ગુજરાતની દીકરીએ બનાવી એવી કીટ કે પશુની પ્રેગ્નેન્સીનો ૫ મિનિટમાં મળી જશે જવાબ

વર્ષોથી દેશના લાખો પશુપાલકો માટે આ એક મોટી સમસ્યા હતી. પરંતુ હવે ગુજરાતની એક યુવતીએ આ સમસ્યાનો એવો ઉકેલ શોધ્યો છે, જે પશુપાલન ક્ષેત્રની કાર્યપદ્ધતિ જ બદલી શકે છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ બિગ નેનો વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને CEO કોમલ કલંત્રી અને તેમની ટીમે ગાય અને ભેંસ માટે બ્લડ-બેઝ્ડ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ વિકસાવી છે. આ અમેઝિંગ સ્ટોરીની સૌથી ખાસ વાત એ છે કે હવે પશુઓને પણ એવી જ આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે, જેવી અત્યાર સુધી માત્ર માણસો માટે હતી. સાથે જ, ખેડૂતોને લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ મળતાં તેમનો સમય અને મહેનત બંનેની બચત થશે

ગામડામાં પશુપાલન કરતા કોઈપણ ખેડૂતને પૂછો કે સૌથી મોટી મુશ્કેલી કઈ? તો મોટાભાગે જવાબ એક જ મળશે- “ગાય કે ભેંસ ગાભણ રહી કે નહીં, એની ખબર જ બહુ મોડે પડે છે.” આ પ્રશ્ન માત્ર એક પશુની પ્રેગ્નન્સીનો નથી, પરંતુ આખા પરિવારની આવક સાથે જોડાયેલો છે. એક તરફ પશુ માટે રોજનો ચારો, દવાઓ, દેખરેખ અને મજૂરીનો ખર્ચ ચાલુ રહે છે, બીજી તરફ મહિનાઓ સુધી એ પણ ખબર પડતી નથી કે ગર્ભ રહ્યો છે કે નહીં. ત્રણ મહિના પછી ખબર પડે કે પશુ ખાલી છે, તો એટલા સમયનો ખર્ચ, મહેનત અને આશા- ત્રણેય પર પાણી ફરી વળે. એક આખા પરિવારની આશાઓ તૂટે છે, આવક વેડફાય છે અને પશુએ પણ સહન કરવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *