નેસ્લેના શિશુ ફોર્મ્યુલા દૂધના દાવા સામે સવાલ

એફએસએસએઆઈ એ સ્પષ્ટતા માંગી

‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (એફએસએસએઆઈ) દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અગ્રણી ફૂડ કંપની નેસ્લે (નેસ્લે) ઇન્ડિયા લિમિટેડના કેટલાક શિશુ ફોર્મ્યુલા દૂધના ઉત્પાદનો સામે એફએસએસએઆઈ એ કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. જો તમે પણ તમારા શિશુ માટે બજારમાંથી ડબ્બાબંધ દૂધ ખરીદતા હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે. આવો જાણીએ કે આ વિવાદ શું છે અને કયા ઉત્પાદનો તપાસના ઘેરામાં છે.

FSSAI initiates three adjudication cases against Nestle India over infant  nutrition products

એફએસએસએઆઈ દ્વારા નેસ્લે ઇન્ડિયાના ૩ મુખ્ય શિશુ પોષણ ઉત્પાદનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

૧. એનએએન એક્સેલા પ્રો સ્ટેજ ૧
૨. લેક્ટોજન પ્રો ૧
૩.કંપનીનું ફોલો-અપ ફોર્મ્યુલા (ફોલો-અપ ફોર્મ્યુલા)
Image

એફએસએસએઆઈ ના મતે, આ ઉત્પાદનોના વેચાણ વધારવા માટે કરવામાં આવતા પ્રમોશનલ દાવાઓ ગેરમાર્ગે દોરનારા અને નિયમો વિરુદ્ધ છે.

Nestle infant formula recall: Why the CEO of world's largest food firm  apologised, is baby milk powder in India affected? - The Economic Times

૧.  એનએએન એક્સેલા પ્રો સ્ટેજ ૧: આ પ્રોડક્ટની જાહેરાતમાં કંપની દ્વારા ‘૫ મોમ્સ’ અને ‘વે પ્રોટીન’ જેવા શબ્દોનો ઉપયોગ કરી આકર્ષક       દાવા કરવામાં આવે છે.’૫ મોમ્સ’ (માનવ દૂધના ઓલિગોસેકેરાઇડ્સ – હ્યુમન મિલ્ક ઓલિગોસેકરાઇડ્સ) એ ખાસ પ્રકારના જટિલ               કાર્બોહાઇડ્રેટ્સ છે, જે કુદરતી રીતે માત્ર માતાના દૂધમાં જ મોટી માત્રામાં જોવા મળે છે. તે બાળકના આંતરડામાં સારા બેક્ટેરિયા                 વિકસાવવાની સાથે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરી શરૂઆતના મહિનાઓમાં બીમારીઓ સામે રક્ષણ આપે છે. નેસ્લે જેવી           કંપનીઓ લેબમાં કૃત્રિમ રીતે આવા ૫ અલગ-અલગ પ્રકારના મોમ્સ તૈયાર કરીને તેમના ફોર્મ્યુલા દૂધમાં ઉમેરે છે, જેથી તેઓ દાવો કરી         શકે કે તેમનું પાવડરનું દૂધ માતાના કુદરતી દૂધ જેટલું જ ગુણકારી છે.
૨.  લેક્ટોજન પ્રો ૧: આ પ્રોડક્ટના પ્રમોશનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં રહેલું વ્હે પ્રોટીન (વે પ્રોટીન) પચવામાં ખૂબ જ             સરળ છે. દૂધ ફાટે કે તેમાંથી પનીર બને ત્યારે છૂટા પડતા પાણી જેવા પ્રવાહી ભાગના પ્રોટીનને ‘વ્હે પ્રોટીન’ (વે પ્રોટીન) કહેવાય છે, જે         માતાના ધાવણમાં કુદરતી રીતે વધુ માત્રામાં (લગભગ ૬૦%) હોય છે અને શિશુનું નાજુક પાચનતંત્ર તેને ખૂબ જ સરળતાથી પચાવી શકે       છે. નેસ્લે જેવી કંપનીઓ તેમના શિશુ ફોર્મ્યુલા (જેમ કે લેક્ટોજન પ્રો ૧) માં અલગથી આ પ્રોટીન ઉમેરીને જાહેરાતોમાં ‘સરળતાથી પચી         જાય તેવું વ્હે પ્રોટીન’ હોવાના દાવાઓ કરે છે, જેથી માતા-પિતા તેને માતાના દૂધ જેવું જ હળવું અને શ્રેષ્ઠ માને. 
EXPLAINED: What triggered Nestle's infant formula recall, and should  parents worry? - India TV News

ભારતીય ફૂડ સેફ્ટી કાયદા મુજબ ૦ થી ૬ મહિનાના શિશુઓના ફોર્મ્યુલા દૂધ પર નેસ્લે દ્વારા કરાયા છે એવા આકર્ષક કે સ્વાસ્થ્ય સંબંધી દાવાઓ કરવા પર પ્રતિબંધ છે; કારણ કે આવા દાવાઓ માતા-પિતાને ગેરમાર્ગે દોરીને કુદરતી સ્તનપાન (સ્તનપાન) ને બદલે ફોર્મ્યુલા દૂધ તરફ આકર્ષિત કરી શકે છે. આ પ્રકારના પ્રમોશનલ દાવાઓ ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, ૨૦૨૦’ ના નિયમ ૪ (૨) નું સીધું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, ૧૯૯૨ ના શિશુ દૂધના વિકલ્પો અને શિશુ ખોરાક અધિનિયમની કલમ ૩ નો પણ ભંગ કરે છે. માટે એફએસએસએઆઈ ને નેસ્લે સામે વાંધો પડ્યો છે.

FSSAI files three cases against Nestlé India over infant food claims,  biotin levels

ખોટા પ્રમોશનલ દાવાઓ સિવાય ત્રીજો મામલો પ્રોડક્ટની ગુણવત્તા સાથે જોડાયેલો છે. એફએસએસએઆઈ ના લેબ ટેસ્ટિંગમાં નેસ્લેના ફોલો-અપ ફોર્મ્યુલામાં બાયોટિન (જેને વિટામિન બી૭ પણ કહેવાય છે) નું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં ઓછું (નિમ્ન-સ્તરનું) હોવાનું સામે આવ્યું છે. આ સેમ્પલને જ્યારે ફરીથી રેફરલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યું, ત્યારે ત્યાં પણ તે ૨૦૨૦ ના નિયમો મુજબના બાયોટિન સ્તરને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું.

Nestle recalls formula milk products due to contamination risk

આ કથિત ઉલ્લંઘનો બદલ એફએસએસએઆઈ એ નેસ્લે ઇન્ડિયા સામે ૩ અલગ-અલગ કાનૂની કેસ દાખલ કર્યા છે. આમાંના ૨ કેસ ભ્રામક જાહેરાતો માટે અને ૧ કેસ બાયોટિનની કમી માટે છે. આ કાનૂની કાર્યવાહીના સમાચાર બહાર આવતા જ શેરબજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં આશરે ૨.૫ % નો ઘટાડો નોંધાયો હતો.

FSSAI initiates legal action against Nestle India over infant nutrition  products - OrissaPOST

ના, આ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. એફએસએસએઆઈ ની કાર્યવાહી માત્ર એ દર્શાવે છે કે આ દાવાઓ અને ગુણવત્તા બાબતે સઘન તપાસ ચાલી રહી છે. તે એવું પણ સાબિત નથી કરતું કે આ દૂધનો દરેક બેચ ખરાબ છે. સંબંધિત સત્તાધિકારીઓની તપાસ પૂર્ણ થયા પછી જ આગળનો નિર્ણય લેવાશે.

How Does Lactogen Pro 1 Infant Formula Help Support Baby Growth in Early  Months? - Aap Ka Bazar - Blog

શિશુઓ માટે તૈયાર કરાતા ખોરાક પર સામાન્ય ખોરાક કરતા વધુ કડક નિયમો હોય છે, કારણ કે આ બાળકના વિકાસનો સૌથી નિર્ણાયક તબક્કો હોય છે. એફએસએસએઆઈ સલાહ આપે છે કે બાળકો માટે દૂધ કે અન્ય કોઈ પ્રોડક્ટ ખરીદતી વખતે માત્ર કંપનીઓની આકર્ષક જાહેરાતો પર જ આધાર ન રાખવો જોઈએ. હંમેશા બાળકના ડૉક્ટરની સલાહ લીધા પછી જ સૌથી યોગ્ય ઉત્પાદનની પસંદગી કરવી જોઈએ.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *