સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ

Shree Swaminarayan Mandir Kalupur

સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વંય સ્વામિનારાયણ ભગવાન દ્વારા નિર્મિત પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું ખાસ મહત્વ છે.

kalupur swaminarayan mandir | swaminarayan temple

સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણની હાજરીમાં થયુ હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર ૨૦૪ વર્ષ જૂનું છે. 

kalupur swaminarayan temple history | Kalupur Swaminarayan Temple | Swaminarayan Temple

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ અનેરો છે. તે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે, જેના પ્રત્યે સંપ્રદાયના અનુયાયીઓ બહુ આસ્થા ધરાવે છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર નિર્માણ માટે માટે તત્કાલિન અમદાવાદના બ્રિટિશ ક્લેક્ટરે જમીન આપી હતી.

File:Kalupur Swaminarayan temple Ahmedabad 1866.jpg - Wikimedia Commons

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ ૧૮૧૯ માં (વિક્રમ સંવત ૧૮૭૬) શરૂ થયું હતું. ૩ વર્ષની કામગીરી બાદ વર્ષ ૧૮૨૨ માં ૨૪ ફેબ્રુઆરી, ફાગણ સુદ ૩ તિથિના શુભ દિવસે સ્વંય ભગવાન સ્વામિનારાયણના હસ્તે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનારાયણ અને અન્ય દેવીદેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંપ્રદાયના અનુયાયીઓ, સામાન્ય લોકો સહિત લગભગ ૫૦ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું કહેવાય છે.

File:Shree Swaminarayan Mandir.jpg - Wikimedia Commons

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી મનમોહક 

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી અતિ મનમોહક છે. મંદિર પ્રાંગણમાં નરનારાયણ મંદિર, અક્ષર ભવન, રંગ મહેલ, મહિલાઓ માટે મંદિર અને હવેલી આવેલી છે. મંદિરનું પ્રવેશદ્વાર પર બહુ સુંદર કોતરણી છે, જેની અંદર પ્રવેશતા જ મનને અદભુત શાંતિનો અહેસાસ છે. મંદિરની એક બાજુ ત્રણ માળની હવેલી છે,

Shree Swaminarayan... - Shree Swaminarayan Mandir Kalupur

જેનું નિર્માણ વર્ષ ૧૮૭૧ માં આચાર્ય કેશવપ્રસાદ મહારાજે કરાવ્યું હતું. હવેલી બનાવવા માટે સુંદર કોતરણીથી સુશોભિત લાકડાનો ઉપયોગ કરાયો છે. તો બીજી બાજુ બે માળની હવેલી છે.

Kalupur Swaminarayan Mandir - Info, Timings, Photos, History

નરનારાયણ મંદિર

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનરાયાણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા, ભક્તિમાતા, હરિકૃષ્ણ મહારાજ, શ્રી બાલ સ્વરૂપ ધનશ્યામ મહારાજ અને શ્રી રંગમહેલ ધનશ્યામ મહારાજની દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિસ્થા કરવામાં આવી છે. ભગવાનની મૂર્તિઓ સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુશોભિત હોય છે. 

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *