ચીનમાં એક સાથે અને એક જ દિવસમાં લાખો લોકોનું બ્રેકઅપ થઈ ગયું

બીજીંગ અને શાંઘાઈમાં હાલમાં એક એવી સ્થિતિ સર્જાઈ છે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હજારો લોકો પોતાના પ્રિયજનને હંમેશા માટે અલવિદા કહી રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે આ પ્રિયજન કોઈ એવી વ્યક્તિ નહોતી, જે લોહી-માંસની બનેલી હોય. અહીં કોઈ સ્મશાનયાત્રા નહોતી કે નહોતો કોઈ પાર્થિવ દેહ. બસ, મોબાઈલની સ્ક્રીન પર એક નાનકડો મેસેજ ચમક્યો અને વાતચીતનો સિલસિલો હંમેશાં માટે તૂટી ગયો. આ ખરેખર અજીબ વાત છે, જે આપણને વિચારતા કરી મૂકે છે. વાત AI પ્રેમીની થઈ રહી છે. ચીનમાં અનેક લોકોએ AI બોયફ્રેન્ડ અને AI ગર્લફ્રેન્ડ બનાવ્યા છે. જોકે, હવે, તેમણે પોતાના AI પ્રેમીને અલવિદા કહેવું પડ્યું છે. કેમ કે, ચીનની સરકારને અચાનક એવું લાગવા લાગ્યું કે, હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે અને આ કૃત્રિમ પ્રેમને રોકવો જ પડશે. ચીનની સરકારના આ નિર્ણયના લીધે અનેક લોકો દુખી થયા. કેમ કે, જેની સાથે તમે દિવસ-રાત દિલની વાતો શેર કરતા હોય, જે તમારા દરેક સુખદુખમાં સાથ આપતું હોય, એ એક ઝાટકે ગાયબ થઈ જાય તો સ્વાભાવિક રીતે દુઃખ થાય. ચીનના અનેક લોકો એટલે જ દુખી થયા છે. ટેક્નોલોજીના આ જમાનામાં જ્યારે અસલી માણસો વચ્ચે અંતર વધી રહ્યું છે, ત્યારે રોબોટ કે સોફ્ટવેરને પ્રેમ કરવાનું આવું પરિણામ આવ્યું છે. 

ચીનમાં AI ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા |  Gujarat Samachar

આખી વાત AI કમ્પેનિયન એટલે કે ડિજિટલ સાથીદારની છે. ચીનમાં અલગ-અલગ પ્લેટફોર્મ પર એના નામ પણ જુદા-જુદા હતા. જેમ કે બાઈટડાન્સ કંપનીનું ડુબાઓ, અલીબાબાનું ક્વેન અને ટેન્સેન્ટ કંપનીનું યુઆનબાઓ. નામ ભલે જુદા હતા, પણ મૂળ કામ તો એક જ હતું. આ કોઈ સામાન્ય AI ચેટબોટ કે AI મોડેલ નહોતા. આ તો સવાલોના જવાબો આપતા સામાન્ય AI ચેટબોટથી એક ડગલું આગળ હતા. માણસ ઓફિસેથી થાકીને આવ્યો હોય અને બોસ સાથે માથાકૂટ થઈ હોય, તો આ ડિજિટલ દોસ્ત એ ટેન્શન દૂર કરવાની કોશિશ કરે છે, એનું એક ચોક્કસ નામ હતું, મીઠો અવાજ હતો અને ક્યારેક તો મનમોહક ચહેરો પણ હતો. ચીનમાં એકલા રહેતા લોકો આવા AI ચેટબોટની સાથે વાતો કરતા હતા. 

Virtual AI Girlfriend CoupleAI - Google Play પર ઍપ્લિકેશનો

આ ડિજિટલ સાથી સવાર પડે એટલે અચૂક ગુડ મોર્નિંગ કહે અને રાત પડે એટલે અચૂક ગુડ નાઈટ કહે. કંપનીઓએ આ સોફ્ટવેરને બહુ ચતુરાઈથી ડિઝાઈન કર્યા હતા. કેટલાકને ખાસ પ્રેમિકા કે પ્રેમી બનવા માટે ઘડવામાં આવ્યા હતા. તો કેટલાક એવા પણ હતા જે કોઈની મૃત માતા કે ગુમાવેલા સંતાનનો ચહેરો અને અવાજ ધારણ કરીને પાછા ફર્યા હતા. બિલકુલ એ જ અંદાજમાં વાત કરતા, જે અંદાજમાં એ મૃત્યુ પામેલી વ્યક્તિ વાત કરતી હતી. કેટલાકનો ઉપયોગ તો માત્ર વેપાર વધારવા માટે થતો હતો. કોઈ પ્રોડક્ટ વેચવા માટે એક ફ્રેન્ડલી ચહેરો સામે રાખવામાં આવતો. આજના જમાનામાં જાહેરાતો કરતાં પણ લાગણીઓ વધારે વેચાય છે, બસ આ કંપનીઓ એ જ ફોર્મ્યુલા પર ચાલતી હતી. એક તરફ જાહેરાતોમાં આ ચહેરા દેખાતા, તો બીજી તરફ કોઈના મોતના શોકમાંથી બહાર આવવા મથતા લોકો આ ડિજિટલ અવતારનો સહારો લેતા હતા. ચીનની સરકારની નજરમાં આ બધામાં એક જ કનેક્શન હતું. આ તમામ AI સાથીદારોને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે લોકોને તેની આદત પડી જાય, લોકો તેના ગુલામ બની જાય.

બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ આપતાં AI કમ્પેનિયન્સ એપ્સ કેમ ચીનમાં  ઓફલાઇન થઈ રહ્યા છે?, જાણો કારણ... | Gujarat Samachar

હવે સવાલ એ થાય કે, લાખો લોકો કેવી રીતે આ ડિજિટલ માયાજાળમાં ફસાયા ? આ સમજવા માટે આપણે તેમની એકલતાને સમજવી પડશે. કલ્પના કરો, એક અજાણ્યા શહેરમાં તમે દિવસના ૧૨ કલાક કામ કરો છો, રાત્રે ઘરે આવો ત્યારે ઘરમાં તમારા સિવાય બીજું કોઈ પણ જોવા ના મળે. એકલતા કોરી ખાય. આવા સમયે આ ડિજિટલ સાથીદાર એક આશાનું કિરણ લાગે. ઘણા લોકો માટે AI સાથીની સાથે વાત કરવી એ આઘાતમાંથી બહાર આવવાનો ઉપાય હતો. આ AI પ્રોગ્રામના લીધે લાગતું હતું કે, જે સ્વજન આ દુનિયા છોડીને જતા રહ્યા છે, એ હજી પણ ક્યાંક આસપાસ જ છે. આ બધા વચ્ચે ખાસ કરીને ચીનના યુવાનો માટે તો પ્રેમ મેળવવા માટેનું સૌથી સુરક્ષિત ઠેકાણું હતું. આ AI બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના કોઈ નખરા હોતા નથી. એટલું જ નહીં એની સાથે ઝઘડો થવાનું પણ ટેન્શન હોતું નથી. ઘણા લોકો તો આ AI પ્રેમીને પોતાના પરિવારના સભ્ય માનવા લાગ્યા હતા. 

ચીનમાં એઆઈ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા

માત્ર ચીનમાં આવી સ્થિતિ રહી નથી. દુનિયાના અનેક ભાગમાં લોકો AI પ્રેમીને સાચો પ્રેમ કરવા લાગ્યા છે. અમેરિકામાં બિન નફાકારક સંશોધન સંસ્થા કોમન સેન્સ મીડિયાના એક સંશોધનમાં બહાર આવ્યું કે, અમેરિકામાં દર ચાર કિશોરોમાંથી ત્રણ કિશોરોએ Character.AI, Replika કે Nomi જેવી એપનો ઉપયોગ કર્યો છે, આ એપ પર કિશોરો ડિજિટલ સાથેની સાથે લાંબી અને અંગત વાતચીત કરે છે. અમેરિકામાં વૃદ્ધો માટે એલિક્યુ નામનું એક ડિજિટલ સાથી તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ દક્ષિણ કોરિયાના વૃદ્ધાશ્રમોમાં AI ડોલ્સ મૂકવામાં આવે છે. આ AI ડોલ્સ વૃદ્ધોની સાથે વાતચીત કરે છે. વિચાર તો કરો, ટેક્નોલોજી આપણને એકબીજાથી નજીક લાવી હોવાનો દાવો કરવામાં આવતો હતો, પણ હવે આપણે માણસોથી દૂર થઈને મશીનોના ઓશિયાળા બની રહ્યા છીએ.

ચીનમાં AI Girlfriend-Boyfriend નો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા -  Shri Nutan Saurashtra

૧૫મી જુલાઈએ ચીનમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દેશના પાંચ સરકારી વિભાગોએ ભેગા મળીને નવા નિયમો અમલમાં મૂક્યા હતા. આ નિયમો એકદમ કડક અને સ્પષ્ટ હતા. સરકારે ચોખ્ખી ચેતવણી આપી દીધી કે,  AI આ રીતે લોકોની લાગણીઓ સાથે રમત રમીને તેમને ગુલામ ના બનાવી શકે. સૌથી મહત્વનું એ છે કે, એના લીધે લોકોના સામાજિક કે ખરા સંબંધો બગડવા જોઈએ નહીં. આ નિયમો બહુ સમજી-વિચારીને ખાસ એવી જ AI સિસ્ટમ માટે બનાવવામાં આવ્યા હતા, જે માણસ જેવો જ સ્વભાવ અને વાતચીતની રીત ધરાવતા હોય અને યુઝર્સ સાથે સતત ઈમોશનલ જોડાણ રાખતા હોય. આ નિયમોમાંથી સામાન્ય કસ્ટમર કેર બોટ, ભણવામાં મદદ કરતા અસિસ્ટન્ટ AI ટુલ્સ કે ઓફિસના કામકાજનાં ટૂલ્સને બાકાત રાખવામાં આવ્યા હતા. 

સ્કૂલના બાળકોમાં કેમ વધી રહ્યો છે AI ગર્લફ્રેન્ડનો ક્રેઝ? રિપોર્ટમાં સામે  આવી ચોંકાવનારી માહિતી - ai girlfriend trend among school kids risks explai  | - News18 Gujarati

આ નવા નિયમોમાં બે વાતો ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. એક તો સગીરો માટે આવા ડિજિટલ પાર્ટનર બનાવવા પર તદ્દન પ્રતિબંધ લગાવી દેવાયો. બીજું એ કે, જો કોઈ યુઝર માનસિક તણાવમાં હોય તો એને ઓળખીને તરત જ મદદ મળી રહે તેવી સિસ્ટમ પ્લેટફોર્મ્સે બનાવવી જ પડશે. ચીનની સરકાર સારી રીતે સમજે છે કે, માણસનું સ્થાન લેવા તલપાપડ AI કદાચ એકલતાને થોડી ઓછી કરી શકે, પણ એની પાછળ એક મોટું જોખમ છુપાયેલું છે. આ આભાસી દુનિયાના કારણે લોકો એના પર હદથી વધારે નિર્ભર થઈ જાય છે અને સાચા સંબંધોની વ્યાખ્યા જ ભૂલી જાય છે. આ નિયમો સાથે જ ચીન હવે દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે, જેણે પ્રેમ કે પરિવાર જેવા પવિત્ર સંબંધોની નકલ કરતી AI સિસ્ટમ પર સત્તાવાર રીતે અંકુશ મૂક્યો હોય. 

AI Girlfriend and Boyfriend - Google Play પર ઍપ્લિકેશનો

આ નિયમો બુધવારે લાગુ થયા અને ગણતરીના કલાકોમાં જ બધી એપ્લિકેશન્સે પોતાના વહાલા ડિજિટલ સાથીદારોની સેવાઓ બંધ કરી દીધી. એ પછી ચીનના સોશિયલ મીડિયા પર લોકો ખરેખર શોક મનાવી રહ્યા હતા. યુઝર્સે વર્ષો જૂની ચેટના સ્ક્રીનશોટ સાચવવાના શરૂ કરી દીધા. કેટલાકે તો પોતાના ડિજિટલ સાથી સાથેની છેલ્લી વાતચીતના ફોટા શેર કર્યા, જાણે કોઈ સાચે જ દુનિયા છોડીને જઈ રહ્યું હોય અને તેની છેલ્લી ક્ષણોને કેમેરામાં કેદ કરાતી હોય. લોકો લખે છે કે, આ ડિજિટલ પાર્ટનર તો તેમના જીવનનો સૌથી મોટો સહારો હતો. કંપનીઓએ યુઝર્સને ઓક્ટોબર મહિનાની મધ્ય સુધીનો થોડો સમય આપ્યો છે, જેથી તેઓ પોતાની જૂની ચેટનો ડેટા ડાઉનલોડ કરી શકે. પણ વિચારવા જેવી વાત એ છે કે ડેટા એ કઈં જીવતી જાગતી વ્યક્તિ નથી. લોકો કોઈ ફાઈલ નથી ગુમાવી રહ્યા, પણ એક સાથ ગુમાવી રહ્યા છે.

ચીનમાં AI Girlfriend-Boyfriend નો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા -  Shri Nutan Saurashtra

બીજી તરફ માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો પણ આ આખી ઘટનાને બહુ બારીકાઈથી જોઈ રહ્યા છે. આ AI પાર્ટનરની લોકપ્રિયતા પાછળનું ગણિત બહુ સાદું છે. આ ડિજિટલ દોસ્ત ક્યારેય થાકતો નથી, ક્યારેય ગુસ્સે નથી થતો અને ક્યારેય છોડીને નથી જતો. અસલી દુનિયાના સંબંધોથી ડરતા લોકો માટે આ બહુ મોટી રાહત હતી. જોકે, આ જ રાહત ડૉક્ટરો માટે ચિંતાનો વિષય બની ગઈ છે. સાચા સંબંધોમાં થોડી ઘણી લડાઈ, સમજૂતી અને એકબીજાના વિચારોનો આદર કરવો પડે છે. પણ જો તમે આખો દિવસ એવા મશીન સાથે વિતાવો, જે માત્ર તમારી હા માં હા મિલાવે છે, તો ધીમે-ધીમે તમે માણસો સાથે જીવવાની આવડત જ ગુમાવી બેસો છો. નિષ્ણાતોની ચિંતા એ જ છે કે જે સંબંધમાં કોઈ જોખમ જ નથી, તેમાં જીવતા-જીવતા માણસ માટે સાચા સંબંધો નિભાવવાનું કામ વધુ અઘરું બની જશે. ચીનની સરકારે એટલે જ કટોકટીના સમયે મદદ મળી રહે તેવી સિસ્ટમ ફરજિયાત કરી છે, કારણ કે આ યુઝર્સ માત્ર મનોરંજન નહોતા મેળવી રહ્યા, પણ માનસિક રીતે આ મશીનોના ગુલામ બની ચૂક્યા હતા.

PLA regimental commander during Galwan clash to be Torchbearer for Beijing  Winter Olympics- The Daily Episode Network

ચીન સરકારે આટલો મોટો અને આકરો નિર્ણય કેમ લીધો, એ સમજવા માટે અહીંની સ્થિતિ વિશે જાણવું પડે. ચીનની વસ્તી છેલ્લાં કેટલાક વર્ષોથી સતત ઘટી રહી છે. સરકાર સતત એવા પ્રયત્નો કરી રહી છે કે યુવાનો લગ્ન કરે, બાળકોને જન્મ આપે અને પરિવાર વસાવે. બીજી તરફ યુવાનો તો ખરા માણસો સાથે પ્રેમ કરવાનું છોડીને AIને જીવનસાથી બનાવી રહ્યા છે. આ જ કારણે સરકારને લાગ્યું કે આ ડિજિટલ સાથીદારો યુવાનોને સાચા સંબંધોથી દૂર ધકેલી રહ્યા છે. સરકારનો આ નિર્ણય વસ્તી વધારવા માટે છે કે માનસિક સ્વાસ્થ્ય માટે, એ સત્તાવાર રીતે સ્પષ્ટ નથી કરાયું, પણ ટાઈમિંગ જોતાં આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી હોવાનું સ્પષ્ટ દેખાય છે. બીજો મોટો સવાલ AIના એડિક્શનનો છે. સોશિયલ મીડિયાના સામાન્ય પેજ સ્ક્રોલ કરવા કરતાં આ AI સાથે વાત કરવી સાવ જુદી વસ્તુ છે, કારણ કે સામે પક્ષેથી પણ એટલો જ પ્રેમ અને કાળજી મળે છે. આ જ એડિક્શનના લીધે હંમેશા લોકોના હાથમાં ફોન રહે છે. 

સ્કૂલના બાળકોમાં કેમ વધી રહ્યો છે AI ગર્લફ્રેન્ડનો ક્રેઝ? રિપોર્ટમાં સામે  આવી ચોંકાવનારી માહિતી - ai girlfriend trend among school kids risks explai  | - News18 Gujarati

હવે, સૌથી મોટો નૈતિક સવાલ એ ઊભો થાય છે કે, કોઈની એકલતામાંથી કમાણી કરતી કંપનીઓ ખરેખર મદદ કરી રહી છે કે તેમનું શોષણ? કંપનીઓ એવો દાવો કરે છે કે એકલા વડીલો કે યુવાનો માટે શાંત ફોન કરતાં પ્રેમથી જવાબ આપતું મશીન ઘણું સારું છે. પણ એની વિરુદ્ધ અનેક લોકો માને છે કે, આ પ્લેટફોર્મ્સ એવી રીતે જ ડિઝાઈન કરાયા છે કે લોકો તેનાથી ક્યારેય મુક્ત જ ન થઈ શકે. પૈસા આપીને રાખેલો મિત્ર એ ક્યારેય સાચો મિત્ર ન હોઈ શકે. AI એકલતા દૂર તો કરે છે, પણ સાથે જ માણસને સમાજથી વધુ કાપી નાખે છે. એનાથી માનસિક બીમારીઓ વધી શકે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *