરાબર હલાવવું. જો મિશ્રણનો રંગ તુરંત જ ઘેરો લાલ થઈ જાય, તો તે શુદ્ધ ઘી નથી પરંતુ તેમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાની પૂરી શક્યતા છે.

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

ભાવ-સ્નેહનું સતત સર્જન…
અદકેરું બંધન….રક્ષાબંધન….
રેશમનો તાર… એક અનોખો સાર…
ભીંજાય એમાં આખો સંસાર….
આમ તો આ એક સૂતરનો જ
દોરો હોય છે…પરંતુ
હેતથીને લાગણી થી…
રાખડી થઈ જાય છે, એક અતૂટ બંધન.
આપ સર્વને રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ.
{ભાઈને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ}
“યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામનુબધ્નામિ, રક્ષે મા ચલ મા ચલ”
