અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨ નો વધારો

ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેણે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલ દ્વારા પ્રતિ લિટર રૂપિયા ૨ નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી એટલે કે ૧૪ મે ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે.

અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહત્તમ વેચાણ કિંમતમાં ૨.૫ % થી ૩.૫ % સુધીનો વધારો થયો છે. જોકે, ફેડરેશનનું કહેવું છે કે આ વધારો વર્તમાન સરેરાશ ખાદ્ય ફુગાવા કરતાં ઓછો છે. નોંધનીય છે કે, અમૂલ દૂધના ભાવમાં છેલ્લે મે-૨૦૨૫ માં ફેરફાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એક વર્ષ પછી આ વધારો અમલી બન્યો છે.


આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે. છેલ્લા એક વર્ષમાં પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.અમૂલના સભ્ય સંઘોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોને ચૂકવવામાં આવતા ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. ૩૦ (આશરે ૩.૭ %) નો વધારો કર્યો છે.
/newsfirstprime/media/media_files/2026/05/13/amul-milk-2026-05-13-20-34-23.jpg)
અમૂલની સહકારી માળખાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ગ્રાહકો પાસેથી મેળવેલા પ્રત્યેક રૂપિયામાંથી આશરે ૮૦ % રકમ સીધી દૂધ ઉત્પાદકોને પરત આપે છે. આ ભાવ વધારાનો મોટો હિસ્સો પણ સીધો ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસે જશે, જે તેમને દૂધનું ઉત્પાદન વધારવા અને પશુપાલન વ્યવસાયમાં ટકી રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.આ નિર્ણયથી સામાન્ય ગૃહિણીઓના બજેટ પર અસર પડશે, પરંતુ બીજી તરફ લાખો પશુપાલકોને તેમના વધતા ખર્ચ સામે રક્ષણ મળશે.

GCMMF દ્વારા વધતા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા માટે દેશભરમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડી શકે છે અને ખાદ્ય ફુગાવામાં વધારો થવાની શક્યતા છે. અગાઉ છેલ્લે મે ૧, ૨૦૨૫ ના રોજ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ ભાવ વધારો પ્રતિ લિટર અંદાજે ૨.૫ થી ૩.૫ % જેટલો છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો હોવાનું જણાવાયું છે. દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો, ખાસ કરીને પશુ આહાર, પેકેજિંગ ફિલ્મ અને બળતણના ખર્ચમાં વૃદ્ધિ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે. સહકારી મંડળીએ દાવો કર્યો કે, ગ્રાહકો પાસેથી મેળવેલા દરેક રૂપિયામાંથી ૮૦ પૈસા સીધા દૂધ ઉત્પાદકોને આપવામાં આવે છે. આ વધારાથી ખેડૂતોને ટકાઉ નફો મેળવવામાં અને દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સહકારી સભ્યોએ ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ૩૦ રૂપિયાનો વધારો કર્યો છે, જે મે ૨૦૨૫ ના દરો કરતા ૩.૭ % વધુ છે.
&format=webp&quality=medium)
GCMMF એ નાણાકીય વર્ષ માટે ૭૩,૪૫૦ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે ૧૧ % થી વધુની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે ડેરી ઉત્પાદનોની મજબૂત માંગ દર્શાવે છે. સતત વધતા નફા છતા પણ અમૂલ દ્વારા ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, GCMMF (અમૂલ) એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં પણ શાનદાર દેખાવ કર્યો હતો. ગત વર્ષના ૫૯,૪૪૫ કરોડ રૂપિયાના ટર્નઓવરની સરખામણીએ આ વર્ષનું ૭૩,૪૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ડેરી સેક્ટરમાં અમૂલના વધતા વર્ચસ્વને સાબિત કરે છે.

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન પણ પશુ આહારના ભાવમાં ૧૫-૨૦ % નો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે સહકારી મંડળીઓએ વારંવાર ભાવમાં સુધારો કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે પરિવહન અને બળતણના ખર્ચમાં વધારો થયો છે, જેની સીધી અસર દૂધના વિતરણ ખર્ચ પર પડી રહી છે.
